Page #1
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્ ચશોવિજયજી મહારાજા વિરચિત
ભક્તિ બત્રીશી
એક પરિશીલન
૫
સંકલનક પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ મ.
પ્રકાશકી શ્રી અનેકાન્ત પ્રકાશન
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત ત્રિશત્ ત્રિશિક્ષા' પ્રકરણાન્તર્ગત,
ભકિત - બત્રીશી
એક પરિશીલન
- : પરિશીલન: પૂ પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ મ.સા. ના પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી વિ. મુકૃતિચન્દ્રસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી વિ. અમરગુમ સૂ. મ. સા. ના શિષ્યરત્ન
પૂ. આ. ભ. શ્રી વિશ્વ સમક
• ના સક
પાનાનાવાડા, શ્રી અનેકાન્ત પ્રકાશન રીલીજીયસ ટ્રસ્ટ
': આર્થિક સહકાર : સંઘવી રમીલાબેન સેવંતિલાલ રવચંદભાઈ
(જૂનાડીસાવાળા)
Page #3
--------------------------------------------------------------------------
________________
ભક્તિ - બત્રીશી એક પરિશીલન- ૫ આવૃત્તિ - પ્રથમ : પ્રકાશન: વિ. સં. ૨૦૧૭ નકલ - ૧૦૦૦. શ્રી અનેકાન્ત પ્રકાશન શ્રાવણ વદ - ૬
રીલીજીયસ ટ્રસ્ટ
: પ્રાપ્તિસ્થાન : 'શાં. સૂર્યકાન્ત ચતુરલાલ રજનીકાંત એફ. વોરા મુ પો મુરબડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ,
પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧.
મુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭
વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી અમદાવાદ- ૩૮૦૦૦૭
જતીનભાઇ હેમચંદ શાહ કોમલ” છાપરીયા શેરી: મહીધરપુરા
સુરત – ૩૯૫૦૦૩
: આર્થિક સહકાર : સંઘવી રમીલાબેન સેવંતિલાલ રવચંદભાઈ
(જૂનાડીસાવાળા)
: મુદ્રણ વ્યવસ્થા :
ડીકે પ્રિન્ટલાઈન સી-૩, સુનીતા પાર્ક, ગ્રાઉન્ડ ફ્લોર, સોડાવાલા લેન, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨. ફોન ૮૦૮૧૩૧૯.
Page #4
--------------------------------------------------------------------------
________________
अथ भक्तिद्वात्रिंशिका प्रारभ्यते । શ્રી જિનેશ્વરદેવનું મહત્ત્વ, આ પૂર્વેની બત્રીશીમાં વર્ણવ્યું. પરમાત્માના મહત્ત્વનું એ રીતે જ્ઞાન થયા પછી તેઓશ્રીની પ્રત્યે ભક્તિ રાખવાનું આવશ્યક છે. તેથી હવે ભક્તિનું નિરૂપણ કરાય છે
श्रमणानामियं पूर्णा सूत्रोक्ताचारपालनात् । द्रव्यस्तवाद् गृहस्थानां देशतस्तद्विधिस्त्वयम् ॥५-१॥
“આગમાદિ સૂત્રમાં જણાવેલા આચારોનું પાલન કરતા હોવાથી શ્રમણભગવન્તોને આ પરમાત્મભક્તિ પૂર્ણ હોય છે. પરતુદ્રવ્યસ્તવના કારણે ગૃહસ્થોને તે ભક્તિ દેશથી(અંશત:) હોય છે. તેનો વિધિ સામાન્યથી આ પ્રમાણે (હવે પછી વર્ણવવામાં આવે છે તે પ્રમાણે) છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે શ્રી જિનમહત્ત્વ બત્રીશીમાં પરમાત્માનું મહત્ત્વ જણાવ્યું છે. એના જ્ઞાનથી બધાય કરતાં મહાન એવા પરમાત્માને વિશે ભક્તિ આવશ્યક છે. તેથી આ બત્રીશીમાં હવે પરમાત્મા પ્રત્યેની ભક્તિનું સ્વરૂપ દર્શાવાય છે. પરમાત્માના પરમતારક વચનની આરાધનાને “ભક્તિ' કહેવાય છે. પરમતારક આગમાદિ સૂત્રોના પારમાર્થિક અધ્યયનથી શ્રી તીર્થંકર પરમાત્માનાં પરમતારક વચનોનું જ્ઞાન થાય છે. એ મુજબનું સર્વથા પાલન કરવાનું પૂજ્ય શ્રમણભગવન્તો માટે જ શક્ય છે. સર્વસાવઘયોગથી વિરામ પામ્યા વિના શ્રી વીતરાગપરમાત્માના વચનાનુસાર આચારનું પાલન શક્ય જ નથી. પૂ. શ્રમણભગવન્તો સર્વસાવઘયોગથી વિરામ પામેલા છે. વિવિધ વિવિધ પાપથી વિરામ પામેલા એ પૂ. શ્રમણભગવન્તોને આગમાદિ સૂત્રમાં જણાવેલા આચારોનું પાલન શક્ય બને છે. તેથી
GENERGEgggS
GD|DBEDDEDGE dddddded
Page #5
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રીને જ આચારપાલન સ્વરૂપ ભક્તિ પૂર્ણપણે હોય છે.
ગૃહસ્થોને સર્વસાવદ્યયોગથી વિરામ પામવાની ઈચ્છા હોય તોપણ સર્વ સાવધયોગથી વિરામ પામવાનું તેમના માટે કોઈ પણ રીતે શક્ય બનતું નથી. ગૃહસ્થસંબન્ધી વ્યવહારોના નિર્વાહ માટે તેમને આરંભાદિ ર્યા વિના ચાલે એમ નથી. તેથી તેઓ સર્વસાવદ્યયોગથી વિરામ પામવાની પ્રતિજ્ઞાને કરી શકતા નથી. આવા સંયોગોમાં ગૃહસ્થોને શ્રી વીતરાગપરમાત્માના વચનની આરાધના દેશથી જ શક્ય બનતી હોય છે. દ્રવ્યસ્તવને આશ્રયીને ગૃહસ્થોને પરમાત્માની ભક્તિ દેશથી હોય છે. સર્વસાવદ્ય (પાપયુક્ત) યોગથી ગૃહસ્થો વિરામ પામેલા ન હોવાથી તેમના માટે શ્રી તીર્થંકરપરમાત્માએ વિહિત કરેલાં પૂજાદિ (સાવધ) અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ સ્વરૂપ છે. તેને લઈને ગૃહસ્થોને અંશતઃ પરમાત્મભક્તિ(પરમતારક વચનનું પાલન) હોય છે. દ્રવ્યસ્તવનો સામાન્ય વિધિ આ પ્રમાણે છે અર્થા હવે પછીના શ્લોકોથી તે વિધિ વર્ણવાય છે. પ-૧
દ્રવ્યસ્તવ પરમતારક શ્રી જિનાલય વિના સંભવિત ન હોવાથી શ્રી જિનાલયસમ્બન્ધી વિધિ બીજાથી નવમા લોક સુધીના આઠ શ્લોકોથી વર્ણવાય છે
न्यायार्जितधनो धीरः सदाचारः शुभाशय: । भवनं कारयेज्जैनं गृही गुर्वादिसंमतः ॥५-२॥
“ન્યાયથી પ્રાપ્ત કર્યું છે ધન જેણે એવા બુદ્ધિમાન સદાચારી શુભાશયવાળા ગૃહસ્થ પિતા વગેરેની સંમતિને મેળવીને શ્રી જિનભવન કરાવવું જોઈએ.” આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય
STUDENTS DD
PDFDDDDD;\DT GSCSC/CCC/C/ ST
Page #6
--------------------------------------------------------------------------
________________
કરાવતી વખતે જે ધનનો ઉપયોગ કરવાનો છે; તે ધન ન્યાય અને નીતિથી પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. અન્યાય કે અનીતિથી મેળવેલા ધનથી શ્રી જિનાલય બનાવવાનું ઉચિત નથી. આ અંગે વર્તમાનમાં ખૂબ જ ઉપેક્ષા સેવાય છે, જે આત્માના હિતને કરનારી નથી. ભવ્યાતિભવ્ય શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં ન્યાયથી પ્રાપ્ત જ ધનનો ઉપયોગ કરવાનું ધ્યાન મોટા ભાગે રખાતું નથી. આવી પ્રવૃત્તિની યોગ્યતાનું સમર્થન કરવા અનેક જાતની દલીલો કરી શકાય છે. પરન્તુ એવી દલીલો કરતાં પૂર્વે એ યાદ રાખવું જોઈએ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન સામેની એ દલીલો હશે. શ્રી વીતરાગપરમાત્માનું વચન આદરણીય છે પરન્તુ નિરાકરણીય નથી. વચન સમજાય નહિ; તો એકવાર નહિ દસવાર પૂછી શકાય. અજ્ઞાનને દૂર કરવું અને આવકાર આપવામાંથી છટકી જવું-એ બેમાં જે ભેદ છે તે સમજી ન શકાય એવું નથી.
શ્રી જિનમંદિર બનાવરાવનાર ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનવાળો હોવો જોઈએ. તેમ જ ધીર-બુદ્ધિમાન હોવો જોઈએ. અન્યથા વિધિ વગેરેનું જ્ઞાન ન હોય તો શ્રી જિનમંદિર, વિધિ-શિલ્પ વગેરેના જ્ઞાનપૂર્વક નહિ બને. આવા પરમતારક શાસ્ત્રશુદ્ધ શ્રી જિનાલયનું નિર્માણ કરનાર સદાચારી અને શુભ આશયવાળો હોવો જોઈએ. દુરાચારને સેવનાર અને દુષ્ટ આશયને ધરનાર આત્મા જો શ્રી જિનમંદિર બનાવરાવે તો તે લોકમાં આદરણીય નહિ બને. ભવથી નિસ્તારનારાં આલંબનો આપણા દુરાચારાદિને આચ્છાદિત કરાવનારાં ના બને એનો સતત ખ્યાલ રાખવો જોઈએ. પાપનો વિનાશ કરવા માટે ધર્મ છે. પાપને ઢાંકવા માટે ધર્મ નથી.
DELETE DODO
૩
DE
Page #7
--------------------------------------------------------------------------
________________
પરમતારક શ્રી જિનમંદિર બંધાવનારાએ પોતાના પૂ. પિતાશ્રી તેમ જ પૂ. પિતામહ વગેરે ગુર(વડીલ) જનોની અનુમતિપૂર્વક જ કાર્ય કરવું જોઈએ. “મારા પૈસા છે. હું કમાઉં છું. મારી ઈચ્છા અને શક્તિ મુજબ હું ગમે ત્યાં પૈસા વાપરું એમાં ગુરુજનોની અનુમતિ શા માટે લેવી ?”. ઈત્યાદિનો વિચાર ક્યાં વિના આવું સુંદર લોકોત્તર કાર્ય પણ ગુરુજનોની અનુમતિપૂર્વક જ કરવું જોઈએ. અન્યથા સ્વચ્છન્દપણે કરેલું કાર્ય લોકોત્તર ફળને આપનારું નહિ બને. શ્રી વીતરાગપરમાત્માનું શાસન આજ્ઞાપ્રધાન છે. સ્વચ્છંદપણે કરાતા અનુષ્ઠાનમાં એનો જ ઉચ્છેદ થાય તો તે અનુષ્ઠાન ધર્મસ્વરૂપે કઈ રીતે પરિણમશે ? ગૃહસ્થપણાના સ્વચ્છન્દતાના સંસ્કાર આગળ જતા સર્વવિરતિની આરાધનામાં અવરોધ કરનારા બને છે. તેથી મુમુક્ષુ જનોએ ગૃહસ્થપણાથી જે સ્વચ્છન્દતાનો ત્યાગ કરવા માટે પૂ.ગુરુજનોની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરવાનો આગ્રહ સેવવો જોઈએ. પ-રા
શ્રી જિનાલયસંબધી વિધિમાં શ્રી જિનાલય માટે જે ભૂમિ લેવી જોઈએ તે જણાવાય છે
तत्र शुद्धां महीमादौ गृह्णीयाच्छास्त्रनीतितः । परोपतापरहितां भविष्यद्भद्रसन्ततिम् ॥५-३॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે શ્રી જિનાલયના નિર્માણ માટે સૌથી પ્રથમ એવી ભૂમિ લેવી જોઈએ કે જે વાસ્તુશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રમાં જણાવ્યા મુજબની હોય. વાસ્તુવિદ્યા વગેરે શાસ્ત્રોમાં જેનો નિષેધ કરાયો હોય તે જગ્યામાં શ્રી જિનાલય બન્ધાવવાનું ઉચિત નથી. આ રીતે શાસ્ત્રનીતિથી ગ્રહણ કરાયેલી ભૂમિ પણ; આજુબાજુમાં રહેતા એવા
GDDDDDDDED SUBSC/SSC/EdS
Bgc/
/
g/bg/b/
g/
Page #8
--------------------------------------------------------------------------
________________
લોકોના ખેદનું નિમિત્ત ના બને એનું ધ્યાન રાખવું જોઈએ અને ભવિષ્યમાં એ ભૂમિ કલ્યાણોની પરંપરાને સર્જનારી બનવી જોઈએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રીય નીતિ મુજબ શુધ પૃથ્વી ઉપર નિર્માણ કરાયેલું શ્રી જિનમંદિર સ્થિર અને પવિત્ર બને છે. તેની પાસે રહેનારા પાડોશી તેમ જ તે જગ્યાના માલિક વગેરે સમ્બન્ધિત જનોને કોઈ પણ જાતનો ખેદ ન રહે એ રીતે જગ્યા મેળવવી જોઈએ. અન્યથા શ્રીજિનમંદિરની સુરક્ષામાં અનેક મુશ્કેલીઓનો સંભવ રહેશે. તેમ જ ભવિષ્યમાં કલ્યાણની પરંપરાનું કારણ બની શકે એવી લક્ષણવતી ભૂમિ લેવી. અન્યથા ઉત્તરોત્તર સાનુબન્ધ કલ્યાણનો અવરોધ પ્રાપ્ત થશે. એકાન્ત કલ્યાણને કરનારું કાર્ય પણ જેમ-તેમ તો ન જ કરાય ને ? આથી સમજી શકાય છે કે કલ્યાણના અર્થી જનોએ શાસ્ત્રનીતિને અનુસરી શુદ્ધ વગેરે ભૂમિમાં જ શ્રી જિનમંદિરનું નિર્માપન કરવું જોઈએ. અન્યથા તે વિવક્ષિત ફળને પ્રાપ્ત કરાવનારું નહિ બને...પ-૩
પાડોશી વગેરેને ખેદ ન થાય એવી જગ્યામાં શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવાનું પ્રયોજન જણાવાય છે
अप्रीति नैव कस्यापि कार्या धर्मोद्यतेन वै। इत्थं शुभानुबन्धः स्यादत्रोदाहरणं प्रभुः ॥५-४॥
ધર્મ કરવામાં પ્રયત્નશીલ આત્માએ કોઈને પણ અપ્રીતિ થાય એવું ન કરવું. આમ કરવાથી શુભ અનુબન્ધની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં ભગવાન ઉદાહરણ છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ધર્મ કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માએ બીજાને કોઈ પણ જાતની પીડા ન થાય એ માટે પ્રયત્નશીલ
EDITES ENDLEEEEEEEEEEEEEEEEEE / / / / // / / /S.
Page #9
--------------------------------------------------------------------------
________________
બનવું જોઈએ. બીજાને પીડા ન થાય એ માટે કરાતો પ્રયત્નાતિશય ધર્મકર્તાને ધર્મની સિધિનું મુખ્ય અંગ બને છે. આ વિષયમાં ભગવાન શ્રી મહાવીર દૃષ્ટાન્ત સ્વરૂપ છે. ભગવાન શ્રી મહાવીરપરમાત્મા એકવાર વર્ષાઋતુમાં ચાતુર્માસ માટે તાપસના આશ્રમમાં રહ્યા હતા. એ આશ્રમના સ્વામીએ એક ઘાસની કુટિર, ભગવાનને રહેવા માટે આપી હતી. બહાર ઘાસ ન મળવાથી ગાયો એ કુટિરનું ઘાસ, રોકટોક વિના ખાતી હતી. તે વખતે આશ્રમના સ્વામી કુલપતિએ ભગવાનને પોતાની કુટિરની રક્ષા કરવા જણાવ્યું. આ પ્રમાણે પોતાના રહેવાથી તાપસને અપ્રીતિ થાય છે-એમ જાણીને તાપસની અપ્રીતિના પરિહાર માટે વર્ષાઋતુમાં પણ ભગવાન અન્યત્ર વિહાર કરી ગયા. આવી જ રીતે ધર્મની આરાધનામાં તત્પર બનેલા બીજા આત્માઓએ પણ પરની પીડાના પરિવાર માટે શક્તિ અનુસાર પૂરતો પ્રયત્ન કરવો જોઈએ.
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શ્રી જિનાલયના નિર્માણકાર્ય જેવા મહત્વના કાર્યમાં ખૂબ જ ઉપયોગ રાખી પ્રયત્નપૂર્વક બીજાને પીડા ન થાય એ રીતે વર્તવું જોઈએ. “ધર્મનું કામ છે; એકાત્તે સારું છે, લોકો અજ્ઞાની છે, આપણે તેમને પીડા પહોંચાડવા માટે કરતા નથી, છતાંય એમને પીડા પહોંચતી હોય તો આપણે શું કરીએ ? એમ કાંઈ ધર્મનું કામ કરવાનું છોડી દેવાય ?”.. ઈત્યાદિ વિચારણા કરી પરપીડાપરિહાર કરવાની ઉપેક્ષા નહિ સેવવી જોઈએ. પૂરતા પ્રમાણમાં ઉદારતા કેળવી લેવાય તો પરની પીડાનો પરિહાર કરવાનું શક્ય છે. ઓછા પૈસે ભવ્યાતિભવ્ય કામ કરવાની વૃત્તિ ઉપર થોડો કાબૂ મૂકી દેવાથી તે તે અનુષ્ઠાનોમાં પરપીડાનું વર્જન કરવાનું શક્ય બને છે. શ્રી વીતરાગપરમાત્માએ એવું તો કોઈપણ
GENDINESEDGENEFEN SEIDS|DF\SI|BIRDS GS Buddho dS3bM/SONUBMENUde
Page #10
--------------------------------------------------------------------------
________________
અનુષ્ઠાન કરવાનું ફરમાવ્યું નથી કે જેમાં પરને પીડા પહોંચાડવી પડે. કામ નાનું થાય, બહુ આકર્ષક ન થાય તો પણ ચાલે પરન્તુ બીજાને ખેદ થાય એવું તો તે ન જ હોવું જોઈએ. આમ કરવાથી શુભ અનુબન્ધ પ્રાપ્ત થાય છે અને તેથી ઉત્તરોત્તર કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. પ-૪
જે ભૂમિ ઉપર શ્રી જિનમંદિર બંધાવવાનું છે, તેની પાસે રહેનારા લોકોની પીડાનો પરિહાર કરવાનું જણાવીને તેમનું સન્માન કરવાનું પણ જણાવાય છે
आसन्नोऽपि जनस्तत्र मान्यो दानादिना यतः । इत्थं शुभाशयस्फात्या बोधिवृद्धिः शरीरिणाम् ॥५-५॥
કહેવાનો આશય એ છે કે, જે જગ્યામાં શ્રી જિનાલય બંધાવવાનું છે, તે જગ્યા ગ્રહણ કરતી વખતે પરપીડાનો પરિહાર કરવાથી જેમ ધર્મસિદ્ધિ થાય છે અર્થાત્ પરપીડાનો પરિહાર ધર્મસિદ્ધિનું અંગ બને છે; તેમ બીજું પણ ધર્મસિદ્ધિનું અંગ બને છે; તે આ શ્લોકથી જણાવાય છે. “શ્રી જિનાલયની આસપાસ રહેનાર લોકોનું દાન આપવા દ્વારા અને સત્કારાદિ કરવા દ્વારા બહુમાન કરવું. જેથી એ પ્રમાણે તે લોકોને શુભભાવની વૃદ્ધિ થવાથી સમ્યગ્દર્શનની વૃદ્ધિ થાય છે.'-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનાલયની આસપાસ રહેતા લોકો પોતાના સંબન્ધી ન હોય તો પણ તેમને ઉચિત દાનાદિ આપવા દ્વારા અનુકૂળ બનાવવા જોઈએ. કારણ કે આવી રીતે ભગવાન શ્રી જિનેશ્વરદેવની ભકિતના કારણે કરેલા ઔદાર્યથી એ લોકોને શુભ ભાવની પ્રાપ્તિ થતી હોય છે. “જૈનોનો ધર્મ કેવો છે કે આપણા
DિDDDDDDDDDED]D]D]D]DE DOB/S/
S SqS/SC/SOM/EdSMS
Page #11
--------------------------------------------------------------------------
________________
જેવાનું પણ આવું ઔચિત્ય કરાય છે.”- આવા પ્રકારના શુભભાવની પ્રાપ્તિથી તેમને બોધિ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગેરે થાય છે.
