________________
પૂજા વખતે તે પૂજા કરનારા સારામાંનાં પુષ્પ વગેરે સદા સેવે છે અર્થાત્ પોતાના હાથે અર્પણ કરે છે. બીજી અભ્યદયપ્રસાધની (વાગ્યોગસારા) પૂજામાં તે પૂજા કરનારા ચોક્કસ રીતે બીજે સ્થાનેથી સારામાંનાં પુષ્પાદિ મંગાવે પણ છે.' આથી સમજી શકાશે કે પ્રથમ પૂજાને કરનારા પૂજામાં પુષ્પો, સુગન્ધી દ્રવ્યો અને પુષ્પોની ગૂંથેલી માળા વગેરે પૂજાનાં દ્રવ્યો કાયમ માટે સારામાં સારાં જે દ્રવ્યો છે તે જ વાપરે છે. ગમે તેવાં પુષ્પાદિ દ્રવ્યોથી કાયયોગસારા પૂજા થતી નથી. પ્રારંભિપૂજામાં પણ જે રીતે દ્રવ્યશુદિધ કરવાનું ફરમાવ્યું છે એ જોતાં તો એમ જ લાગે કે પ્રથમ પૂજા કરવાનું પણ અઘરું છે. જે દ્રવ્ય ઉપલભ્ય છે તેમાંથી જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રવ્યોને લઈને પહેલા પ્રકારની પૂજા કરવાની છે. વર્તમાન સ્થિતિ ખૂબ જ દયનીય છે. દરરોજ કરાતી પૂજામાં તો દૂર રહ્યું પરંતુ વિશેષ રીતે કરાતી પૂજામાં પણ દ્રવ્યશુદ્ધિ અંગે તેવો ઉપયોગ રાખવાનું બનતું નથી.
બીજી અભ્યદયપ્રસાધની પૂજામાં થોડું આગળ વધવાનું છે. પોતાના સ્થાનમાં ઉત્તમ દ્રવ્યો મળતાં ન હોય તો બીજે સ્થાનેથી કોઈને કહીને તે તે દ્રવ્યો મંગાવીને પણ તે તે દ્રવ્યોથી પૂજા કરવાની છે. એવી પૂજાને બીજી વાગ્યોગસારા પૂજા કહેવાય છે. હૈયાની ઉદારતા અને પરમાત્માની પ્રત્યે ઉત્કટ બહુમાન હોય તો જ એ પૂજા શક્ય બનશે. “આ દ્રવ્ય વિના નહિ જ ચાલે આવા પરિણામને કારણે આ રીતે બીજે સ્થાનેથી પણ દ્રવ્યો મંગાવીને પૂજા કરવામાં આવે છે. શક્તિસમ્પન્નતા કરતાં પણ ભાવસંપન્નતાનું મહત્ત્વ ઘણું છે. પરમાત્માની સર્વોત્કૃષ્ટતાનો ખ્યાલ આવે તો ભાવ આવ્યા વિના નહીં રહે. સામાન્ય કોટિનો ઉપકાર કરનારા પ્રત્યે જે અહોભાવ આવતો
ફિDિ]D]De DDESS DIED SAD DDDED BE] Dિ ////////S૧૦/QSQSQSÓNIOS