________________
પ્રવૃત્તિ થયેલી હોવાથી ઘમર્થ યી...ઈત્યાદિ શ્લોકમાં ઉપર મુજબ જે જણાવ્યું છે તે અવસ્થાવિશેષને આશ્રયીને છે, તેથી વિરોધ નથી.” આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો કહેવાનો ભાવ એ છે કે, “ધર્માર્થ યસ્થ વિહા...' આ શ્લોકમાં જે ઉપર જણાવ્યા મુજબ જણાવાયું છે તે સર્વવિરતિ તેમ જ સ્વભાવથી જે આરંભના ભયવાળા વગેરેની દશાવિશેષને આશ્રયીને છે. કારણ કે તે શ્લોકનો પાઠ સર્વવિરતિના અધિકારમાં આવેલો છે. ગૃહસ્થોની પૂજાદિ માટેની એ વાત નથી. તેમ જ બધા પૈથાપં.' આ શ્લોકમાં જણાવેલી વાતનું તાત્પર્ય એ છે કે પૂજાના અવસરે ઉપસ્થિત થયેલ માળી પાસેથી વિકસ્વર ઉત્તમજાતિનાં થોડાં કે ઘણાં જે પુષ્પો ઉપલભ્ય હોય તેટલાં ઉચિત મૂલ્યનું પ્રદાન કરીને લઈ લેવાં. પરંતુ ત્યાં ભાવતાલ કરીને પોતાની વ્યાપાર કરવાની કલા ન કરવી-આ અર્થને જણાવવા માટેની એ વાત છે. પૂજા માટે સ્વયં પુષ્પો ચૂંટવાં નહિ અને જે વેચાતાં મળે તે લઈ લેવાં. આ રીતે આરંભનો નિષેધ કરવાનું ત્યાં તાત્પર્ય નથી. શાસનની પ્રભાવના થાય એ હેતુથી પુષ્પો ખરીદતી વખતે વ્યાપારકલા ન કરવાનું જણાવવાનો જ ત્યાં આશય છે. અન્યથા શ્રી પંચાશકમાં જે જણાવ્યું છે કે, “શ્રી જિનપ્રવચનમાં સંભળાય છે કે દુર્ગતા નારી; સિંદુવાર પુષ્પોને ગ્રહણ કરી (જંગલમાં મળતાં એ પુષ્પોને ચૂંટીને) એ પુષ્પોથી જગદ્ગુરુની પૂજા કરવાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.' તેનો વિરોધ આવશે. સુધા... ઈત્યાદિ શ્લોકથી એમ જ જણાવવાનું હોય કે તૈયાર ચૂંટેલાં પુષ્પો જ માળી પાસેથી લઈ લેવાં પરંતુ પુષ્પોને ચૂંટીને આરંભ ન કરવો તો ...' ઈત્યાદિ ગાથામાં જણાવેલી તે વાતમાં
GET DGET DEFENDED
BE