શાસ્ત્રકારપરમર્ષિઓએ જણાવ્યા મુજબ દરેક અનુષ્ઠાનો કરવામાં આવે તો તે ખરેખર જ પરમતારક શ્રી જિનશાસનની પ્રભાવનાનું કારણ બન્યા વિના નહિ રહે. આવી પ્રભાવના કરવા માટે ખૂબ જ ઉદારતા કેળવવી પડતી હોય છે. સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ ફલનું કારણ ન બને તો તે ઉદારતાપૂર્વક કરાયું નથી-તેમ માનવું પડે. અત્યારે શ્રી જિનાલયોનું જે રીતે નિર્માણ થઈ રહ્યું છે તે અંગે થોડી વિચારણા કરવાનું ખૂબ જ આવશ્યક બન્યું છે. સ્વદ્રવ્યથી શ્રી જિનાલયો બંધાવવાની વાત ક્વચિત જ સંભળાય છે. તેથી ઉદારતાની વાત તો લગભગ વિસારે પડવા માંડી છે. દેવદ્રવ્યનો ઉપયોગ કરીને મોટાભાગનાં શ્રી જિનમંદિરો તૈયાર થાય છે. એમાં કેટલો અપવ્યય થાય છે તેનો વિચાર કરવાનું પણ લગભગ આવશ્યક જણાતું નથી. સુવિહિત પૂ. સાધુભગવન્તો પાસેથી ઉચિત વિધિનું જ્ઞાન મેળવી ખૂબ જ ઉદારતાપૂર્વક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય સ્વદ્રવ્યથી કરવું જોઈએ.
જ્યાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું પણ શક્ય લાગતું ન હોય ત્યાં સ્વદ્રવ્યથી શ્રી જિનાલયના નિર્માણની વાત કરવાનું થોડું વિચિત્ર જ લાગશે. પરંતુ એમાં વાંક શાસ્ત્રકાર પરમર્ષિઓનો નથી, આપણી અનુદારતાનો છે. આપ-પા
આ રીતે શ્રી જિનાલયના નિર્માણના કાર્ય માટે ભૂમિસંબન્ધી વિધિ જણાવીને હવે તેની સામગ્રીસંબન્ધી વિધિ જણાવાય છે
इष्टकादि दलं चारु दारु वा सारवन्नवम्- । गवाद्यपीडया ग्राह्यं मूल्यौचित्येन यत्नतः ॥५-६।।
| SG]|DF\EEEEEEEEE Gududd/g/SUBdB/ST
E EEEEDEDDED]D EgggggB/SUB
Page #12
--------------------------------------------------------------------------
________________
‘સારી ઈંટ વગેરે અને મજબૂત સારવાળું લાકડું, બળદ વગેરેને પીડા ન થાય તે રીતે ઉચિત મૂલ્ય વડે શકુનાદિપૂર્વક લેવું.’’આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણ માટે ઈંટ અને પાષાણ વગેરે સુંદર ગુણથી યુક્ત લેવા. લાકડું પણ સુંદર દેવતાદિથી અધિષ્ઠિત એવા ઉપવન કે વનાદિથી લાવેલું, સીધું અને ખદિરાદિ લાકડાની જેમ સારભૂત લેવું.
એ ઈંટ, પાષાણ કે લાકડા વગેરે લાવતી વખતે, તેને વહન કરનારા બળદ વગેરે ઉપર અધિક ભાર નાખવાથી અથવા તો વધારે પડતા ફેરા કરાવવાથી બળદ વગેરેને પીડા ન પહોંચે તેનો ખ્યાલ રાખવો. ઈંટ, પાષાણ વગેરે લેતી વખતે તેને બનાવનારા પાસેથી તે અંગે જે ઉચિત મૂલ્ય હોય તે આપીને તે સામગ્રી લેવી. ‘“ દેરાસર માટે જોઈએ છે. સારામાં સારી સામગ્રી આપશો અને વ્યાજબી ભાવ લેશો.’’... વગેરે કહીને તે તે સામગ્રી લેવી નહિ.
આ પ્રમાણે સામગ્રીનું ગ્રહણ પણ; સુંદર પાણીથી ભરેલા કળશ વગેરે શુભ શકુનો પૂર્વકનું હોય તો તે કલ્યાણનું કારણ બને છે. સુશકુનો ચિત્તના ઉત્સાહને અનુસરતા હોય છે અર્થાત્ ચિત્તના ઉત્સાહને સૂચવનારાં એ સુશકુનો હોય છે. ચિત્તનો ઉત્સાહ અભ્યન્તર શકુન છે અને પૂર્ણકળશાદિ બાહ્ય શુભશકુનો છે, જે અભ્યન્તર શકુનને જણાવે છે. આ વિષયમાં ચૌદમી બત્રીશીમાં વર્ણવેલા ત્રિવિધ પ્રત્યયોનું પણ અનુસન્ધાન કરી લેવું જોઈએ. આશય એ છે કે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિઙ્ગપ્રત્યય-આ ત્રણ પ્રત્યય છે. કરવા ધારેલાં અનુષ્ઠાનો ફલપ્રદ થશે કે નહિ આવી શક્કાને દૂર કરવાનું કાર્ય પ્રત્યય કરે છે. આત્માને કરવાની ઈચ્છા હોય, આપણા એ ઈષ્ટને
DUDE
DECE
Page #13
--------------------------------------------------------------------------
________________
કરવાનું ગુરુભગવન્ત કહેતા હોય અને એ કરતી વખતે શુભશકુનો થતાં હોય ત્યારે આ રીતે ત્રણ પ્રત્યયથી કરાતું કાર્ય સિદ્ધ થતું હોય છે. આવી જ રીતે શ્રી જિનમંદિરના નિર્માણ પ્રસંગે ઈટ, પાષાણ અને કાઇ વગેરે ગ્રહણ કરતી વખતે વિવિધ પ્રત્યયને અનુસરવાનું આવશ્યક છે, જેથી વિના વિને કાર્યની સિદ્ધિ અવશ્ય થશે. પ-દી
શ્રી જિનાલયના નિર્માણ પ્રસંગે નોકરીની સાથે કઈ રીતે વર્તવું તે જણાવાય છે -
भृतका अपि सन्तोष्याः स्वयं प्रकृतिसाधवः । धर्मो भावेन न व्याजाद् धर्ममित्रेषु तेषु तु ॥५-७॥
“સ્વભાવથી સરળ એવા નોકરોને પણ સન્તોષવા. કારણ કે ધર્મ, ભાવથી થાય છે. તેથી ધર્મમાં સહાયક એવા તેમના વિશે છળપ્રપંચ કરવાથી ધર્મ ન થાય'-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્ય માટે સ્વભાવથી જ પોતે સરળપરિણામી હોય એવા નોકરો વગેરે કાર્યકરોને રાખવા અને તેમને પણ યોગ્ય વેતન (પગાર) વગેરે આપીને સન્તોષ આપવો જોઈએ. તમે પણ શ્રી જિનાલયના નિર્માણમાં સહાયક છો... ઈત્યાદિ રીતે વચનોથી તેમને પ્રસન્ન કરવા. એ નોકર કે મજૂર છે, એમ વિચારવાના બદલે શ્રી જિનાલયના નિર્માણકાર્ય સ્વરૂપ ધર્મમાં કારણ હોવાથી ખરી રીતે તેમને ધર્મમિત્ર માનવા જોઈએ. આવા ધર્મમિત્રોને વિશે કોઈ પણ જાતનું પેટ વગેરે કરવું નહિ. ગમે તે રીતે પૈસા ઓછા આપીને તેમની પાસેથી કામ વધારે લેવું તેમને સમયસર પગાર આપવો નહિ અને આવશ્યક હોવા છતાં રજા ન આપવી...વગેરે દ્વારા તેમને ઠગવા નહિ. કારણ કે એવા વિશુદ્ધ ભાવથી જ ધર્મની
Page #14
--------------------------------------------------------------------------
________________
ઉપપત્તિ થાય છે. અન્યથા ધર્મ સફ્ળત નહીં બને. ઉદારતાનો આશય ન હોય તો ઉપર જણાવ્યા મુજબ નોકર વગેરે કર્મકરોની પ્રત્યે ધર્મમિત્રનો ભાવ નહિ આવે. પ-ગા
શ્રી જિનાલયના નિર્માણના વિષયમાં ભૂમિ વગેરે બાહ્ય શુદ્ધિને આશ્રયીને વિધિ જણાવીને હવે આન્તરિક ભાવના વિષયમાં વિધિ જણાવાય છે
स्वाशयश्च विधेयोऽत्रानिदानो जिनरागतः । अन्यारम्भपरित्यागाज्जलादियतनावता ॥५-८॥
અન્ય (ગૃહાદિસમ્બન્ધી) આરંભના પરિત્યાગથી જલાદિની યતનાવન્તે શ્રી જિનાલયના નિર્માણકાર્યના વિષયમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવ પ્રત્યેની ભક્તિથી નિયાણાથી રહિત એવો શુભ આશય કરવો જોઈએ. (અર્થાદુ એવા શુભ આશયથી શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું જોઈએ.)-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં શુભ આશય કેળવવો જોઈએ. શ્રી તીર્થંકરપરમાત્માની ભક્તિના આશયથી જ એ કાર્ય કરવું જોઈએ. પોતાની કીર્તિ કે ખ્યાતિ વધે... વગેરે કોઈ પણ જાતના આ લોક સંબન્ધી કે પરલોકસમ્બન્ધી ફળની અપેક્ષાથી રહિત બની માત્ર તરવાના આશયથી શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું જોઈએ. તેમ જ ગૃહાદિસમ્બન્ધી અન્ય આરંભોનો ત્યાગ કરીને જલાદિસંબન્ધી યતનાપૂર્વક શ્રી જિનમંદિર બંધાવવું જોઈએ. શક્ય પ્રયત્ને જલાદિ જીવોની પીડાનો પરિહાર કરવા સ્વરૂપ યતના છે. શ્રી જિનાલયનું અહીં નિર્માણ કરાય છે તેથી કૃતિનો વિષય મંદિર છે અને તેના વિષય શ્રી વીતરાગપરમાત્મા છે. આ રીતે
D
/UC ILL
૧૧ dd/
DE
THE Dant
Page #15
--------------------------------------------------------------------------
________________
આલંબનસ્વરૂપ વિષય શુદ્ધ છે. એ વિષયમાં રહેલી વિષયતા આલંબનતા નામવાળી છે. સ્વાશયાત્રા વિધેય. આ પ્રમાણે કહેવાથી આલંબનતાખ્ય(નામવાળી)વિષયતાને લઈને શુદ્ધિનું વર્ણન ક્યું છે.
નિદ્રાનો બિનરી ત: આ પ્રમાણે કહેવાથી શ્રી જિનાલયની ઉદ્દેશ્યતાને લઈને શુદ્ધિધનું વર્ણન કર્યું છે. શ્રી જિનાલયનો ઉદ્દેશ્ય આ લોક કે પરલોકસમ્બન્ધી કોઈ પણ જાતનું ફળ નથી. માત્ર પરમાત્માની ભકિતના ઉદ્દેશથી જ શ્રી જિનાલય બંધાવાય છે. તેથી તે ઉદ્દેશ્યમાં રહેલી ઉદેશ્યતાસ્વરૂપ વિષયતાને આશ્રયીને શુદ્ધિનું વર્ણન કર્યું છે.
શ્રી જિનાલયના નિર્માણકાર્યથી સાધ્ય વિરતિ હોવાથી તેને લઈને ચરમપરિત્યા/wાવિયતનાવતા-આ પ્રમાણે કહીને સાધ્યત્વાખ્યવિષયતાને આશ્રયીને શુદ્ધિ વર્ણવી છે. આરંભપરિત્યાગ અને યતના સાધ્ય છે. એમાં રહેલી સાધ્યત્વાખ્યવિષયતાને આશ્રયીને આશયશુદ્ધિ સવારમ.... ઈત્યાદિથી જણાય છે.
આલંબન, ઉદ્દેશ્ય અને સાધ્ય : આ ત્રણેય શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં શુદ્ધ હોવાં જોઈએ. અન્યથા વિવક્ષિત ફળની પ્રાપ્તિ નહિ થાય. આ શ્લોકમાંનું ‘નિદ્રાન’ પદ ધ્યાનમાં રાખવાની ખૂબ જ આવશ્યક્તા છે. પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરતી વખતે પણ આ લોક કે પરલોકસંબન્ધી કોઈ પણ ફળની આશંસા જે રાખવાની ન હોય તો શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મની આરાધના કરતી વખતે એવી આશંસા કઈ રીતે રાખી શકાય ? (પ-૮.
આ રીતે આરંભનો ત્યાગ કરવાથી યતનાપૂર્વક પણ શ્રી
DDDDDDDED
GDEDD]D]D]D]D]D GSSSUUUUUUUUAGE
Page #16
--------------------------------------------------------------------------
________________
જિનમંદિરના નિર્માણમાં આરંભ તો થાય છે અને તેથી પાપબંધ પણ થાય છે તો તે વિવક્ષિત ફળનું કારણ કઈ રીતે થાય-આ શંકાનું સમાધાન કરતાં જણાવાય છે
इत्थं चैषोऽधिकत्यागात् सदारम्भः फलान्वितः । प्रत्यहं भाववृद्ध्याप्तै र्भावयज्ञः प्रकीर्तितः ॥ ५ - ९ ॥
“આ પ્રમાણે યતના હોવાથી નિષ્ફળ એવા આરંભની નિવૃત્તિના કારણે આ શ્રી જિનાલયના નિર્માણનો આરંભ કલ્યાણનું કારણ બને છે. દરરોજ ભાવની વૃદ્ધિ થતી હોવાથી તે કાર્યને ભાવયજ્ઞ તરીકે વર્ણવ્યું છે.’’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે-પૂર્વે જણાવ્યા મુજબની વિધિ અનુસારે શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરતી વખતે નિષ્ફળ (બિનજરૂરી) અન્ય આરંભનો ત્યાગ કરવાથી; જયણાથી યુક્ત જે આરંભ થાય છે; તે કલ્યાણકર ફળનું કારણ બને છે.
શ્રી જિનાલયના નિર્માણકાર્યના કાળમાં દરરોજ ‘કેટલું કામ થયું, કેટલું કામ બાકી છે; એ બાકીનું કામ કેવી રીતે વિલંબ વિના પૂર્ણ કરવું.....’ ઈત્યાદિ શ્રી જિનમંદિરસંબન્ધી વિચારણામાં મગ્ન હોવાથી ભાવની વૃદ્ધિ થાય છે. આવા શુભ આશયના અનુબન્ધના કારણે આ સદારંભને (શ્રી જિનમંદિરના નિર્માણકાર્યને) આપ્ત-સાધુજનોએ ભાવયજ્ઞ અર્થાદ્ ભાવપૂજા સ્વરૂપ વર્ણવ્યો છે. ષોડશકપ્રકરણના છઠ્ઠા ષોડશકની ચૌદમી ગાથામાં વિ ભાવવજ્ઞઃ આ પદોથી ઉપર જણાવ્યા મુજબ સદારંભને ભાવપૂજા-ભાવયજ્ઞ સ્વરૂપ વર્ણવ્યો છે.
‘આ રીતે શ્રી જિનાલયના નિર્માણકાર્યને ભાવપૂજાસ્વરૂપ ભાવયજ્ઞરૂપે વર્ણવવામાં આવે તો તેને દ્રવ્યસ્તવ તરીકે વર્ણવવાનું
BODETE GL/997976ZG
૧૩
NEEEEEE DDDDDDDDD
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉચિત નથી.'-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ, કારણ કે આ સદારંભમાં દ્રવ્ય અને ભાવમાં એક બીજાનો સારી રીતે અનુવેધ હોવા છતાં શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં દ્રવ્યનું (ધનાદિ દ્રવ્યનું) પ્રાધાન્ય હોવાથી તે કાર્યને દ્રવ્યસ્તવ તરીકે ઉપપન કર્યું છે, તેથી તેમાં કોઈ દોષ નથી. ઉપર જણાવ્યા મુજબ વિધિ અને શુદ્ધિ પૂર્વક કરાયેલું આ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય દ્રવ્યસ્તવ સ્વરૂપ હોવા છતાં શ્રી તીર્થકર પરમાત્માની પરમતારક આજ્ઞાની આરાધના સ્વરૂપ ભાવથી ગર્ભિત હોવાથી ભાવપૂજાસ્વરૂપ પણ છે. પ-લા
શ્રી જિનાલયના નિર્માણ પછી જે કરવાનું છે તે જણાવાય
છે
जिनगेहं विधायैवं शुद्धमव्ययनीवि च । द्राक् तत्र कारयेद् बिम्बं साधिष्ठानं हि वृद्धिमत् ॥५-१०॥
“આ રીતે શુદ્ધ શ્રી જિનમંદિર અને અક્ષયનીવિને કરીને જેમ બને તેમ શીધ્ર શ્રી જિનબિંબ કરાવવું. કારણ કે શ્રી જિનબિંબના અધિષ્ઠાનવાળું શ્રી જિનાલય વૃદ્ધિને પામે છે.” આ પ્રમાણે દશમાં શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવેલા વિધિવિધાનથી શ્રી જિનાલયનું નિર્માણ કરીને પૂ. સાધુભગવન્તોને સોંપી ના દેવું. ‘આ તમને સોંપ્યું. જીર્ણ-શીર્ણ થાય તો તમે જ તેની સારસંભાળ રાખશો...' વગેરે કહીને શ્રી જિનાલયના સારસંભાળની જવાબદારી પૂ. સાધુભગવન્તો ઉપર નાખવી નહિ પરન્તુ અક્ષયનીવિનું નિર્માણ કરી ભવિષ્યમાં શ્રી જિનાલયની સુરક્ષા સરળતાથી થાય તેમ કરવું. શ્રી જિનાલયના જીર્ણોદ્ધારાદિ માટે સ્થાપન કરેલી મૂડી(મૂલધન)ને અક્ષયનીવિ કહેવાય છે. શક્ય પ્રયત્ને તેનો ઉપયોગ કર્યા
GDDDDDDD;D'
D]D]\ D\UFDGDDED G/g/d/g/gy/SOON 18YESQSQSQSQSQSQS
Page #18
--------------------------------------------------------------------------
________________
વિના તેનું પરિપાલન અને સંવર્ધન કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ વાર વિષમસ્થિતિમાં શ્રી જિનાલયની સારસંભાળ સારી રીતે કરી શકાય. આ રીતે શ્રી જિનમંદિરોનું નિર્માણકાર્ય કરાય તો શ્રી જિનાલયોના જીર્ણોદ્ધારાદિનાં કાર્યો વ્યવસ્થિત થાય. આ વિષયમાં વર્તમાન કાર્યપદ્ધતિનો નવેસરથી વિચાર કરવાની આવશ્યક્તા છે. શ્રી જિનાલયનું નિર્માણ, તેનો જીર્ણોદ્ધાર, તેની સારસંભાળ અને તેનો વહીવટ તેમ જ આ બધામાં પૂ. સાધુભગવંતોનો પુરુષાર્થ.. વગેરે બાબતો ફરીથી વિચારણા માંગે છે. આ શ્લોકમાં જણાવ્યા મુજબ આપત્કાલમાં જેનો ઉપયોગ કરવાનો છે એવાં દ્રવ્યોથી નૂતન મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે-એ કેટલા અંશે ઉચિત છે, તે વિચારવું જોઈએ.
શ્રી વીતરાગપરમાત્માનું મંદિર પૂર્ણ થયે છતે તુરત જ શ્રી જિનબિંબ ભરાવીને શ્રી જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવું જોઈએ. કારણ કે શ્રી જિનબિંબથી અધિષ્ઠિત થયેલું એ મંદિર વૃદ્ધિવાળું બને છે.
114-9011
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક બિંબના નિર્માણને આશ્રયીને વિધિ જણાવાય છે
विभवोचितमूल्येन कर्तुः पूजापुरस्सरम् ।
देयं तदनस्यैव यथा चित्तं न नश्यति ॥५- ११॥ “પોતાની સંપત્તિને અનુરૂપ મૂલ્ય આપવા વડે; (શ્રી જિનબિંબના કર્તા શિલ્પીની)ભોજનપાનપુષ્પાદિથી પૂજા કરવા પૂર્વક; જે રીતે બંન્નેના ચિત્તનો નાશ ન થાય તે રીતે જુગારાદિ વ્યસનથી રહિત એવા શિલ્પીને શ્રી જિનબિંબ ઘડાવવા (ભરાવવા) આપવું.’’
EDC/DL
૧૫
DEEEEEE 0676767676]
Page #19
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ વિધિપૂર્વક નિર્માણ પામેલા શ્રી જિનાલયમાં બિરાજમાન કરવા માટે શ્રી જિનબિંબ ભરાવવું જોઈએ. જે શિલ્પીને આ કાર્ય સોંપવાનું છે, તે કાર્ય અંગે પોતાની સમ્પત્તિ પ્રમાણે ઉચિત મૂલ્ય આપવું જોઈએ. કોઈ પણ જાતની કૃપણતા ર્યા વિના ઉદારતાપૂર્વક આ કાર્ય કરવું જોઈએ. આ કાર્ય કરનાર શિલ્પીને કાર્ય સોંપતાં પૂર્વે ભોજન કરાવવું, પાનનું બીડું આપવું, પુષ્પ અર્પણ કરવાં અને શ્રીફળાદિ આપવાં...વગેરે રીતે તેની પૂજા કરવી. પ્રતિમાજી ભરાવવા માટે શિલ્પી એવો પસંદ કરવો કે જે સ્ત્રી-મદિરા અને જુગાર વગેરેનો વ્યસની ન હોય. અન્યથા વ્યસનવાળા શિલ્પીને પ્રતિમાજી ઘડવાનું કાર્ય સોપવામાં આવે તો કાલાન્તરે પ્રતિમાજી ભરાવનારને પશ્ચાત્તાપ (આને ક્યાં કામ આપ્યું, ન આપ્યું હોત તો સારું થાત. ઈત્યાદિ રીતે પશ્ચાત્તાપ) થશે અને શિલ્પી-વૈજ્ઞાનિકને ઠપકો સાંભળવાનો પ્રસંગ આવશે. તેથી વ્યસનથી રહિત જ શિલ્પીને કરનાર વૈજ્ઞાનિક અને કરાવનાર ગૃહસ્થ બંનેના ચિત્તનો અનુક્રમે ઉપાલંભ (ઠપકો) અને અનુશય (પશ્ચાત્તાપ) દ્વારા વિનાશ ન થાય એ રીતે પ્રતિમા ભરાવવાનું કામ આપવું જોઈએ. તત્ત્વના જાણકારોએ ધર્મકાર્ય પ્રારંભે અમંગલસ્વરૂપ એવા આ ચિત્તવિનાશનો નિષેધ કર્યો છે. તેથી પ્રતિમાજી ભરાવવા સ્વરૂપ પરમમંગલકાર્યમાં ચિત્તનો વિનાશ ન થાય-એનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. શિલ્પી, મહેતાજી, કાર્યકર્તા વગેરે પૈસા લઈ ગયા...વગેરે પ્રકારની અનેક ફરિયાદો આજે સાંભળવા મળે છે. માટે આ વિષયમાં ચોક્કસ ખાતરી કરીને જ કાર્ય સોપવું જોઈએ. અન્યથા સક્િલષ્ટ
////////S13/ddddd/b/
Page #20
--------------------------------------------------------------------------
________________
ચિત્ત બન્યા વિના નહિ રહે. સક્લિષ્ટ કાર્યો સ્વ-પરના હિતને કરનારાં નહીં થાય : એ યાદ રાખવું જોઈએ. પ-૧૧
ઉપર જણાવ્યા મુજબ બિંબ ભરાવનાર અને શિલ્પી: એ બંનેના ચિત્તનો નાશ ન થાય એ માટે નિર્વ્યસનીને જ તે કાર્ય કરવા માટે આપવું જોઈએ. તેથી બંનેના સંબન્ધમાં કોઈ પણ જાતની વિકલતા પ્રાપ્ત થતી નથી. થોડો પણ ચિત્તનો ભેદ ફળની હાનિને કરે છે. તેથી બંનેના સમ્બન્ધમાં કોઈ પણ પ્રકારની વિકલતા ન જ આવવી જોઈએ. આથી સમજી શકાશે કે શ્રી જિનબિંબના નિર્માણકાર્યમાં ભાવનું જ પ્રાધાન્ય છે. એ ભાવનું પ્રાધાન્ય જણાવાય છે
यावन्तश्चित्तसन्तोषास्तदा बिम्बसमुद्भवाः । तत्कारणानि तावन्तीत्युत्साह उचितो महान् ॥५-१२॥
“શ્રી જિનબિંબ કરાવતી વખતે; બિબના કારણે ઉત્પન્ન થયેલા જેટલા ચિત્તના સન્તુષ્ટ પરિણામો છે તે બધા જ બિંબના નિર્માણકાર્યનાં કારણ છે. તેથી ઉચિત ઉત્સાહ મહાન છે.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે ઉપર જણાવ્યા મુજબ વિધિપૂર્વક શ્રી જિનબિંબ ભરાવવાથી બંનેના ચિત્તનો નાશ થતો નથી. જેમ જેમ બિબ ભરાવવાનું કાર્ય આગળ આગળ ચાલવા માંડે છે તેમ તેમ બિંબ ભરાવનારને ચિત્તમાં સન્તોષ (પ્રીતિ-વિશેષ) ઉત્પન્ન થાય છે. એ બધા જ ચિત્તપરિણામો બિંબની નિર્મિતિમાં કારણ બને છે. કારણ કે તાત્ત્વિક રીતે તે પરિણામોથી જ બિંબ ભરાવવાના કાર્યની સમાપ્તિ થાય છે. બિંબ કરાવવા સ્વરૂપ સાધ્ય-ફળની પ્રાપ્તિ, એ ચિત્તના સન્તોષોથી થાય છે. ભાવને અનુરૂપ ફળ પ્રાપ્ત થતું હોવાથી અહીં પ્રીતિવિશેષ
GgUC/SgDC///NCS
guddugg|| Gu
Page #21
--------------------------------------------------------------------------
________________
સાનુબન્ધ (ઉત્તરોત્તર વૃદ્ધિમત) કરવો જોઈએ. જે ઉત્સાહથી કાર્યનો આરંભ કર્યો હતો તેની અપેક્ષાએ કાર્યની સમાપ્તિ સુધી એ ઉત્સાહ વધતો રહેવો જોઈએ. કામ શરૂ કર્યું છે તો હવે પતાવો'...ઈત્યાદિ રીતે ઉત્સાહભર્શ થવો ના જોઈએ. અન્યથા બિંબનિર્માણાદિ કાર્યમાં ભલીવાર નહિ રહે. આથી સમજી શકાશે કે કાર્યની સિદ્ધિમાં ઉચિત ઉત્સાહ (ચિન્તના સન્તોષાત્મક પરિણામ)નું પ્રાધાન્ય છે. ઔદાર્ય અને ધૈર્ય વગેરે ગુણો ન હોય તો ચિત્તનો ઉત્સાહ જાળવવાનું ખૂબ જ કઠિન છે. લોકોત્તર અનુષ્ઠાનો તાત્ત્વિક રીતે ઉત્સાહને લઈને પરમનિર્જરાનાં કારણ બને છે. પ-૧૨ા
ચિત્તનો વિનાશ નહિ કરવાનું જણાવવા પાછળ જે આશય છે, તેને સ્પષ્ટ કરાય છે
तत्कर्तरि च याऽप्रीतिस्तत्त्वत: सा जिने स्मृता । पूर्या दौहृदभेदास्तज्जिनावस्थात्रयाश्रयाः ॥५-१३॥
“શ્રી જિનબિંબના કર્તા(નિર્માતા) શિલ્પીને વિશે જે અપ્રીતિ છે; તે વાસ્તવિક રીતે શ્રી જિનેશ્વરદેવસિમ્બન્ધી જ જાણવી અથ એવી અપ્રીતિના પરિવાર માટે પ્રયત્ન કરવો જોઈએ. તેમ જ શિલ્પીને તેની ત્રણ અવસ્થાને લઈને ઉત્પન્ન થયેલા મનોરથો ખરેખર તો શ્રી જિનની જ અવસ્થાત્રયને લઈને તે મનોરથો છે-એમ માનીને પૂર્ણ કરવા જોઈએ.” આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે-શ્રી વીતરાગપરમાત્માના પરમતારક બિબને કરનાર શિલ્પીને વિશે કોઈ પણ કારણસર અપ્રીતિ થાય તો તે દેખીતી રીતે શિલ્પીના કારણે થયેલી દેખાતી હોવા છતાં ખરી રીતે તો તે પરમાત્માને ઉદ્દેશીને જ થયેલી માનવી જોઈએ. એ અપ્રીતિ
g]DF\DEDS|D]D]D
E
?
Page #22
--------------------------------------------------------------------------
________________
સર્વ અપાયોનું કારણ હોવાથી તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી ષોડશકપ્રકરણમાં (૭-૭) એના અનુસંધાનમાં જણાવ્યું છે કે- "શિલ્પીને વિશે કરાયેલી અપ્રીતિ પણ પરમાર્થથી ભગવાન શ્રી જિનેશ્વરદેવને વિશે જાણવી. આ અપ્રીતિ સર્વ અપાયનું નિમિત્ત છે. તેથી પાપસ્વરૂપ આ અપ્રીતિ કરવી નહિ.” તેથી શિલ્પીને વિશે થતી અપ્રીતિ સર્વથા પરિહાર(ત્યાગ) કરવા યોગ્ય છે. શિલ્પી પ્રત્યે અપ્રીતિ તો કરવી જ નહિ'-એ પ્રમાણે જણાવી ઉત્તરાર્ધથી તેને પ્રીતિ થાય એ પ્રમાણે કરવાનું જણાવ્યું છે.
એનો આશય એ છે કે પ્રતિમાજીનું નિર્માણકાર્ય કરતી વખતે શિલ્પીને જે જે વિશિષ્ટ મનોરથો થાય છે તે મનોરથો વિના વિલંબે પૂર્ણ કરવા જોઈએ. સામાન્યથી પ્રતિમાજીનો નિર્માતા શિલ્પી બાલ, કુમાર અને યુવાન હોય છે. તેને પોતાની અવસ્થાનુસાર રમકડાથી રમવાની, મિત્રોની સાથે હરવા-ફરવાની અને ભોજનવિશેષ... વગેરેની ઈચ્છા થાય - એ બનવાજોગ છે. એ ઈચ્છાઓને તુરત જ પૂરી કરી દેવાનું ખાસ ધ્યાન રાખવું. એ વખતે બાલાદિ અવસ્થા શિલ્પીની છેએમ માન્યા વિના પરમાત્માની જ એ ત્રણ અવસ્થા સમજીને પરમાત્માની જ ઈચ્છાને આપણે પૂર્ણ કરી રહ્યા છીએ-એમ સમજવું. એ અવસ્થાત્રયનું પ્રતિમાજમાં ઉભાવન કરી મનમાં ઉત્પન્ન થયેલા એ શિલ્પીના મનોરથો; રમકડાં વગેરે આપવા વડે વિલંબ વિના પૂર્ણ કરવા જોઈએ. અન્યથા શિલ્પીની તે તે ઈચ્છાઓ પૂર્ણ નહિ થવાના કારણે તેને અપ્રસન્નતા પ્રાપ્ત થશે. જેથી પરિણામે પ્રતિમાજી ભરાવવાનું કાર્ય બગડશે. તેથી શિલ્પીના મનોરથો શિલ્પીના નથી પરંતુ શ્રી જિનેશ્વરદેવની અવસ્થાયને (બાલ-કુમાર-યુવાના
DEEDS|D]D]D]BY ONESIDDDDDDD
પ/d/ 0B/S૧૯dddddB/S
Page #23
--------------------------------------------------------------------------
________________
વસ્થાત્રયને) આશ્રયીને પ્રતિમાજીમાં ઉભાવન કરાયેલી અવસ્થાત્રયના જ એ મનોરથો છે એમ માનીને તે પૂર્ણ કરવા જોઈએ. આ રીતે કરવાથી જ ભગવાન પ્રત્યેની ભક્તિનો પ્રર્ષ સંગત થાય છે.
એ પ્રમાણે શ્રી ષોડશકપ્રકરણમાં કહ્યું પણ છે કે-“અધિક ગુણવાળા એવા પરમાત્મા સંબધી શિલ્પીને પોતાને થયેલા જે મનોરથો છે; તેનાથી યુતિ એટલે કે તેને પૂરા કરવા દ્વારા ચોક્કસપણે ન્યાયથી પ્રાપ્ત થયેલા ધનથી નિર્મળ અન્તઃકરણે શ્રી જિનબિંબ કરાવવું જોઈએ. (૭-૮) અહીં શ્રી જિનબિંબ કરાવવાના પ્રસંગે બાલાદિ અવસ્થાત્રણને અનુસરનારા મનોરથો વિદ્વાનોએ કહ્યા છે. શિલ્પીના ચિત્તમાં ઉદ્ભવેલા એ બાલાદિ અવસ્થાનુરૂપ મનોરથો હોય તેથી તે ઈચ્છાઓની પૂર્તિ માટે રમકડાં વગેરે આપવાં જોઈએ.” (૭-૯)
આ રીતે ઉપયોગપૂર્વક શિલ્પીની તે તે ઈચ્છાઓને પૂર્ણ કરવાથી ચોક્કસ જ કાર્યની સિદ્િધ થાય છે. ચાલુ વ્યવહારમાં પણ જેમની પાસેથી કામ લેવાનું છે તે કાર્યકરોની તે તે જરૂરિયાત અંગે ખૂબ જ ઉપયોગપૂર્વક ધ્યાન આપીએ અને તેઓને તે અંગે કહેવાની જરૂર જ ન પડે તો તે કાર્યકરો આપણું કામ સર્વર અને સરસ કરી આપે છે- એ આપણે નજરે જોઈએ છીએ. તેથી પ્રતિમાજી ભરાવતી વખતે એ રીતે ધ્યાન રાખી શિલ્પીને ખુશ રાખવો જોઈએ-એ પરમાર્થ છે. પ-૧૩.
શ્રી જિનબિંબ કરાવતી વખતે જે વિશેષ વિધિ કરવાનો છે તે જણાવાય છે
स्ववित्तस्थेऽन्यवित्ते तत्पुण्याशंसा विधीयते । मन्त्रन्यासोऽर्हतो नाम्ना स्वाहान्तः प्रणवादिकः ॥५-१४॥
DDDDDDDDD GUICIDGE GEOGS
DHD]D]DDEDGUD gggggSONGS
Page #24
--------------------------------------------------------------------------
________________
“પોતાના ધનમાં ગમે તે રીતે બીજાનું ધન હોતે છતે તે વ્યક્તિને તેના પ્રમાણમાં પુણ્ય પ્રાપ્ત થાઓ-આવી ઈચ્છા સ્વરૂપ આશંસા, પ્રતિમાજી ભરાવતી વખતે કરાય છે. શ્રી અરિહન્ત પરમાત્માના નામ સાથે ૩ છે શરૂઆતમાં જેના અને સ્વાહા છે અન્તમાં જેના એવો મન્વન્યાસ કરાય છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રતિમાજી ભરાવવા માટે ન્યાયોપાત્ત સ્વદ્રવ્યનો ઉપયોગ કરવાનો છે. કોઈ કારણે એ ધનમાં જો પરધન આવી ગયું હોય તો આ પ્રતિમાજીના નિર્માણકાર્યથી તે ધનના સ્વામી (બીજા)ને પણ પુણ્ય પ્રાપ્ત થાઓ : આવી ઈચ્છા રાખવી જોઈએ. આ રીતે પોતાના ધનમાં પ્રવેશેલા(આવી ગયેલા) બીજાના ધનથી પુણ્ય કરવાની ઈચ્છાનો અભાવ હોવાથી, ન્યાયથી ઉપાલું ધન ભાવશુદ્ધ બને છે. શ્રી ષોડશકપ્રકરણમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે-“અહીં પ્રતિમાજીના નિર્માણમાં જે સ્વરૂપે જેટલા પ્રમાણમાં જેનું વિત્ત(ધન) મારા વિત્તમાં જાણે-અજાણે આવી ગયું છે, તે પુરુષને તેટલા પ્રમાણમાં, પ્રતિમાજીના નિર્માણથી ઉત્પન્ન થયેલું પુણ્ય પ્રાપ્ત થાઓ!-આ પ્રમાણે શુભાશય કરવાથી પ્રતિમાજીના નિર્માણ માટેનું ન્યાયપ્રાપ્ત વિત્ત ભાવશુદ્ધ બને છે. (૭-૧૦)” આવા ભાવશુદ્ધ સ્વદ્રવ્યથી પ્રતિમાજીનું નિર્માણકાર્ય કરાવવું.
તેમ જ અધિકૃત (કોઈ એક) શ્રી તીર્થંકરપરમાત્માનું નામ જેના મધ્યભાગમાં છે અને ૩ તથા સ્વાહા અનુક્રમે જેના પ્રારંભે અને પ્રાન્ત છે એવો ( 2ષમા સ્વાદ...ઈત્યાદિ) મન્નન્યાસ કરવો જોઈએ. કારણ કે મનન કરવા માત્રથી રક્ષા કરતો હોવાથી તે જ
DEEDED]DDED A SPEEDIEND|D]DS|D
Page #25
--------------------------------------------------------------------------
________________
પરમમન્ત્ર છે. આ વાત શ્રી ષોડશપ્રકરણમાં નીચે મુજબ જણાવી છે. શ્રી જિનબિંબમાં મન્વન્યાસ કરવો. ૐ નમઃ પૂર્વક શ્રી વીતરાગ પરમાત્માનું જે નામ છે તે પરમમન્ત્ર જાણવો. કારણ કે તેથી નિયમે કરી મનન (જ્ઞાન) અને ત્રાણ (રક્ષા) થાય છે. (૭-૧૧) આથી સ્પષ્ટ છે કે ૐ નમ: ૠષમાય...ઈત્યાદિ પણ મન્વન્યાસ કરી શકાય છે. શ્રી ષોડશપ્રકરણનો પાઠ મન્વન્યાસમાત્રના સંવાદ માટે અહીં જણાવ્યો છે. ।।૫-૧૪||
શ્રી જિનબિંબ સુવર્ણ, રત્ન કે પાષાણાદિનું બનાવીએ તો તેમ જ મોટું કે નાનું વગેરે રીતે બનાવીએ તો વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે કે સામાન્યથી પરિણામની વિશેષતાએ ફળવિશેષની પ્રાપ્તિ થાય છેઆ શંકાના સમાધાન માટે જણાવાય છે
हेमादिना विशेषस्तु न बिंबे किन्तु भावतः । चेष्टा स शुभो भक्त्या तन्त्रोक्तस्मृतिमूलया ॥५- १५॥ ‘‘સુવર્ણ વગેરેના કારણે શ્રી જિનબિંબમાં કોઈ વિશેષ નથી; પરન્તુ ભાવ-પરિણામના કારણે વિશેષ છે. આગમોક્તવચનના સ્મરણપૂર્વકની ભક્તિથી કરાતી પ્રવૃત્તિના કારણે એ ભાવ શુભ થાય છે.’’આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સામાન્ય રીતે સુવર્ણ, રત્ન વગેરેનાં પ્રતિમાજી બનાવવામાં આવે કે પછી પાષાણાદિનાં પ્રતિમાજી બનાવવામાં આવે તેમ જ નાનાં કે મોટાં પ્રતિમાજી બનાવવામાં આવે તેથી કોઈ વિશેષ ફળની પ્રાપ્તિ થતી નથી. એવા પ્રકારની કોઈ વિશેષતા પ્રતિમાજીમાં નથી કે જેથી ફળવિશેષની પ્રાપ્તિ થાય. પરન્તુ ભાવવિશેષથી આત્માને વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.
DEEEEEEEE
DUDH
૨૨
DEEEEEE ED UUU/ U]
Page #26
--------------------------------------------------------------------------
________________
એ આત્મપરિણામસ્વરૂપ ભાવવિશેષ; ભક્તિના પ્રભાવે આગમવચનના સ્મરણના કારણે થનારી પ્રવૃત્તિથી શુભ બને છે. ભક્તિ, બહુમાન, વિનય અને પૂજા વગેરે આગમવચનના સ્મરણમૂલક હોય છે. આશય એ છે કે પરમાત્મા પ્રત્યેની ભક્તિથી તેમ જ તેઓશ્રીની પ્રત્યેના બહુમાનાદિથી પરમાત્માનાં પરમતારક પ્રતિમાજી
ભરાવતી વખતે જે ફળવિશેષ પ્રાપ્ત થાય છે તે, સુવર્ણાદિની વિશેષતાને લઈને પ્રાપ્ત થતું નથી. પરંતુ તે વખતના શુભ ભાવથી તે પ્રાપ્ત થાય છે. પરમાત્માની પ્રત્યેના ભક્તિબહુમાનાદિ ભાવો આગમવચનના અનુસરણથી જ પ્રાપ્ત થાય છે અથ આગમવચનના અનુસરણમૂલક એ ભક્તિબહુમાનાદિ ભાવો છે અને તેથી આગમોતના સ્મરણપૂર્વકની તે તે પ્રવૃત્તિના કારણે ભાવ શુદ્ધ બને છે. આથી સમજી શકાશે કે ભાવથી શૂન્ય માત્ર બાટ્યવિશેષને લઈને ફળવિશેષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ ભાવને લઈને જ પ્રતિમાજીના બાદ્યવિશેષ કોઈ વાર ફળવિશેષનું કારણ બને છે.
શ્રી ષોડશપ્રકરણમાં એ અંગે જણાવતાં ફરમાવ્યું છે કે-“શ્રી જિનબિંબ મોટું સુંદર આકૃતિવાળું કે સુવર્ણાદિનું હોય એમાં જે બાદ્યવિશેષ છે, તેથી જ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. વિશિષ્ટ ફળની પ્રાપ્તિ તો આશયવિશેષના કારણે થાય છે.” (૭-૧૨) નિરન્તર આગમને અનુસરનારો, આગમને અનુસરનારાઓ પ્રત્યેની ભકિત વગેરે લિગોથી જણાતો અને તે તે કાર્ય કરતી વખતે આગમના સ્મરણથી યુક્ત જે આશય હોય છે તેને પ્રશસ્ત આશય કહેવાય છે.” (૭-૧૩). ૫-૧પ
ઉપર જણાવેલા આશયવિશેષથી અને તેના અભાવથી કરાવાતા
| D|DF\ D]EFEEEEEE_G \U[D]D] \L\ D\L\D Oddld6GBS૨૩ki/SSSSSSS
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનબિંબના નામમાં અને ફળમાં જે વિશેષ (ફરક) છે; તે જણાવાય છે
लोकोत्तरमिदं ज्ञेयमित्थं यद्बिम्बकारणम् । मोक्षदं लौकिकं चान्यत् कुर्यादभ्युदयं फलम् ॥५-१६।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે આ પ્રમાણે આગમમાં કહેલ વિધિના સ્મરણથી યુક્ત પ્રવૃત્તિથી શુદ્ધ એવા આશયથી જે બિંબ ભરાવવામાં આવે છે તે લોકોત્તર કોટિનું અને મોક્ષને આપનારું જાણવું. આનાથી વિપરીત અશુદ્ધ પ્રવૃત્તિથી અશુદ્ધ એવા આશયથી જે બીજું બિંબ ભરાવાય છે તે લૌકિક કોટિનું અને અભ્યદય ખ્યાતિ વગેરે) ફળને કરવાવાળું જાણવું.
યદ્યપિ લોકોત્તર કોટિનું જે બિબ ભરાવાય છે તેનું ફળ મોક્ષ અને અભ્યદય પણ છે, પરંતુ લોકોત્તર સ્થળે તે અભ્યય ફળ આનુષગિક છે અને લૌકિક સ્થળે અભ્યદય ફળ મુખ્ય છે, ત્યાં મોક્ષસ્વરૂપ ફળ તો મળતું જ નથી. આટલો ફરક તે બેમાં છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે –
“આવી રીતે શુદ્ધ આશયથી જે જિનબિંબ કરાવાય છે, તેને શાસ્ત્રના જાણકારો લોકોત્તર અર્થ આગમાનુસારી તરીકે જણાવે છે. આશયવિશેષથી કરાવાતા શ્રી જિનબિંબને છોડીને અન્ય રીતે જે શ્રી જિનબિંબ કરાવાય છે. તે લૌકિક છે અને એનાથી અભ્યદયની પ્રાપ્તિ થાય છે.” (૭-૧૪)
“પરમપ્રકૃe (છેલ્લું) ફળને આશ્રયીને લોકોત્તર અનુષ્ઠાન નિર્વાણ-મોક્ષસાધક છે અર્થાદ લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. આનુષંગિક રીતે લોકોત્તર અનુષ્ઠાનનું પરમ (શ્રેષ્ઠ) અભ્યદય પણ
DDDDDDDDED
GDEDD]D]D]D]D]D,
DOSONGSGGg/ST/SLR
Page #28
--------------------------------------------------------------------------
________________
ફળ છે.” (૭-૧૫)
આથી સમજી શકાશે કે લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે અને આનુષંગિક રીતે અભ્યદય ફળ છે. ગ્રન્થકાર પરમર્ષિએ આનુષગ્નિક ફળનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે મુખ્ય ફળ સ્વરૂપ ઉદ્દેશ્યની સિદ્ધિ પ્રસંગે જેની ઉત્પત્તિ ટાળી શકાતી નથી, તેને આનુષગિક કહેવાય છે. લોકોત્તર તે તે અનુષ્ઠાનોનો મુખ્ય ઉદ્દેશ્ય મોક્ષ છે. પરંતુ તે તે અનુષ્ઠાનો તે ઉદ્દેશ્યથી કરતી વખતે કાલાદિના પરિપાક સ્વરૂપ કારણસામગ્રીના અભાવે જ્યારે મોક્ષની સિદ્ધિ ન થાય ત્યારે જે પુણ્યબન્ધ થાય છે અને તેના વિપાક(ફળ)સ્વરૂપે જે અભ્યદય પ્રાપ્ત થાય છે; તેના અવર્જનને અનુષજ્ઞ કહેવાય છે. લોકોત્તર અનુષ્ઠાનસ્થળે મોક્ષનો ઉદ્દેશ હોવાથી શ્રેષ્ઠ કોટિનો અભ્યય અનુષગથી પ્રાપ્ત થાય છે. લૌકિક અનુષ્ઠાનો સ્થળે તો મોક્ષનો તેવો ઉદ્દેશ ન હોવાથી અભ્યદય મુખ્ય રીતે પ્રાપ્ત થાય છે અને મોક્ષનો ઉદેશ જ ન હોવાથી તેને પ્રાપ્ત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.
૧પ-૧૬ શ્રી જિનબિંબ ભરાવવાના વિધિનું વર્ણન કરીને હવે તેની પ્રતિષ્ઠાસંબન્ધી વિધિનું વર્ણન કરાય છે
इत्थं निष्पन्नबिम्बस्य प्रतिष्ठाप्तैस्त्रिधोदिता । दिनेभ्योऽर्वाग् दशभ्यस्तु व्यक्तिक्षेत्रमहाह्वयाः ॥५-१७॥
પૂર્વે જણાવેલા વિધિથી તૈયાર કરાવેલ શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા દશ દિવસની અંદર કરાવવાનું જણાવાયું છે. આપ્તપુરુષોએ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા વર્ણવી છે. એક વ્યક્તિનામની, બે ક્ષેત્રનામની અને ત્રણ મહીનામની અદ્ર વ્યક્તિ પ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને
D]D]D]DD]DE
N IEND|DF D]S|DF\SqD
Page #29
--------------------------------------------------------------------------
________________
મહાપ્રતિષ્ઠા : આ ત્રણ પ્રકારવાળી પ્રતિષ્ઠા છે.'-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ સ્પષ્ટ છે કે વિખ્યૉરત:' - આ ષોડશકપ્રકરણના વચન મુજબ દશ દિવસની અંદર પૂર્વોક્ત વિધિ મુજબ ભરાવેલ શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ. શિષ્ટ પુરુષોએ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા વર્ણવી છે. જેઓશ્રીનું તીર્થ પ્રવર્તતું હોય તે પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માના બિબની પ્રતિષ્ઠાને પહેલી
વ્યક્તિપ્રતિષ્ઠા કહેવાય છે. અષભાદિ શ્રી ચોવીશ તીર્થંકર પરમાત્માનાં બિંબોની પ્રતિષ્ઠાને બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે અને સર્વક્ષેત્રોની અપેક્ષાએ એકસો સિત્તેર જિનનાં પરમતારક બિંબોની પ્રતિષ્ઠાને ત્રીજી મહાપ્રતિષ્ઠા કહેવાય છે. આ વાતને જણાવતાં શ્રી ષોડશક પ્રકરણમાં નીચે જણાવ્યા મુજબ જણાવ્યું છે.
એક વ્યક્તિપ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. જે કાળે જે શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન પ્રવર્તતું હોય તે કાળે તે શ્રી તીર્થંકર પરમાત્માની જે જે પ્રતિષ્ઠા કરાય છે તેને આગમના જાણકારો પહેલી વ્યક્તિપ્રતિષ્ઠા કહે છે. (૮-૨)”
શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકરપરમાત્માની પ્રતિષ્ઠાને મધ્યમ (બીજ)ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે અને એકસો સિત્તેર શ્રી તીર્થંકર પરમાત્માની પ્રતિષ્ઠાને છેલ્લી (ત્રીજી) મહાપ્રતિષ્ઠા કહેવાય છે. (૮-૩)”. પ-૧ળા
પ્રતિષ્ઠાનું સ્વરૂપ જણાવાય છેदेवोद्देशेन मुख्येयमात्मन्येवात्मनो धियः । स्थाप्ये समरसापत्तेरुपचाराद् बहिः पुनः ॥५-१८॥
GjDDGET|TET|DnDGE STD]D]D]]D]D]DED ////NEWS/GSEB/SEUMSળે OSMS
Page #30
--------------------------------------------------------------------------
________________
આશય એ છે કે અહીં પ્રતિષ્ઠાના સ્વરૂપમાં પ્રશ્ન એ થાય છે કે આ પ્રતિષ્ઠા શું છે ? જે મોક્ષસ્વરૂપને પામ્યા છે એવા મુખ્યદેવવિશેષની પ્રતિષ્ઠા કરાય છે કે પછી સંસારમાં રહેલા દેવવિશેષની પ્રતિષ્ઠા કરાય છે ? આ બે વિકલ્પમાં પ્રથમ વિકલ્પ માની શકાય એવો નથી. કારણ કે જેઓશ્રી મોશે પહોંચ્યા છે; તેઓશ્રીને મન્નસંસ્કારથી અહીં લાવી શકાય એમ નથી. મન્નાદિના પ્રયોગથી તેઓ અહીં આવે તો તેઓ મુક્ત થયા છે એમ મનાશે નહિ. આવી જ રીતે બીજો વિકલ્પ પણ માની શકાય એમ નથી. કારણ કે સંસારમાં રહેલા દેવવિશેષનું સનિધાન; કોઈ વાર હોય તોપણ કાયમ માટે શક્ય નહીં બને. તેથી બીજા વિકલ્પમાં પણ અનુપપત્તિ છે જ. તેથી પ્રતિષ્ઠા કોને કહેવાય છે : આ પ્રશ્નના સમાધાન માટે હવે પ્રતિષ્ઠાનું સ્વરૂપ અઢારમા શ્લોકથી જણાવ્યું છે.
મુખ્યદેવને (મોક્ષે ગયેલા શ્રી વીતરાગપરમાત્માને) ઉદ્દેશીને પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિની આત્મામાં(પોતામાં) જે સ્થાપના છે તે મુખ્ય પ્રતિષ્ઠા છે, કારણ કે તેથી શ્રી વીતરાગપરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. શ્રી જિનાલયમાં જે પ્રતિષ્ઠા કરાય છે તે ઔપચારિક છે.” આ પ્રમાણે અઢારમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે મુખ્ય (મુફત, અસંસારી) દેવને ઉદ્દેશીને(ઉદ્દેશ્ય બનાવીને) પ્રતિષ્ઠા કરાવનારમાં જ, શ્રી વીતરાગત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ અને સિદ્ધત્વ વગેરે ગુણોનું અવગાહન કરનારી પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિસ્વરૂપ ભાવની જે સ્થાપના છે તે મુખ્ય પ્રતિષ્ઠા છે. “શ્રી વીતરાગપરમાત્મામાં જે ગુણો છે; તેઓશ્રીનું જે શુદ્ધ સ્વરૂપ છે, એવા જ ગુણો અને એવું જ સ્વરૂપ મારા આત્મામાં
GEEEEEEEEEEEEED. STDDDDDDDDDSDED
Page #31
--------------------------------------------------------------------------
________________
અને મારું છે...... આવા પ્રકારની બુદ્ધિને વીતરાગત્વાદિગુણાવાહિની બુદ્ધિ કહેવાય છે, જે પરમાત્માની સાથે પોતાના આત્માના અભેદનું અવગાહન કરે છે. હું જ પરમાત્મા છું' - આવા પ્રકારનો, પરમાત્માને ઉદ્દેશ્ય બનાવીને જે ભાવ પ્રગટે છે તે ભાવની પોતાના આત્મામાં જે સ્થાપના છે, તેને ઉપચારથી રહિત એવી મુખ્ય-તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાય છે. કારણ કે પ્રતિષ્ઠા શબ્દનો અર્થ અહીં બાધિત નથી. (અર્થાત્ સંગત છે.) આગમને અનુસરી સ્વભાવની જ સ્થાપનાને પ્રતિષ્ઠા કહેવાય છે. હું તે જ વીતરાગ છું આવા અભેદભાવસ્વરૂપ સ્વભાવની જ અહીં પોતાના આત્મામાં સ્થાપના છે. તેથી આ મુખ્ય પ્રતિષ્ઠા છે.
આ વાતને જણાવતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે “મુખ્ય દેવતાને ઉદ્દેશીને પોતાના ભાવનું જ આગમના અનુસારે સારી રીતે પોતાના આત્મામાં જ જે સ્થાપન કરાય છે તે અહીં પ્રતિષ્ઠા છે.” આથી સમજી શકાશે કે પોતાના તેવા પ્રકારના ભાવના વિષય સ્વરૂપ મુખ્ય દેવતાની પોતાના આત્મામાં જ આગમમાં જણાવેલી રીતે જે સ્થાપના છે; તેને પ્રતિષ્ઠા કહેવાય છે. એ સિવાય બીજી કોઈ જ પ્રતિષ્ઠા નથી. આ વિષયમાં અધિક જાણવાની ઈચ્છા હોય તો આઠમા ષોડશમાં જોવું.
ઉપર જણાવ્યા મુજબ સ્વભાવની સ્થાપનાને જ અહીં મુખ્ય પ્રતિષ્ઠા કહેવાય છે. એનું એ પણ એક કારણ છે કે એવી પ્રતિષ્ઠાથી સ્થાપ્ય એવા શ્રી વીતરાગપરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માના શુદ્ધ સ્વરૂપ જેવું જ શુદ્ધ સ્વરૂપ જ્યારે આપણું આવિર્ભત થાય છે ત્યારે આપણને સમરસાપત્તિ પ્રાપ્ત થાય
D]D]]D]D]D]S|D
D]D]DDDDDED. GEOGROUGCSC/SC/ST
Page #32
--------------------------------------------------------------------------
________________
છે. આવી સમરસાપત્તિમાં ઉપર જણાવેલી પ્રતિષ્ઠા કારણ બને છે. તેથી તે મુખ્ય ઉપચાર વિનાની (તાત્ત્વિક) પ્રતિષ્ઠા મનાય છે.
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન સ્વરૂપ અગ્નિની (દાહાનુકૂલ) ક્રિયા વડે જેનો કર્મમલ બળી ગયો છે એવા આત્માને શ્રી વીતરાગપરમાત્માના શુદ્ધ આત્મતત્ત્વ સ્વરૂપ સુવર્ણભાવ (સિદ્ધકાંચનતા)ની પ્રાપ્તિ થાય છે, જેને સમરસાપત્તિ કહેવાય છે. આત્માનું આ રીતે પરમાત્મભાવમાં પ્રતિસ્થાપન થવાથી પરમપ્રતિષ્ઠા સ્વરૂપ સમરસાપત્તિ છે અને તેનો હેતુ ઉપર જણાવ્યા મુજબની સ્વમાં સ્વભાવની સ્થાપના સ્વરૂપ મુખ્ય પ્રતિષ્ઠા છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે – ‘જેથી પોતાના આત્મામાં પરમાત્માનું સ્થાપન કરવું-એ પરમ સમરસાપત્તિનું કારણ છે; બાહ્ય બિંબની સાથે પણ એ રીતે ઉપચારથી પરમાત્માનું સ્થાપન કરવું-એ પરમ સમરસાપત્તિનું કારણ બને છે. તેથી આ રીતે પોતાના આત્મામાં જ કરાતી નિજભાવની પ્રતિષ્ઠા મુખ્ય-તાત્ત્વિક જાણવી.’’ (૮-૫) “તે ભાવસ્વરૂપ રસેન્દ્રથી પુણ્યાનુબન્ધી પુણ્યસંપત્તિ (મહોદય)નો લાભ થવાથી કાલાન્તરે જીવસ્વરૂપ તાંબુ; પ્રકૃષ્ટ અને અપ્રતિત એવા સિદ્ધભાવ સ્વરૂપ સુવર્ણપણાને પ્રાપ્ત કરે છે.” (૮-૮) “વચન એટલે આગમ (શાસ્ત્ર); એ વચનસ્વરૂપ અગ્નિના પ્રયોગથી કર્મસ્વરૂપ ઈન્ધનનો દાહ થવાથી જે કારણે આ સિદ્ધકાંચનતા થાય છે; તેથી અહીં ભાવિધિમાં શાસ્ત્ર મુજબ કરાયેલી પ્રતિષ્ઠા પણ સફળ છે.'' (૮-૯)
ઉપર જણાવ્યા મુજબ સ્વમાં સ્વભાવની જ પ્રતિષ્ઠા ગણાતી હોય તો તે પ્રતિષ્ઠા કરાવનારમાં જ હોવાથી ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત
DOB UuUDDDOD
૨૯
BEDDE
UGU
Page #33
--------------------------------------------------------------------------
________________
છે...’ ઈત્યાદિ વ્યવહાર કઈ રીતે સંગત થશે અને તે પ્રતિમા પૂજાદિ ફળની પ્રત્યે પ્રયોજકકઈ રીતે બનશે ? કારણ કે અહીં પ્રતિષ્ઠા, આત્મામાં આત્મસ્વભાવની જ થઈ છે. પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ નથી - આવી શંકાનું સમાધાન કરવા માટે ‘ઉપચારાત્ દિ: પુન:' આવો પાઠ અઢારમા શ્લોકમાં છે. એનો આશય એ છે કે બહાર પ્રતિમાજીમાં પણ ઉપચારથી આ પ્રતિષ્ઠા કરાય છે. શ્રી ષોડશક પ્રકરણમાં આઠમા ષોડશકની ચોથી ગાથાની વૃત્તિમાં જણાવ્યું છે કે - બાહય શ્રી જિનબિંબની જે પ્રતિષ્ઠા છે તે બહાર, પોતાના ભાવના ઉપચાર દ્વારા બીજાઓ માટે પૂજ્યતાનું સ્થાન બને છે. “પ્રતિષ્ઠા કરાવનારે જે મુખ્યદેવતાને ઉદ્દેશ્ય બનાવીને પોતાના આત્મામાં પોતાના ભાવની પ્રતિષ્ઠા કરી હતી તે જ આ મુખ્યદેવતા-શ્રી વીતરાગપરમાત્મા છે.' આવો ઉપચાર બહાર પ્રતિમામાં ભક્તિથી યુક્ત એવા વિદ્વાન પુરુષો કરતા હોય છે અને તેથી તે પ્રતિમાજીની પૂજાદિથી તેઓ ફળને પ્રાપ્ત કરે છે. આ રીતે બાહ્ય પ્રતિષ્ઠા ફળની પ્રત્યે પ્રયોજિકા બને છે.
આ રીતે પ્રતિષ્ઠા કરાવનારના ભાવના વિષયભૂત પરમાત્માના અભેદનું (તે જ આ વીતરાગપરમાત્મા છે) પરમાત્માની પ્રતિમામાં જે અવગાહન થાય છે, તેવા પ્રકારના અધ્યવસાયવિશેષથી જ પ્રતિમાજીના પ્રતિષ્ઠિતત્વના જ્ઞાન દ્વારા પૂજાદિનું ફળ પ્રાપ્ત થાય છે. પરન્તુ તે અધ્યવસાયનો નાશ થયે છતે પ્રતિમાજીના પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન ન થવાથી પ્રતિમાજીમાં અપ્રતિષ્ઠિતત્વ માનવાનો પ્રસંગ આવશે અને તેથી તેની પૂજાદિથી ફળના અભાવનો પ્રસઙ્ગ આવશે... આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે તેવા અધ્યવસાયનો નાશ થવા
WEDNESD DDDDDDUDDE
૩૦
DDDDDDDD
Page #34
--------------------------------------------------------------------------
________________
છતાં તે અધ્યવસાયથી ઉત્પન્ન થયેલ ઉપચરિત (ઉપચારયુક્ત) સ્વભાવવિશેષનો નાશ થતો નથી અર્થ એ ઉપચરિત સ્વભાવવિશેષને લઈને પ્રતિમાજીમાં અપ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર નહિ થાય અને તેથી પૂજાદિના ફળની અનુપપત્તિ પણ નહિ થાય. આશય એ છે કે ઉપચરિત સ્વભાવ બે પ્રકારનો છે. સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ અને ઔપાધિક ઉપચરિત સ્વભાવ. પ્રતિમાજીમાં સર્વજ્ઞ અને સર્વદર્શીપણાનો જે ઉપચાર કરાય છે તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે. સ્વભાવભૂત સ્વતત્ત્વનો જે ઉપચાર કરાય છે તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે અને તેનાથી ભિન્ન ઉપાધિવિશેષને લઈને વિભાવભૂતતત્ત્વનો જે ઉપચાર કરાય છે તે પાધિક ઉપચરિતસ્વભાવ છે. આ બીજો ઉપચરિત સ્વભાવ અનેક પ્રકારનો છે. અહીં પ્રતિમાજીમાં સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ હોવાથી તેનો નાશ નહિ થાય. તેથી પ્રતિમાજીના અપ્રતિષ્ઠિતત્વાદિનો પ્રસંગ નહિ આવે. ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. I૫-૧૮
અહીં નિજભાવની જ પ્રતિષ્ઠા હોવાથી મુખ્યદેવતાનું સનિધાન નથી ? તેથી પ્રતિમાજીની પૂજાદિથી ફળ કઈ રીતે મળશે ? આવી શંકાનું સમાધાન કરાય છે
प्रतिष्ठितत्वज्ञानोत्थसमापत्त्या परेष्वपि ।। फलं स्याद् वीतरागाणां सन्निधानं त्वसम्भवि ॥५-१९॥
“આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે... ઈત્યાદિ જ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલી સમાપત્તિથી; પ્રતિમાજીની પૂજાદિને કરનારાઓને પણ ફળ પ્રાપ્ત થતું હોય છે. શ્રી વીતરાગપરમાત્માનું સનિધાન તો સંભવતું
EDIUQDTATEGDDED
Page #35
--------------------------------------------------------------------------
________________
નથી.”આ પ્રમાણે આગણીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે દરેક પૂજા કરનારને પ્રતિષ્ઠા જોયેલી ન હોવાથી પ્રતિમાજીમાં ઉપર જણાવ્યા મુજબ પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન હોતું નથી. પરન્તુ પોતાની પૂર્વેના પૂજાદિને કરનારાને જોઈને પ્રતિષ્ઠિતત્વનું તેઓ અનુસધાન કરી લે છે. આ પ્રતિષ્ઠિતત્વના પ્રતિસન્ધાનથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં અવિસંવાદિવસનો પ્રત્યે આદર જાગે છે અને ભગવાન પ્રત્યે બહુમાન જન્મે છે. શ્રી વીતરાગપરમાત્માની મૂર્તિ જોઈને તેઓશ્રીનાં પરમતારક અવિસંવાદિ વચનોનું અનુસ્મરણ થાય : એ બનવાજોગ છે. કારણ કે એક સમ્બન્ધીનું જ્ઞાન બીજા સમ્બન્ધીનું સ્મરણ કરાવે છે. આ પ્રતિમાજીમાં જેઓશ્રી પ્રતિષ્ઠિત છે તે શ્રી વીતરાગપરમાત્માની વીતરાગતાદિના જ્ઞાનથી તેઓશ્રીની યથાર્થવાદિતાનું
સ્મરણ થાય છે તેમ જ હૃદયમાં ભગવાન પ્રત્યે બહુમાન જન્મે છે. વચન પ્રત્યેનો આદર અને ભગવાન પ્રત્યેનું બહુમાન : આ બેથી પ્રાપ્ત થયેલી સમાપત્તિ(વચનોની સાથે એકાત્મતા)ના કારણે પ્રતિમાજીની પૂજા કરનારાઓને પણ વિપુલ પ્રમાણમાં નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. રાગરહિત આત્માઓનું કાયાથી કે મનથી સનિધાન શક્ય નથી. પ્રતિમાજીની પાસે આવવા સ્વરૂપ કાયિક સન્નિધાન છે અને ત્યાં મોક્ષમાં રહીને આ હું છું અથવા આ મારી પ્રતિમા છે. આવા પ્રકારના અહંકાર કે મમકાર સ્વરૂપ વિચારને માનસિક સનિધાન કહેવાય છે. કોઈ પણ પ્રકારના મંત્રના સંસ્કારથી શ્રી વીતરાગ પરમાત્માઓનું એવું સનિધાન શક્ય નથી. શ્રી ષોડશકપ્રકરણમાં એ અંગે ફરમાવ્યું છે કે “પારમાર્થિક રીતે મુક્તિ વગેરે સ્થાનમાં પ્રતિષ્ઠિત થયેલ દેવતાની પ્રતિમાજીને વિશે તે દેવતાનું
GSQSQSQSQSQSQSQSS
Page #36
--------------------------------------------------------------------------
________________
અધિષ્ઠાન વગેરે સંભવિત ન હોવાથી આ મુખ્ય પ્રતિષ્ઠા શક્ય નથી.” (૮-૬) “પૂજા વગેરે દ્વારા પ્રતિષ્ઠિત કરાતા દેવતાને કોઈ મુખ્ય ઉપકાર અહીં નથી, તેથી આ અતત્ત્વની કલ્પના બાલક્રીડા જેવી છે.” (૮-૭) આથી ઉપર જણાવ્યા મુજબના પ્રતિષ્ઠાના સ્વરૂપને માનવાથી નીચે જણાવ્યા મુજબની અન્યમતવાળાની માન્યતાઓનું નિરાકરણ થાય છે.
કેટલાક લોકોની એવી માન્યતા છે કે-“પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમાદિમાં દેવતાનું અહંકાર અને મમકાર સ્વરૂપ સનિધાન કરાય છે. પ્રતિમા જડ છે અને પોતે ચેતન છે. આવું વિશેષનું દર્શન હોવા છતાં દેવતા સનિધાન કરે એ શક્ય નથી'-આ પ્રમાણે નહિ કહેવું કારણ કે પોતાનું સાદૃશ્ય(સરખાપણું) જોવાથી ચિત્ર વગેરેમાં જેમ આપણને “આ હું છું અથવા આ મારું ચિત્ર છે' એમ આરોપિત જ્ઞાન થાય છે, તેમ પ્રતિમાદિમાં અહત્ત્વ અને મમત્વ બાધિત હોવા છતાં દેવતાને આરોપિત જ્ઞાન સંભવી શકે છે. આવું પણ જ્ઞાન જ્યારે નાશ પામશે ત્યારે તે પ્રતિમાજીની પૂજા કરવાથી ફળ મળશે નહિ'આવી શંકા ના કરવી. કારણ કે જ્ઞાનનો નાશ થયા પછી પણ તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કાર તો રહે છે. અસ્પૃશ્ય ચાંડાલાદિના સ્પર્શ વગેરેથી સંસ્કારનો નાશ થાય છે અને તેથી તેવી પ્રતિમાની પૂજાદિથી ફળ પ્રાપ્ત થતું નથી.” આવી જે માન્યતા છે તે બરાબર નથી.
કારણ કે જ્યાં વીતરાગદેવની સ્થાપના કરાય છે ત્યાં અહંકાર કે મમકાર સ્વરૂપ સનિધાન શક્ય નથી. કારણ કે રાગ વગરના તેઓશ્રીને અહંકારાદિ સંભવિત નથી. યદ્યપિ આ રીતે સરાગી દેવની તેવી સ્થાપના શક્ય છે; પરન્તુ સરાગીને દેવ માનવાનું જ મિથ્યાસ્વરૂપ
DDDDDDDD GUd/g/g/SSCST/SC/ST
HDHUT DDDDDD
Page #37
--------------------------------------------------------------------------
________________
છે તો તેમની સ્થાપના કરવાની વાત જ કઈ રીતે સંભવે ? યદ્યપિ વીતરાગ પરમાત્મામાં રાગ ન હોવાથી અહંકારાદિ સ્વરૂપ સનિધાન તેઓશ્રીને ન હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ ચિત્રાદિની જેમ આરોપિત સનિધાન શક્ય છે. પરંતુ એવા દેવતામાં સર્વશપણું ન હોય તો વ્યાસગદશામાં (બીજા બીજા કામમાં વ્યગ્ર હોય ત્યારે) વ્યવહિત(અવરુધ) અનેક સ્થાનોમાં પ્રતિષ્ઠાઓની ક્લિાઓમાં અહંકાર અને મમકાર સ્વરૂપ સનિધાન ઉપપન્ન નહિ બને. ગમે તે રીતે વ્યાસંગ ટાળીને સમુદાયમાં તે તે રીતે સનિધાન કરવામાં આવે તોપણ સંસ્કારનો નાશ થયે છતે પ્રતિમામાં અપૂજ્યત્વનો પ્રસંગ આવશે. જોકે એવા પ્રસંગે પ્રતિમા પૂજ્ય મનાતી નથી. પરંતુ જ્યારે જ્ઞાન હોય ત્યારે પ્રતિમાજીની પૂજાથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે જ્ઞાનની પ્રયોજકતા અને જ્ઞાનનો નાશ થયે છતે સંસ્કાર હોય ત્યારે તેવા પ્રકારના ફળની પ્રત્યે સંસ્કારની પ્રયોજતા માનવી પડશે. આ રીતે અનનુગત(અનેરૂપે) સ્વરૂપે પ્રયોજક્તા માનવામાં ગૌરવ થાય છે. તેથી પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમાજીમાં અહંકાર-મમકારસ્વરૂપ દેવતાસનિધાન કરાય છે. ઈત્યાદિ માન્યતા બરાબર નથી.
પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ છે. ઈત્યાદિ સ્વરૂપ પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી સમાપત્તિના કારણે પૂજાદિનું જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળની અનુપત્તિ વ્યાસંગદશામાં જ્ઞાન(ઉપયોગ)ના અભાવે થશે જ. પરંતુ એ રીતે વિશેષ ફળની અનુપપત્તિ થાય તોપણ પ્રીતિ વગેરેને લઈને સામાન્ય ફળ તો મળે છે જ. બાકી તો પ્રતિમાજમાં પ્રતિષ્ઠિતત્વના યથાર્થજ્ઞાનને જ પૂજાના સામાન્ય ફળની પ્રત્યે જેઓ પ્રયોજક માને છે, તેમને તો આવા સ્થળે (વ્યાસંગના
S|DF\DિF\DBDિS|DF\TD 9
DEEDS|DF\SqDF\ BFD
Page #38
--------------------------------------------------------------------------
________________
કારણે થનારા જ્ઞાનાભાવના સ્થળે) પ્રતિમાજીની પૂજા વગેરેના ફળની અનુપપત્તિ થવાની જ છે અર્થાત્ તે દોષ તેમને રહેવાનો જ છે. તેથી તેમની પણ માન્યતા ઉચિત નથી.
જે નવ્યર્નયાયિકો એ પ્રમાણે માને છે કે-પ્રતિષ્ઠાવિધિથી આત્મામાં જે અદૃષ્ટ ઉત્પન્ન થાય છે તે અદૃષ્ટ; સ્વાશ્રયાત્મસંયોગાશ્રય (સ્વ = અટ, તેનો આશ્રય આત્મા, તેનો સંયોગ પ્રતિમામાં છે.) એવી પ્રતિમામાં પૂજ્યત્વનું પ્રયોજક બને છે. આવી માન્યતાને ધરનારા એ નવ્યર્નયાયિકોને તદ્ગતિવિશિષ્ટ સમ્બન્ધનું જ્ઞાન ન હોય તો ‘અતિપ્રસંગ નો પ્રસંગ આવશે. આશય એ છે કે નૈયાયિકો આત્માને વિભુ માનતા હોવાથી સઘળાય મૂર્તિ(પાદિયુક્ત દ્રવ્ય) દ્રવ્યોની સાથે તેનો સંયોગ માને છે. તેથી પ્રતિષ્ઠા કરનારે જે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે તે પ્રતિમાની સાથે પ્રતિષ્ઠા કરનારનો જે સંયોગ છે એવો જ સંયોગ બીજી (અપ્રતિષ્ઠિત) પ્રતિમામાં પણ હોવાથી તે પ્રતિમામાં પણ પૂજ્યત્વનો પ્રસંગ આવશે. આ અતિપ્રસગનું નિવારણ કરવા પ્રતિમાવિશેષનું ગ્રહણ કરીએ તો તેનો અનુગમ(જ્ઞાન) શક્ય નહિ બને. તેથી નવ્યતૈયાયિકોનું કથન અનુચિત છે.
ચિન્તામણિકાર આ વિષયમાં જે નીચે મુજબ જણાવે છે તે પણ તેનો વિચાર ન કરીએ ત્યાં સુધી જ રમણીય લાગે છે. તેમનું કહેવું એ છે કે – 'પ્રતિષ્ઠિત પૂગલે આ વિધિવાક્ય પ્રતિષ્ઠામાં પૂજ્યતાનું કારણત્વ જણાવતું નથી; પરન્તુ પ્રત્યય ભૂતકાલીન અર્થને જણાવવા માટે વિહિત હોવાથી અતીતપ્રતિષ્ઠમાં પૂજ્યત્વ જણાવે છે અર્થા એ વાક્યથી પ્રતિષ્ઠાનો ધ્વસ પૂજ્ય–પ્રયોજક છે'- આવો અર્થ સૂચિત થાય છે. તે પ્રતિષ્ઠાધ્વંસ, પ્રતિષ્ઠાકાલ
DEDIT DES DEENDEDED SUNUDOS/SC/ST/SC/ST
SEEDED BEEN BE DED gggSGSETTINGS
Page #39
--------------------------------------------------------------------------
________________
સંબન્ધી; અસ્પૃશ્યસ્પર્શાદિકના અનાદિકાલીન સંસર્ગાભાવ જેટલા હોય તેનાથી સહિત હોવી જોઈએ. ધ્વંસ, પ્રાગભાવ અને અત્યન્તાભાવ આ ત્રણ સંસર્ગાભાવ છે. પ્રાગભાવ (ઉત્પત્તિ પૂર્વેનો) અને અત્યન્તાભાવ અનાદિકાળના છે. પ્રતિષ્ઠાના ધ્વંસના કાલ દરમ્યાન અસ્પૃશ્યસ્પર્શાદિ થયેલા ન હોવા જોઈએ. અન્યથા પ્રતિષ્ઠાનો ધ્વસ પૂજ્યતાનો પ્રયોજક નહિ બને.
ચિન્તામણિકારનું એ કથન ઉચિત નથી. કારણ કે પ્રતિષ્ઠા ક્યિા અથવા ઈચ્છા સ્વરૂપ હોય તો તેનો ધ્વસ પ્રતિમામાં નહિ રહે. (કારણ કે ધ્વસ સ્વપ્રતિયોગીના સમવાયી કારણમાં રહે છે.) સંયોગસ્વરૂપ પ્રતિષ્ઠા માનીએ તો તેનો ધ્વંસ પ્રતિષ્ઠા કરનાર અને પ્રતિમાજી બન્નેમાં હોવાથી પ્રતિમાજીની જેમ પ્રતિષ્ઠા કરનારમાં પણ પૂજ્યત્વ માનવાનો પ્રસંગ આવશે. પ્રતિમાજમાં રહેલા જ તાદૃશ સંયોગવિશેષને પ્રતિષ્ઠાસ્વરૂપ માનવાથી (અનુયોગિતાવિશેષથી સંયોગાશ્રયમાં પ્રતિષ્ઠા માનવાથી) પ્રતિષ્ઠા કરાવનારમાં પૂજ્યત્વ માનવાનો પ્રસંગ યદ્યપિ નહિ આવે પરન્તુ આ રીતે પ્રતિષ્ઠાના ધ્વસને પ્રતિમાજીની પૂજાથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે પ્રયોજક માનવામાં આવે તો પ્રતિષ્ઠાને તે ફળની પ્રત્યે પ્રતિબન્ધક માનવાના વ્યવહારનો પ્રસંગ આવશે. કારણ કે કારણભૂત અભાવના પ્રતિયોગીને(જેનો અભાવ હોય તેને) પ્રતિબન્ધક કહેવાય છે. કારણભૂત અભાવ અહીં પ્રતિષ્ઠાનો ધ્વંસ છે. તેનો પ્રતિયોગી પ્રતિષ્ઠા છે. તેને પૂજાફળની પ્રત્યે પ્રતિબન્ધક માનવાનો પ્રસંગ આવશે એ સ્પષ્ટ છે.
યદ્યપિ અહીં પ્રતિષ્ઠાધ્વસ દ્વારા પ્રતિષ્ઠાને પ્રતિમાજીની પૂજાદિથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે પ્રયોજક માનવાથી પ્રતિષ્ઠાધ્વંસને
DED]D]DEDDDD;
DDDDDDDD
Page #40
--------------------------------------------------------------------------
________________
લઈને પ્રતિષ્ઠામાં ઉપર જણાવ્યા મુજબ પ્રતિબન્ધત્વના વ્યવહારનો પ્રસંગ નિવારી શકાય છે. પરન્તુ ભૂતકાલીન અર્થમાં વિહિત છે પ્રત્યયસ્થળે પણ પ્રક્ષિત ત્રીદા: ઈત્યાદિ સ્થળે ધ્વસ દ્વારા ફળ મનાતું નથી. આશય એ છે કે સંસ્કૃત (સંસ્કાર કરાયેલા) બ્રિહિ(અનાજવિશેષ)ને અનુષ્ઠાન પ્રસંગે વાવવા જોઈએ. આ પ્રમાણે જણાવતી વખતે ત્યાં પ્રોક્ષિતવ્રીહિને જ ફળની પ્રત્યે પ્રયોજક મનાય છે. પરંતુ પ્રોક્ષણ- (સંસ્કરણ)ધ્વસને પ્રયોજક માનવામાં આવતો નથી. તો અહીં પ્રતિષ્ઠાધ્વસને ફળની પ્રત્યે દ્વાર(અવાન્તર વ્યાપાર)રૂપે પ્રયોજક માનવાનું કઈ રીતે ઉચિત મનાય ? કારણ કે જે કારણના નાશ પછી લાંબા કાળે જે ફળની પ્રાપ્તિ થાય છે (અર્થાદ જે ફળની પ્રાપ્તિ થતાં પૂર્વે જ લાંબા કાળે તેના કારણનો નાશ થયો છે) તે ફળની પ્રત્યે તે કારણનું દ્વાર કલ્પાય છે અને તે ભાવસ્વરૂપ જ મનાય છે. દાનાદિ ધર્મની આરાધનાથી ઘણા લાંબા કાળે સ્વર્ગાદિની પ્રાપ્તિ થતી હોય છે. તે વખતે દાનાદિ નાશ પામેલા હોવાથી દાનાદિથી ઉત્પન્ન અપૂર્વ (પુણ્યાદિ) દ્વારા દાનાદિને સ્વર્ગાદિની પ્રત્યે કારણ મનાય છે. અન્યથા અહીં પણ દાનાદિના ધ્વસને સ્વર્ગાદિની પ્રત્યે કારણ માની શકાય છે. પરંતુ અપૂર્વના ઉચ્છેદની આપત્તિના કારણે એમ કરાતું નથી. અન્યથા અપૂર્વના ઉચ્છેદનો પ્રસંગ આવશે-એ સ્પષ્ટ છે.
યદ્યપિ ક્વચિત્ યાગાદિવ્વસમાં સ્વર્ગાદિની પ્રયોજકતા મનાય છે; પરન્તુ પ્રતિષ્ઠાધ્વસમાં કારસ્વરૂપે પ્રયોજકતા માનવાનું જ શક્ય નથી. કારણ કે પ્રતિષ્ઠાવંસના અભાવમાં પૂજ્યત્વ તેમના મતે પ્રસિદ્ધ હોવાથી પ્રતિષ્ઠાધ્વસમાં પ્રતિમાજીની પૂજાદિથી પ્રાપ્ત થનાર ફળની પ્રત્યે પ્રયોજતા માનવાનું શક્ય નથી; તે જણાવાય છે
| DEES|DDINEEDED]B SEBITD|DF\ D]D]DED Udd/g/d/g/DOB/S૩SHQBEGÒS7d6dS
Page #41
--------------------------------------------------------------------------
________________
જિગ્ન... ઈત્યાદિ ગ્રન્થથી. એનો આશય એ છે કે પ્રતિમાજીના કોઈ અવયવનો નાશ થવાથી તે પ્રતિમાન્તર છે; એમ ચિન્તામણિકાર માને છે. તેવા પ્રસંગે પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલી ન હોવાથી તેનો ધ્વંસ પણ હોતો નથી અને આમ છતાં પ્રતિમાજીને તેઓ પૂજ્ય માને છે. આથી સમજી શકાશે કે પ્રતિષ્ઠાના ધ્વસમાં પૂજાદિ ફળની પ્રયોજતા માને તો વિનઅવયવવાની પ્રતિમામાં પૂજ્યત્વ માની શકાશે નહીં.
યદ્યપિ સંસ્કૃત વ્રીહિમાં તે ખંડિત થવા છતાં તેમાં જેમ સંસ્કૃતત્વની બુદ્ધિ થાય છે; તેમ કોઈ અવયવ નાશ પામવાના કારણે પ્રતિમાન્તરની ઉત્પત્તિ થવા છતાં ત્યાં તે પ્રતિમા પ્રતિષ્ઠિત છે; તેવી (પ્રતિષ્ઠિતત્વની) બુદ્ધિ થાય છે. તે બુદ્ધિના સામર્થ્યથી જ તે પ્રતિમામાં પૂજ્યત્વ મનાય છે, તેથી કોઈ દોષ નથી. પરંતુ આ રીતે પ્રતીતિના બળે જે પદાર્થની સિદ્ધિ માને તો નિત્યસ્વાદિ અનેક ધર્મોથી યુક્ત એવી શબલ વસ્તુને માનવાનો પણ તેમને પ્રસંગ આવશે, કારણ કે દ્રવ્યસ્વરૂપે વસ્તુ નિત્ય છે અને પર્યાયસ્વરૂપે તે અનિત્ય છે...' ઈત્યાદિ પ્રતીતિ સર્વસિદ્ધ છે. તેના સામર્થ્યથી સ્યાદ્વાદમુદ્રાએ વસ્તુને શબલ માનવામાં આવે છે તે લોકોને સ્વસિદ્ધાન્તની હાનિનો પ્રસંગ આવશે...ઈત્યાદિ સ્વયં સમજી લેવું. અત્યન્ત વિસ્તારથી સર્યું. પ-૧૯ાા
પ્રતિષ્ઠાવિધ્યન્તર્ગત મજાસાદિને જણાવવા માટે વીસમો શ્લોક છેसम्प्रदायागतं चेह मन्त्रन्यासादियुक्तिमत् । अष्टौ दिनान्यविच्छित्त्या पूजा दानं च भावतः ॥५-२०॥ “શિષ્ટમાન્ય પરંપરાથી આવેલ મન્વન્યાસાદિ અહીં યુક્તિયુક્ત
DિDED]D]D]D]DDT GETEDDDDDED @bg/bggb//SMS ૩૮dddddÒSONGS
Page #42
--------------------------------------------------------------------------
________________
છે. આઠ દિવસ સુધી નિરન્તર પ્રતિમાજીની પૂજા અને વાચકોને દાન ભાવપૂર્વક આપવું જોઈએ.” આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ પ્રતિષ્ઠાવિધિમાં ક્ષેત્રશુદ્ધિ માટે અને પાણીની વર્ષા માટે વાયુકુમાર અને મેઘકુમાર દેવસમ્બન્ધી મન્વન્યાસાદિ કરવાનું શિષ્ટ જનોની પરંપરાથી આવેલું છે-તે યુક્તિયુક્ત છે. આઠ દિવસ સુધી દરરોજ પરમાત્માના પરમતારક બિંબની પૂજા (અંગરચનાદિ સ્વરૂપ વિશિષ્ટ પૂજા) અને વાચકોને પોતાની સમ્પત્તિને અનુસરી દાન આપવું જોઈએ. ભાવપૂર્વક અપાયેલ દાન વગેરે શાસનની પ્રભાવનાના પ્રબળ કારણ છે. શાસનની તેવા પ્રકારની પ્રભાવના માટે ઉપર જણાવ્યા મુજબ નિરન્તર આઠ દિવસ સુધી પૂજા અને દાન કરવાં જોઈએ. શક્તિસંપન્ન આત્માઓ પોતાની શક્તિ અનુસાર દાનાદિ કરે તો શાસનની પ્રભાવના ચોક્કસ જ થયા વિના નહિ રહે. શાસન ઉન્નતિના કારણ તરીકે નહિ જણાય ત્યાં સુધી તેની ઉન્નતિ કરવાનું શક્ય નથી. જેમ બને તેમ વધારે આત્માઓના હૃદયમાં શાસન પ્રત્યે બહુમાન પ્રગટે એ આશયવિશેષ શાસનોન્નતિનું પ્રબળ કારણ બને છે. શાસનોન્નતિના નામે પોતાનો પ્રભાવ પાડવાનો ભાવ આવી ન જાય-એનું સતત ધ્યાન રાખવું જોઈએ. જાતને ભૂલીને શાસન-ઉન્નતિ માટે પ્રયત્ન કરવાથી શાસનોન્નતિ પારમાર્થિક બને છે.
અહીં : પ્રાદ થી આરંભીને નૈવ શ વ્યમિઘારિત્વ અહીં સુધીનો ગ્રન્થ ( ) આ મુજબ કૌસમાં જણાવ્યો છે. પ્રાચીન હસ્તલિખિત પ્રતમાં એ પાઠ ઉપલબ્ધ નથી. અહીં જે ઉપલબ્ધ છે તેમાં અશુદ્ધિ પણ લાગે છે. એટલે તેનું વિવરણ કરવાનું થોડું અઘરું જ છે. છતાં સંભાવ્ય પાઠને આશ્રયીને તે ગ્રન્થનો આશય નીચે
DDDDDDDD;
CDDDDDDD OM//blog/hS૩૯d Noblogs/d/b/S
Page #43
--------------------------------------------------------------------------
________________
મુજબ જણાવું છું. અન્યવિવેચનકર્તાનાં વિવેચનોથી પણ તે સમજવાનો પ્રયત્ન જિજ્ઞાસુઓએ કરવો જોઈએ.
-
પર: પ્રાહ... ઈત્યાદિ – અહીં કેટલાક લોકો કહે છે કે વિશેષ પ્રકારના ન્યાયથી પ્રાપ્ત દ્રવ્યાદિ દ્વારા શ્રી જિનબિંબનું નિર્માણકાર્ય ભાવની શુદ્ધિપૂર્વક થયેલું હોવાથી તેની સ્થાપના વખતે વિઘ્નશાન્તિ માટે બલિ વગેરે અપાય છે-તે ઉચિત નથી. કારણ કે ભાવની શુદ્ધિથી જ વિઘ્નની શાન્તિ થઈ જાય છે. કેટલાક લોકોનું એ કથન યુક્ત નથી. ભાવની વાસ્તવિક અભ્યન્તર સ્થાપનામાં ભાવની પ્રધાનતા હોવાથી સ્વભાવથી જ પારમાર્થિક ભાવ વડે વિઘ્નોની શાન્તિ થઈ જાય છે. અહીં તો બાઠ્યબિંબસ્થાપના વખતે બિલ વગેરેના ઉપચારથી જ ક્ષેત્રાધિષ્ઠાયક દેવાદિને ઉદ્દેશીને શાન્તિ વગેરે માટે ઉપર જણાવ્યા મુજબ મન્વન્યાસાદિ કરાય છે. તેથી શાસનની ઉન્નતિ થવાના કારણે વિશેષ અભ્યુદયની સિદ્ધિ (પુણ્યાનુબન્ધી પુણ્યવિશેષની સિદ્ધિ) થાય છે. અન્યથા અભ્યન્તર પ્રતિષ્ઠાની સિદ્ધિ થઈ ગયા પછી બાહ્યપ્રતિષ્ઠા જ અસિદ્ધ બનશે. કારણ કે શાસનની ઉન્નતિ વગેરેના ઉદ્દેશથી તે કરાય છે. કર્મનિર્જરાદિ ફળ તો અભ્યન્તર પ્રતિષ્ઠાથી પ્રાપ્ત જ છે.
માત્ર ભાવથી જ કાર્ય(ફળ) સિદ્ધ થતું હોય તો; પ્રતિમાજીમાં પદ્માસન અને પર્યંકાસન વગેરે મુદ્રા દ્વારા સિદ્ધાવસ્થાની સ્થાપના કરાય છે, પરન્તુ તેમ કરવાથી સિદ્ધાવસ્થામાં જળનો અભિષેક વગેરે ન હોવાથી પ્રતિમાજીનો પણ જલાભિષેક વગેરે નહિ કરવાનો પ્રસંગ આવશે (અર્થા જલાભિષેકાદિ વ્યવહાર ઉચિત નહિ મનાય) - આ પ્રમાણે બીજા લોકો જે કહે છે-તે બરાબર નથી. કારણ કે પોતાના
BED
DE
४०
p
UdJ99DUGGG/G
Page #44
--------------------------------------------------------------------------
________________
ઈષ્ટફળની પ્રાપ્તિ પૂર્વે, જ્ઞાયક શ્રીસિદ્ધભગવન્તોના દ્રવ્યશરીરને ઈન્દ્રાદિદેવતાઓએ પણ જલાભિષેકદિ કાર્ય કર્યું છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકર પરમાત્માના નિર્વાણ વખતે પૂ. ગણધરભગવન્તાદિ મહાત્માઓ પણ શ્રી સિદ્ધપદને તેમ જ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. કાળધર્મ પામતાં પૂર્વેના તેમના શરીરને જ્ઞાયસિદ્ધ દ્રવ્યશરીર કહેવાય છે. તે સિધદ્રવ્યાવસ્થામાં તેઓશ્રી જલાભિષેકાદિથી રહિત હતા તોપણ દેવતાઓએ તે શરીરને જલાભિષેકાદિ કર્યા છે. વિવેક્સમ્પન્ન દેવતાઓ પણ જો તે કાર્ય કરે છે; તો સર્વસાવઘયોગમાં પ્રવર્તનારા ગૃહસ્થો તે ન કરે તો તેમના માટે તે અનિષ્ટની આપત્તિનું કારણ બનશે. આ રીતે બીજાની શક્કાનો પરિહાર થાય છે.
અહીં યાદ રાખવું જોઈએ કે શંકાકાર સ્થાપનાનો નિષેધ કરતા નથી. માત્ર જલાભિષેકાદિનો નિષેધ કરે છે. તેથી ઉપર જણાવ્યા મુજબ તેમની શક્કાનો પરિહાર કર્યો છે. હવે તHસ્થાપનાન્ડે... ઈત્યાદિ ગ્રન્થથી એ જણાવાય છે કે સ્થાપનાને ક્યાં પછી જલાભિષેકાદિ પણ તારે માનવા પડશે. તવામિમત અહીંના તવ નો અન્વયે ટ્વેિની સાથે કરવો. આથી ગ્રન્થાશય સમજી શકાશે કે સ્થાપનામાં સિદ્ધાવસ્થાપૂર્વેની જન્મ, દીક્ષા અને અનશનાદિ અવસ્થાવિશેષની કલ્પનાએ થતી ભાવવૃદ્ધિના કારણે જલાભિષેકાદિ કરાય છે. અન્યથા શંકાકાર એ ન માને તો સ્થાપના અશ્લીલ (નગ્નતાદિ સૂચક) માનવી પડશે. આથી સ્પષ્ટ છે કે શક્કાના કારણે જે વ્યભિચાર (વ્યર્થ7) જણાતો હતો તે નહિ જણાય. આ રીતે : પ્રાદ...વ્યભિચારિત્વમ્ આ ગ્રન્થનો યથાશ્રુતાર્થ મને જે જણાયો તે જણાવ્યો છે. ત્રિશત્ ત્રિશિલ મી. ૨ (પ્રકાશક દિવ્યદર્શન
G]|DF\SqDDF\EDGE ]D]D]D
Page #45
--------------------------------------------------------------------------
________________
ટ્રસ્ટ) આ પુસ્તકના પે.નં. ૧૪૭-૧૪૮-૧૪૯-૧૫૦ માં એ વિષયમાં જે જણાવ્યું છે તેનો પણ વિચાર કરવો. પ-૨૦
ઉપર જણાવ્યા મુજબ પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થયા પછી જે કરવાનું છે તે જણાવાય છે
पूजा प्रतिष्ठितस्येत्थं बिम्बस्य क्रियतेऽर्हतः । भक्त्या विलेपनस्नानपुष्पधूपादिभिः शुभैः ॥५-२१॥
“આ પ્રમાણે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલા શ્રી અરિહન્તપરમાત્માના પરમતારકબિંબની શુભ એવાં વિલેપન, સ્નાન, પુષ્પ અને ધૂપ વગેરે દ્રવ્યોથી ભક્તિપૂર્વક પૂજા કરાય છે.” - એકવીસમાં શ્લોકનો એ અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. પ્રતિમાની પૂજા કરતી વખતે સુગન્ધી એવા જળથી સ્નાત્ર કરવું. સુગન્ધી ચન્દન, કંકૂ વગેરેથી વિલેપન કરવું. સુગન્ધી અને ઉત્તમ જાતિનાં પુષ્પો ચઢાવવાં; સુગન્ધી ધૂપ અને બીજાં એ જાતિનાં સુગન્ધી દ્રવ્યોના ઉપયોગથી પૂજા કરતી વખતે વાતાવરણ સુવાસિત કરવું. સ્વ-પરના મનને હરી લે - એ રીતે પોતાની સમ્પત્તિને અનુસારે ઉદારતાપૂર્વક વિકાળ પૂજન કરવું. શાસ્ત્રમાં જણાવેલ છે તે કાળે અથવા પોતાની આજીવિકાને હાનિ ન પહોંચે તે કાળે પૂજન કરવું.
તેમ જ “જેઓએ પોતાની ઉપર ઉપકાર ક્ય નથી; એવા પણ પરજનોના હિતમાં તત્પર, મોક્ષને આપનારા તથા દેવેન્દ્રોથી પૂજાયેલા ભગવાન હિતના અર્થીઓ માટે પૂજ્ય છે.”..આવી ભક્તિભાવનાથી શ્રી અરિહન્તપરમાત્માની પૂજા કરવી જોઈએ. આવી પૂજાને પૂજા કહેવાય. વર્તમાનમાં આવું ઓછું જોવા મળે. શાસ્ત્રોક્ત વિધિનું પાલન, ઉદારતાપૂર્વક શુદ્ધ દ્રવ્યોનો ઉપયોગ; કાલાદિનું
DિEEEEEEEEEEEEEEEEEEEEEEEDED
Page #46
--------------------------------------------------------------------------
________________
નૈયત્ય અને ઉપર જણાવેલો ભક્તિભાવ વગેરેથી કરાતી પૂજા વિવક્ષિત ફળને આપનારી છે. શાસ્ત્રવિહિત પણ અનુષ્ઠાન વિધિના પાલનાદિ વિના તારક બનતું નથી. અનુષ્ઠાન કરવા છતાં તેનું વિવક્ષિત ફળ ન મળે તો તે અનુષ્ઠાન સુધારવું જ જોઈએ. – એટલો ખ્યાલ અનુષ્ઠાનના કરનારાને હોવો જોઈએ. પ-૨૧
હવે પૂજાના પ્રકાર જણાવાય છે - सा च पञ्चोपचारा स्यात् काचिदष्टोपचारिका । अपि सर्वोपचारा च निजसम्पद्विशेषतः ॥५-२२॥
“તે પૂજા ત્રણ પ્રકારની છે. પોપચારા, અપચારા અને પોતાની સમ્પત્તિવિશેષને આશ્રયીને સર્વોપચારા' - આ પ્રમાણે બાવીશમી ગાથાનો અર્થ સુગમ છે. કહેવાનો ભાવ એ છે કે બે જાનુ (ઢીંચણ), બે હાથ અને મસ્તક – એ મળીને પાંચ અલ્ગોથી વિનયઉપચાર કરવા વડે ‘પભ્યોપચારા” પૂજા થાય છે તેમ જ આગમમાં પ્રસિદ્ધ એવાં પાંચ વિનયના સ્થાનના આસેવનથી પણ પચ્ચોપચારા’ પૂજા થાય છે. સચિત્ત પુષ્પમાલાદિનો ત્યાગ કરવો; અચિત્ત હાર વગેરેનો ત્યાગ ન કરવો; ખેસ ધારણ કરવો; પ્રતિમાજીનાં દર્શન થતાની સાથે અંજલિ કરવી અને મનની એકાગ્રતા કરવી – આ પાંચ પ્રકારના વિનયના ઉપચારથી પૂજાને પખ્યોપચારા પૂજા કહેવાય છે. | ‘અeોપચારા પૂજા આઠ અંગના ઉપચારથી કરાય છે. મસ્તક, છાતી, પેટ, પીઠ, બે હાથ અને બે સાથળ-આ આઠ અંગોથી જે દંડવત્ પ્રણામ કરાય છે, તેને અeોપચારા પૂજા કહેવાય છે અને ત્રીજી પૂજામાં ઈન્દ્રાદિદેવોની જેમ પોતાની સમ્પત્તિને અનુરૂપ સર્વ બલ (ચતુરગ્રસેના સર્વવાહનાદિ); સર્વપરિવાર, સર્વસમ્પત્તિ, સર્વ
DEENDEDDEDDED
Page #47
--------------------------------------------------------------------------
________________
અલંકાર અને સર્વ આદર વડે પરમાત્માની પૂજા-ભક્તિ કરાય છે, તેને ‘સર્વોપચારા’ પૂજા કહેવાય છે. સત્ત્વવòળ... ઈત્યાદિ આગમમાં વર્ણવેલી ઈન્દ્રાદિની જેમ શ્રી દશાર્ણભદ્રાદિએ કરેલી જે પૂજા છે, તેને ‘સર્વોપચારા’ પૂજા કહેવાય છે. ।।૫-૨૨
ઉપર જણાવેલી પણ પૂજા કેવા પૈસાથી અને કેવા આત્માએ કરવી જોઈએ તે જણાવાય છે
-
इयं न्यायोत्थवित्तेन कार्या भक्तिमता सता । विशुद्धोज्ज्वलवस्त्रेण शुचिना संवृतात्मना ॥५- २३॥ ‘ન્યાયથી પ્રાપ્ત અને પરિશુદ્ધ એવા વિત્ત(ધનાદિ દ્રવ્ય)થી વિશુદ્ધ અને ઉજ્જવળ એવા વસ્ત્રને ધારણ કરી દ્રવ્ય અને ભાવથી પવિત્ર, એવા ભક્તિમાને ઈન્દ્રિયાદિની અશુભ ચેષ્ટાઓનો નિરોધ કરીને આ પૂજા કરવી જોઈએ.’-આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે-પૂર્વશ્લોકમાં વર્ણવેલી પૂજા ન્યાયથી પ્રાપ્ત થયેલા દ્રવ્યથી જ કરવી જોઈએ. અન્યાયથી પ્રાપ્ત એવા વિત્તથી પૂજા કરવાનું ઉચિત નથી. સામગ્રી ગમે તેટલી શ્રેષ્ઠ હોય પરન્તુ તે અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યથી મેળવેલી ન હોવી જોઈએ. ન્યાયથી પ્રાપ્ત વિત્તમાં બીજા કોઈનું વિત્ત આવી ગયું હોય તો ‘તેટલા પ્રમાણમાં તેનું પુણ્ય તેને પ્રાપ્ત થાઓ' આવી ભાવનાથી તેમ જ ન્યાયથી પ્રાપ્ત પણ ધન છોડવાજેવું છે, રાખવા જેવું નથી. આજે નહિ તો કાલે ગમે ત્યારે જે અવશ્ય નાશ પામવાનું છે તો તેનો સદુપયોગ કરી લેવો-એ જ હિતાવહ છે...ઈત્યાદિ ભાવથી ન્યાયોપાત્તવિત્તને પરિશુદ્ધ બનાવીને તે દ્રવ્યથી પૂજા કરવી. પૂજા કરતી વખતે વિશુદ્ધ વસ્ત્રયુગલ લાલ, પીળા વગેરે
DEEEEEE UuUDDDDDDD
૪૪
DEEEEEEE
Page #48
--------------------------------------------------------------------------
________________
વર્ણવાળું પહેરવું-આ પ્રમાણે શ્રી ષોડશકપ્રકરણમાં જણાવતાં ફરમાવ્યું છે કે ‘સિતગુમવસ્ત્રળ’- પવિત્ર ઉજ્જવળ વસ્ત્રને ધારણ કરવા વડે પૂજા કરવી. પૂજા કરતાં પૂર્વે દેશથી અથવા સર્વથા સ્નાન કરવાનું આવશ્યક છે. હાથ, પગ અને મુખના પ્રક્ષાલનને દેશસ્નાન કહેવાય છે. અને પગથી મસ્તક સુધીના પ્રક્ષાલનને સર્વસ્નાન કહેવાય છે આ બે પ્રકારનું દ્રવ્યસ્નાન છે. આગમમાં પ્રસિદ્ધ એવા કર્મમલના પ્રક્ષાલનના અધ્યવસાયવિશેષને ભાવનાન કહેવાય છે. આવાં બંન્ને પ્રકારનાં (દ્રવ્ય-ભાવ) સ્નાનથી પવિત્ર બનીને પૂજા કરવાની છે. પૂજા કરતી વખતે અગ(હસ્તાદિ), ઉપાડ્ગ(આંગળી વગેરે) અને ઈન્દ્રિયોની અશુભચેષ્ટાઓનો નિરોધ કરવા વડે સંવૃત (સંયત) બનેલા આત્માએ પૂજા કરવી જોઈએ. શરીર કે ઈન્દ્રિયો દ્વારા કર્મબન્ધ જે રીતે ન થાય તે રીતે પૂજા કરવી. શરીરાદિને સંયમિત બનાવ્યા વિના આત્માને સંવરભાવની પ્રાપ્તિ થતી નથી. કાયાનો સંયમ, મનની એકાગ્રતા માટે ખૂબ જ આવશ્યક છે. અપ્રશસ્ત વિષય-ખાનપાનાદિમાં એ અનુભવ સિદ્ધ છે. ।।૫-૨૩૫
પ્રતિષ્ઠા પછી પૂજાનું નિરૂપણ શરૂ કર્યું છે. તેમાં પુષ્પાદિપૂજાનું નિરૂપણ કર્યું. હવે સ્તોત્રપૂજાનું નિરૂપણ કરાય છે - पिण्डक्रियागुणोदारैरेषा स्तोत्रैश्च सङ्गता । पापगर्हापरैः सम्यक्प्रणिधानपुरःसरैः ॥५- २४|| “શરીર, ક્રિયા અને ગુણોના વર્ણનથી ગંભીર, પોતાના પાપની ગર્હ કરવામાં તત્પર અને સારી રીતે કરાતા પ્રણિધાનપૂર્વકનાં સ્તોત્રોથી આ પૂજા સફ્ળત છે.’’ આ પ્રમાણે ચોવીસમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યોથી જેમ પૂજા કરાય
DEPE
-
dddddddd LO
EDEEP
Page #49
--------------------------------------------------------------------------
________________
છે તેમ ઉત્તમ સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. એક હજાર આઠ લક્ષણોથી અને અભુતપાદિથી યુક્ત શરીરને પિંડ કહેવાય છે. દુઃખે કરીને જેનું નિવારણ કરી શકાય એવા પરીસહ અને ઉપસર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરવા વગેરે સ્વરૂપ આચારને ક્રિયા કહેવાય છે. શ્રદ્ધા, જ્ઞાન, વિરતિ વગેરે પરિણામ સ્વરૂપ ગુણો છે. પિંડ, ક્રિયા અને ગુણોના વર્ણનથી ગંભીર એવાં સ્તોત્રો દ્વારા પરમાત્માની સ્તોત્રપૂજા કરવી જોઈએ. તેમ જ રાગ, દ્વેષ અને મોહ પૂર્વક પોતે કરેલાં પાપોની ભગવન્તાદિની સાક્ષીએ કરાતી નિન્દાને પાપગ કહેવાય છે. એ ગઈ વખતે હું કેવો પાપી છું અને પરમાત્મા કેવા પાપરહિત છે'... ઈત્યાદિ પ્રકારના ભાવથી વાસિત હોવાથી પાપગહથી યુક્ત એવાં સ્તોત્રો પ્રકૃષ્ટ હોય છે. એવા સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. આ સ્તોત્રો પણ સારી રીતે સુંદર પ્રણિધાન(એકાગ્રતા)પૂર્વક બોલવાના હોવાથી આ પૂજા સમ્યફપ્રણિધાનપુર:સર સ્તોત્રોથી થતી હોય છે. એવી સ્તોત્રપૂજા સંગત છે અર્થાત્ ફળને આપનારી છે. શ્રી ષોડશકપ્રકરણમાં સ્તોત્રનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે૧ – પિંડ, ક્રિયા અને ગુણને જણાવનારાં. ૨ – અર્થગંભીર. ૩ - છન્દ અને અલંકારોની રચનાના કારણે વિવિધ વર્ણવાળાં. ૪ – આશયશુદ્ધિને કરનારાં. ૫ - સંવેગ પ્રાપ્ત કરાવનારાં. ૬- પરમ પવિત્ર ૭ - પોતાના પાપનું નિવેદન કરનારાં. ૮ - ઉપયોગ પ્રધાન.
DHDHDHIDDED D', Gududg//
id/g/d/g/gDgNGS
Page #50
--------------------------------------------------------------------------
________________
૯ - વિવિધ અર્થને જણાવનારાં. ૧૦ - અસ્ખલિતાદિ ગુણોવાળાં અને
૧૧ - મહાબુદ્ધિમાનોએ રચેલાં સ્તોત્રથી પૂજા કરવી જોઈએ.
ઉત્તમોત્તમ દ્રવ્યોથી જેમ દ્રવ્યપૂજા કરવાની છે તેમ સ્તોત્રપૂજા પણ ઉત્તમોત્તમ સ્તોત્રથી કરવાની છે. ઉપર જણાવેલી અગિયાર વિશેષતાથી વિશિષ્ટ સ્તોત્રથી સ્તોત્રપૂજા કરવાનું સદ્ભાગ્ય મળે તો ખરેખર જ આનંદની અવિધ ન રહે. આજે રચાતા સ્તોત્રોમાં એવી વિશેષતા પ્રાયઃ જોવા મળે નહિ. ઉપર જણાવ્યા મુજબના સ્તોત્રો બધા જ રચી શકે એવું ન જ બને. પરન્તુ પૂર્વના પૂ. આચાર્યભગવન્તાદિ મહાબુદ્ધિમાન મહાત્માઓએ રચેલાં સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવાનું સદ્ભાગ્ય મળ્યું હોય ત્યારે; આપણે નવાં સ્તોત્રો બનાવીને પૂજા કરવાની ખરેખર જ આવશ્યકતા નથી. એક તો ભાવ આવે નહિ અને કદાચ આવે તો શબ્દથી એ વર્ણવતાં ફાવે નહિ. આવી સ્થિતિમાં ભાવાવવાહી વિશિષ્ટ સ્તોત્રોની રચનાથી મહાત્માઓએ આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ કર્યો છે. એ અનુગ્રહને ઝીલીને ઉપર જણાવ્યા મુજબનાં ઉત્તમોત્તમ સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવી જોઈએ...એ પરમાર્થ 9.114-2811
૪
પ્રકારાન્તરે પૂજાના ત્રણ પ્રકાર જણાવાય છે – अन्ये त्वाहुस्त्रिधा योगसारा सा शुद्धिचित्ततः ( वित्तशुद्धितः) । अतिचारोज्झिता विघ्नशमाभ्युदयमोक्षदा ॥५- २५॥
‘‘બીજા આચાર્યભગવન્તો કહે છે કે યોગ જેમાં સાર-પ્રધાનભૂત છે એવી મનોયોગસારા, વચનયોગસારા અને કાયયોગસારા : આ ત્રણ પ્રકારે પૂજા ત્રણ પ્રકારની છે. શુદ્ધિથી યુક્ત ચિત્તને
DECEDE SUCCUGUE
४७
'EE 0000 tu
0000000
D
Page #51
--------------------------------------------------------------------------
________________
આશ્રયીને અતિચારથી રહિત એવી એ પૂજા અનુક્રમે વિનના શમને આપનારી, અભ્યયને આપનારી અને મોક્ષને આપનારી બને છે. - આ પ્રમાણે ઉપર જણાવેલા પચીશમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે પૂજા કરતી વખતે મન, વચન અને કાયાનો પરિશુદ્ધ ઉપયોગ હોવો જોઈએ. પૂજા માટે જે રીતે મનની એકાગ્રતા કેળવવાની છે સૂત્ર, સ્તુતિ વગેરે જે રીતે બોલવાનાં છે અને કાયાને જે રીતે વંદનાદિમાં પ્રવર્તાવવાની છે, તે રીતે ચોક્કસપણે ઉપયોગ રાખી તે તે જે પૂજા કરાય છે, તેને અનુક્રમે મનોયોગસારા, વચનયોગસારા અને કાયયોગસારા પૂજા કહેવાય છે. પૂજામાં મનવચન-કાયાની શુદ્ધિનું ખૂબ જ મહત્ત્વ છે. યોગશુદ્ધિ અને યોગપ્રણિધાન વગેરે સ્વરૂપે એનું વર્ણન અનેક ગ્રન્થોમાં કર્યું છે. પૂજા કરનારાએ એનો ખ્યાલ રાખી મન-વચન-કાયાના યોગોને સારભૂત - પ્રધાન બનાવવા જોઈએ. મનમાં તરવાનો ભાવ હોય, જ્ઞાનની પ્રત્યે અગાધ પ્રેમ હોય અને વિધિ પ્રત્યે ઉત્કટ રાગ હોય તો ઉપર જણાવ્યા મુજબની યોગના સારવાળી પૂજા ખૂબ જ સરળતાપૂર્વક કરી શકાશે.
શુદ્ધિથી યુક્ત એવા ચિત્તને આશ્રયીને કાયાદિ દોષોના પરિહારના કારણે અતિચારરહિત પૂજા થાય છે. એવી અતિચારરહિત પૂજા અનુક્રમે વિપ્નશાન્તિને કરનારી, અભ્યદયને આપનારી અને નિર્વાણપદને સાધી આપનારી બને છે. અહીં લોકમાં “શુધિવિત: ના સ્થાને વિત્તશુધિત:' આવો પાઠ મનાય તો તેનો આશય એ સમજવો કે મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક પ્રાપ્ત કરેલા તેવા પ્રકારના શુદ્ધ વિત્ત-દ્રવ્યથી જે પૂજા થાય છે તે અતિચારથી રહિત પૂજા શ્રેષ્ઠ છે.
DEE DEFD,E,DEESED]D]D]D]DDEDGDિ
Page #52
--------------------------------------------------------------------------
________________
આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે – કાયાદિયોગો જેમાં સારભૂત છે એવી કાયયોગસારા, વચનયોગસારા, અને મનોયોગસારા – આ પ્રમાણે પૂજા ત્રણ પ્રકારની છે. કાયાદિની શુદ્ધિથી પ્રાપ્ત કરેલા વિત્તથી જે પૂજા થાય છે તે પૂજા શ્રેષ્ઠ છે - એમ બીજા આગમના જાણકારો કહે છે. પહેલી ‘કાયયોગસારા પૂજા વિઘ્નોને ઉપશમાવતી હોવાથી વિદ્ગોપશમની' કહેવાય છે. બીજી “વાગ્યોગસારા પૂજા અભ્યદયને આપનારી હોવાથી “અલ્યુદયપ્રસાધની' કહેવાય છે અને ત્રીજી મનોયોગસારા પૂજા વાસ્તવિક (પારમાર્થિક - મોક્ષ) ફળને આપનારી હોવાથી તેને નિર્વાણસાધની કહેવાય છે. આ રીતે તે તે અર્થને જણાવનારાં તે તે નામવાળી (અર્થને અનુસરતા નામવાળી) તે તે પૂજા છે. પ-૨પા
કાયયોગસારાદિ ત્રણ પૂજામાં જે થાય છે-તે જણાવાય છે - आद्ययोश्चारुपुष्पाद्यानयनैतन्नियोजने ।। अन्त्यायां मनसा सर्वं सम्पादयति सुन्दरम् ॥५-२६॥
“પ્રથમ બે પૂજામાં અનુક્રમે પૂજક સુંદર પુષ્પ વગેરે લાવે છે અને બીજાની પાસે બીજા સ્થાનેથી મંગાવે છે. છેલ્લી પૂજામાં નથી, તે બધી સુંદર સામગ્રી પ્રાપ્ત કરાય છે. આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પહેલી કાયયોગસારા નામની પૂજામાં સુંદર પુષ્પાદિ દ્રવ્યોને તે પૂજા કરનારા સેવે છે અર્થાત્ તે દ્રવ્યો પૂજા વખતે ચઢાવે છે - અર્પણ કરે છે. બીજી વાગ્યોગસારા નામની પૂજામાં સારાં પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યો કોઈને કહીને બીજે
સ્થાનેથી મંગાવીને પણ પૂજા કરનારા વાપરે છે. શ્રી ષોડશકપ્રકરણમાં પણ આ અંગે જણાવ્યું છે કે – “પ્રથમ વિજ્ઞોપશમની (કાયયોગસારા)
GUDિ |D]D]D]D]D]D/
Page #53
--------------------------------------------------------------------------
________________
પૂજા વખતે તે પૂજા કરનારા સારામાંનાં પુષ્પ વગેરે સદા સેવે છે અર્થાત્ પોતાના હાથે અર્પણ કરે છે. બીજી અભ્યદયપ્રસાધની (વાગ્યોગસારા) પૂજામાં તે પૂજા કરનારા ચોક્કસ રીતે બીજે સ્થાનેથી સારામાંનાં પુષ્પાદિ મંગાવે પણ છે.' આથી સમજી શકાશે કે પ્રથમ પૂજાને કરનારા પૂજામાં પુષ્પો, સુગન્ધી દ્રવ્યો અને પુષ્પોની ગૂંથેલી માળા વગેરે પૂજાનાં દ્રવ્યો કાયમ માટે સારામાં સારાં જે દ્રવ્યો છે તે જ વાપરે છે. ગમે તેવાં પુષ્પાદિ દ્રવ્યોથી કાયયોગસારા પૂજા થતી નથી. પ્રારંભિપૂજામાં પણ જે રીતે દ્રવ્યશુદિધ કરવાનું ફરમાવ્યું છે એ જોતાં તો એમ જ લાગે કે પ્રથમ પૂજા કરવાનું પણ અઘરું છે. જે દ્રવ્ય ઉપલભ્ય છે તેમાંથી જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રવ્યોને લઈને પહેલા પ્રકારની પૂજા કરવાની છે. વર્તમાન સ્થિતિ ખૂબ જ દયનીય છે. દરરોજ કરાતી પૂજામાં તો દૂર રહ્યું પરંતુ વિશેષ રીતે કરાતી પૂજામાં પણ દ્રવ્યશુદ્ધિ અંગે તેવો ઉપયોગ રાખવાનું બનતું નથી.
બીજી અભ્યદયપ્રસાધની પૂજામાં થોડું આગળ વધવાનું છે. પોતાના સ્થાનમાં ઉત્તમ દ્રવ્યો મળતાં ન હોય તો બીજે સ્થાનેથી કોઈને કહીને તે તે દ્રવ્યો મંગાવીને પણ તે તે દ્રવ્યોથી પૂજા કરવાની છે. એવી પૂજાને બીજી વાગ્યોગસારા પૂજા કહેવાય છે. હૈયાની ઉદારતા અને પરમાત્માની પ્રત્યે ઉત્કટ બહુમાન હોય તો જ એ પૂજા શક્ય બનશે. “આ દ્રવ્ય વિના નહિ જ ચાલે આવા પરિણામને કારણે આ રીતે બીજે સ્થાનેથી પણ દ્રવ્યો મંગાવીને પૂજા કરવામાં આવે છે. શક્તિસમ્પન્નતા કરતાં પણ ભાવસંપન્નતાનું મહત્ત્વ ઘણું છે. પરમાત્માની સર્વોત્કૃષ્ટતાનો ખ્યાલ આવે તો ભાવ આવ્યા વિના નહીં રહે. સામાન્ય કોટિનો ઉપકાર કરનારા પ્રત્યે જે અહોભાવ આવતો
ફિDિ]D]De DDESS DIED SAD DDDED BE] Dિ ////////S૧૦/QSQSQSÓNIOS
Page #54
--------------------------------------------------------------------------
________________
હોય તો સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનારા પરમાત્માની પ્રત્યે અહોભાવ ના આવવાનું કોઈ જ કારણ નથી.
છેલ્લી મનોયોગસારા (નિર્વાણપ્રસાધની) પૂજામાં જે દ્રવ્યો ઉપલબ્ધ નથી અને જે દ્રવ્યો મંગાવી પણ શકાતાં નથી-એવાં ઉત્તમોત્તમ પારિજાતનાં પુષ્પ વગેરે દ્રવ્યો મનથી પ્રાપ્ત કરાય છે. તેવા દ્રવ્યથી મનથી પૂજા કરાય છે. આ લોકમાં જે ઉત્તમોત્તમ દ્રવ્ય છે તેનાથી તો ત્રીજી પૂજા કરનારા દરરોજ પૂજા કરતા હોય છે. પરંતુ ત્રણ લોકમાં જે સુંદર છે એવાં નંદનવનાદિ સ્થાનોમાં પ્રાપ્ત થનારા પારિજાતનાં પુષ્પ વગેરે દ્રવ્યોને છેલ્લી પૂજામાં મનથી પ્રાપ્ત કરાય છે. જે મળ્યું છે એને સારામાં સારું માનીને ઉપયોગમાં લેવાનું કાર્ય દરરોજ કરીને પરમતૃમિનો અનુભવ આપણે કરતા જ હોઈએ છીએ. ઈન્દ્રાદિદેવો પરમાત્માની પૂજા માટે જેવાં દ્રવ્યો વાપરે છે; એવાં દ્રવ્યોના અભાવે મનથી જ એ દ્રવ્યની કલ્પના કરીને ઉપલભ્ય ઉત્તમોત્તમ દ્રવ્યોથી છેલ્લી નિર્વાણપ્રસાધની પૂજા કરાય છે. નવમાં ષોડશકની બારમી ગાથાના પૂર્વાર્ધમાં જણાવ્યું છે કે ત્રણ લોકમાં જે સુંદર છે તેવાં પુષ્પાદિને તેઓ મનથી પ્રાપ્ત કરે છે.... ઈત્યાદિ બરાબર સમજી લેવું. (પ-રકા
પૂજા કરવા માટે સ્નાન વગેરે કરવું પડતું હોવાથી છકાય જીવોના વધનો પ્રસંગ આવે છે તેથી તે પૂજા યુક્ત નથી. આ પ્રમાણેની શક્કાનું નિરાકરણ કરાય છે -
न च स्नानादिना कायवधादत्रास्ति दुष्टता । दोषादधिकभावस्य तत्रानुभविकत्वतः ॥५-२७॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે, અહીં પૂજા કરવામાં સ્નાનાદિના કારણે
Page #55
--------------------------------------------------------------------------
________________
અકાય અને વનસ્પતિકાય વગેરેની વિરાધના થતી હોવાથી પૂજામાં દોષ છે-આ પ્રમાણે નહિં કહેવું જોઈએ. કારણ કે એ કાયવધસ્વરૂપ દોષ કરતાં પણ સ્નાનપૂજા વગેરેના કારણે ઉત્પન્ન થનારો શુભભાવ અધિક છે-એ અનુભવસિદ્ધ છે અર્થાત્ દોષ કરતાં પણ ગુણની પ્રાપ્તિ અધિક છે. શ્રી ષોડશકપ્રકરણમાં આ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે-સ્નાનાદિમાં છકાયજીવોનો વધ સ્પષ્ટ છે. તેનાથી શ્રી જિનેશ્વરદેવને કોઈ ઉપકાર નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય છે. તેથી પૂજા વ્યર્થ છેઆ પ્રમાણે મૂઢબુદ્ધિવાળા શંકા કરે છે.
એ શંકાનું સમાધાન કરતાં જણાવ્યું છે કે કૂવાના દષ્ટાન્તથી અહીં પૂજાના વિષયમાં થતો કાયવધ પણ ગૃહસ્થો માટે ગુણવાન મનાય છે. મંત્ર વગેરેની જેમ તેના સ્મરણ વગેરેથી તેને (મંત્ર વગેરેને) લાભ ન હોવા છતાં તેના સ્મરણાદિ કરનારાને લાભ થાય છે તેમ પૂજા કરનારાને પણ પૂજા કરવાથી લાભ થાય છે. ભગવાન કૃતકૃત્ય હોવાથી જ તે સ્વરૂપે ગુણોત્કર્ષના કારણે તેઓશ્રીની પૂજા ફળવાળી છે. આથી સિદ્ધ થાય છે કે પોતાના શરીરાદિ માટે આરંભ(હિંસાદિ)ને કરનારા નિર્મળબુદ્ધિવાળા ગૃહસ્થો માટે પૂજા વ્યર્થ(નકામી) નથી.
આશય એ છે કે મૂઢબુદ્ધિવાળા શંકા કરનારાએ જે શંકા કરી છે એ શંકાના સમાધાનમાં અહીં કૂવાનું દષ્ટાંત જણાવ્યું છે. કૂવો ખોદતી વખતે થાક લાગે છે; પરસેવો થાય છે; તરસ લાગે છે અને ધૂળથી શરીર ખરડાય છે. આ બધા દોષો હોવા છતાં જેમ કૂવાના પાણીથી એ બધું દૂર થાય છે અને દરરોજ પાણી મળી રહે છે. તેમ પૂજા માટે સ્નાનાદિ કરવાથી કાયવધદોષ હોવા છતાં પૂજા કરવાથી પ્રાપ્ત થનારા સમ્યગ્દર્શનાદિ ગુણોના કારણે સ્વપરને અનેક ગુણો પ્રાપ્ત
DED]D]D]D]D]D]D/
GURUDDDDDD
Page #56
--------------------------------------------------------------------------
________________
થાય છે. આથી સમજી શકાશે કે કૂપખનનની જેમ અહીં પણ દોષ દોષ૩૫ રહેતો નથી.
શક્કાકારે જણાવ્યું હતું કે પૂજાથી ભગવાનને કોઈ જ ઉપકાર નથી. એના જવાબમાં અહીં જણાવ્યું છે કે મંત્રસ્મરણ, અગ્નિનું સેવન અને વિદ્યાનો અભ્યાસ કરવાથી મંત્ર, અગ્નિ કે વિદ્યાને કોઈ લાભ ન હોવા છતાં તેના કર્તાને (સ્મરણાદિ કરનારને) વિષની બાધાનો પરિહાર, શીતનો અપહાર અને વિદ્યાની સિદ્ધિ સ્વરૂપ લાભ જેમ પ્રાપ્ત થાય છે તેમ પૂજાથી ભગવાનને કોઈ જ ઉપકાર ન હોવા છતાં પૂજા કરનારને વિશિષ્ટ પુણ્યનો લાભ થાય છે.
ન
પૂજાને વ્યર્થ જણાવવા શંકાકારે ભગવાનની કૃતકૃત્યતા જણાવી હતી પરંતુ તે ઉચિત નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય હોવાથી જ સર્વોત્કૃષ્ટ ગુણોના સ્વામી છે. એ ગુણોના ઉત્કર્ષને લઈને જ ભગવાનની પૂજા સફળ છે, વ્યર્થ નથી. આથી સ્પષ્ટ થાય છે કે પોતાના શરીરાદિ માટે અનેક જાતિના આરંભ કરનારા એવા નિર્મળમતિવાળા ગૃહસ્થોને માટે પૂજા દુષ્ટ નથી, પરંતુ વિશિષ્ટ લાભનું કારણ છે. પ-૨ા
આ રીતે પૂજા જો વિશિષ્ટ લાભનું કારણ હોય તો પૂ. સાધુભગવંતોને પણ તેનો અધિકાર હોવો જોઈએ ને ? આવી શકા કરવા પૂર્વક તેનું સમાધાન જણાવાય છે
-
यतिरप्यधिकारी स्यान्न चैवं तस्य सर्वथा । भावस्तवाधिरूढत्वादर्थाभावादमूदृशा ।।५-२८ ॥
આ રીતે સાધુભગવંતને પણ પૂજાના અધિકારી માનવા જોઈએ; કારણ કે પૂજા માટે કરાતાં સ્નાનાદિમાં કોઈ દોષ નથી : આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે પૂ. સાધુભગવંતો સર્વથા ભાવસ્ત
66
GL LLLLL L
DUGGLE
૫૩
DVADOR CLALALALALA D7999]
Page #57
--------------------------------------------------------------------------
________________
વાધિરૂઢ હોવાથી આવી પૂજા(દ્રવ્યપૂજા)થી તેઓશ્રીને કોઈ પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી.”- આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે.
એનો આશય એ છે કે-“ઉપર જણાવ્યા મુજબ પૂજા કરવા માટે સ્નાનાદિ કરવામાં દોષ ન હોય અને વિશિષ્ટ લાભ હોય તો પૂ. સાધુભગવંતોને પણ પૂજા કરવાનો અધિકાર માનવો જોઈએ. પૂ. સાધુભગવંતોને સ્નાનાદિનો નિષેધ હોવાથી તેમને પૂજાનો અધિકાર મનાતો નથી”- આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે શરીરની વિભૂષાદિ માટે સ્નાનાદિનો નિષેધ હોવા છતાં પૂજા માટે સ્નાનાદિ કરવાનો તેમને નિષેધ કરવાનું શક્ય નથી. અન્યથા ગૃહસ્થોને પણ તેવો નિષેધ કરવાનો પ્રસંગ આવશે.
‘પોતાના કુટુંબાદિ માટે ગૃહસ્થો આરંભ કરતા હોવાથી પૂજાનો અધિકાર ગૃહસ્થોને મનાય છે. પરંતુ પૂ. સાધુમહાત્માને તેવો અધિકાર અપાતો નથી.'-આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે પોતાના કુટુંબાદિ માટે આરંભાદિ સ્વરૂપ એક પાપ કરે છે તેથી તેણે પૂજા માટે સ્નાનાદિ કરવા સ્વરૂપ બીજું પણ પાપ આચરવું જોઈએ : એવો નિયમ નથી. પૂજા કરવાથી સમ્યગ્દર્શનાદિગુણોનો લાભ તો ગૃહસ્થ અને પૂજ્ય સાધુભગવંતો ઉભય માટે સમાન છે. તેથી પૂજય સાધુમહાત્માને પણ પૂજાનો અધિકાર માનવો જોઈએ”-આ પ્રમાણે શઠ્ઠાકારનું કથન છે.
તેનું નિરાકરણ કરતાં ન વૈવં... ઈત્યાદિ ગ્રંથથી જણાવ્યું છે કે પૂ. સાધુભગવંતો સર્વ રીતે ભાવસ્તવને પામેલા છે. તેથી તેમને આવી દ્રવ્યપૂજાથી કોઈ જ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. દ્રવ્યસ્તવનું
DED]D]D]DF\ D]BC NEEDS|DF\EFEEDED]D
Page #58
--------------------------------------------------------------------------
________________
ફળ ભાવસ્તવ છે. તેને તો પૂ. સાધુભગવંતોએ પ્રાપ્ત કરી લીધું છે. તેથી તેઓશ્રીને દ્રવ્યપૂજાનું કોઈ જ પ્રયોજન નથી. જે શરૂઆતની ભૂમિકામાં ગુણને કરનારું હોય છે ત્યાર પછીની ઉત્તરભૂમિકામાં પણ ગુણને કરનારું હોય : એવું નથી હોતું. રોગને દૂર કરતી વખતે જે ઔષધ ગુણને કરનારું હોય તે ઔષધ નીરોગી અવસ્થામાં પણ ગુણને કરનારું હોય એવું કઈ રીતે બને ? રોગની ચિકિત્સાની જેમ ધર્મ પણ તે તે અધિકારીઓ માટે શાસ્ત્રમાં નિયત કરેલો છે. અષ્ટક પ્રકરણમાં આ વિષયમાં જણાવ્યું છે કે “શાસ્ત્રમાં અધિકારીની અપેક્ષાએ ધર્મસાધનની વ્યવસ્થા જણાવી છે. ગુણ કે દોષના વિષયમાં એ વ્યવસ્થા રોગચિકિત્સાની જેમ જાણવી.' પ-૨૦
ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતો સર્વથા આરંભથી નિવૃત્ત હોવાથી તેઓશ્રીને તો પૂજાનો (દ્રવ્યપૂજાનો) અધિકાર નથી. જ. પરંતુ કેટલાક ગૃહસ્થોને પણ તે નથી, તે જણાવવાપૂર્વક અધિકારીની અપેક્ષાએ ધર્મસાધનની વ્યવસ્થાનું સમર્થન કરાય છે
प्रकृत्यारम्भभीरुर्वा यो वा सामायिकादिमान् । गृही तस्याऽपि नाबार्थेऽधिकारित्वमतः स्मृतम् ॥५-२९॥
ભાવસ્તવાધિરૂઢ એવા પૂ. સાધુભગવંતોને દ્રવ્યપૂજાનો અધિકાર ન હોવાથી જે સ્વભાવથી જ હિંસાદિ આરંભના ભયવાળો છે અથવા જે ગૃહસ્થ સામાયિકાદિમાં રહેલો છે તેને પણ શ્રી જિનપૂજાના વિષયમાં અધિકારી તરીકે માનવામાં આવતો નથી.'આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આ વાતના અનુસંધાનમાં શ્રી અષ્ટક પ્રકરણની ટીકા કરનારા ફરમાવે છે કે તેથી જ સામાયિકમાં રહેલો શ્રાવક પણ પૂજાનો અનધિકારી છે. કારણ કે
DિE IN BIEBEDDED:\ષ્ટિ
NED, DEDDINDEDDED
Page #59
--------------------------------------------------------------------------
________________
તે પણ સાવધથી નિવૃત્ત હોવાથી ભાવસ્તારૂઢ છે અને સાધુ જેવો છે. આથી જ પૃથ્વીકાયાદિની હિંસાદિથી ભય પામનાર; યતનાવત અને સાવના સંક્ષેપમાં રુચિને ધરનાર એવા સાધુકિયાના અનુરાગી શ્રાવકને ધર્મ માટે સાવધઆરંભપ્રવૃત્તિ યુક્ત મનાતી નથી. પ-૨લા
પોતાના કુટુંબાદિ માટે આરંભ કરતો હોવા છતાં શ્રી જિનપૂજા કરતી વખતે આરંભથી ભય લાગે તો તે પૂજા ન કરે તો શું વાંધો ?આ શંકાના સમાધાન માટે જણાવાય છે
अन्यत्रारम्भवान् यस्तु तस्यात्रारम्भशङ्किनः । अबोधिरेव परमा विवेकौदार्यनाशतः ॥५-३०॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. તેનો આશય પણ સમજી શકાય છે કે કુટુંબાદિને માટે જે આરંભાદિ કરે છે, તેને શ્રીજિનપૂજાદિ માટે પુષ્પાદિ લાવવાં વગેરેમાં આરંભની શંકા પડે છે અર્થાત્ તેવા આરંભનો ડર લાગે છે. આવા જીવોને વિવેક અને ઔદાર્યનો નાશ થવાથી પ્રકૃe રીતે બોધિ-સમ્યગ્દર્શનની હાનિ થાય છે. કાર્ય અને અકાર્યના જ્ઞાનને વિવેક કહેવાય છે અને વિપુલ-ઉદાર આશયને ઔદાર્ય કહેવાય છે. કુટુંબાદિ માટેના આરંભને અકાર્ય હોવા છતાં તેને કાર્ય માને છે અને બોધિબીજાદિને પ્રાપ્ત કરાવનાર પૂજાદિ કાર્ય હોવા છતાં, સામાન્ય આરંભને જોઈને તેને અકાર્ય માને છે. તેથી વિવેક નષ્ટ થયેલો સ્પષ્ટ જણાય છે તેમ જ ભવિષ્યમાં સ્વ-પરને બોધિ વગેરેને પ્રાપ્ત કરવાનો ઉદાર આશય નષ્ટ થયેલો સ્પષ્ટ જણાય છે. આ વાતને જણાવતાં શ્રી પંચાશકમાં ફરમાવ્યું છે કે-“અન્યત્ર (કુટુંબાદિ માટે) આરંભ કરનાર ધર્મસંબંધી આરંભ ન કરે તો તે તેનું અજ્ઞાન છે. તેનાથી લોકમાં પ્રવચનની લઘુતા થાય છે અને તે અબોધિનું કારણ બને છે.'
D]D]DDDDDDDDDEDDRENDED Gbg/d/g/bblog/S 3 G
]S]NoEdSMS
Page #60
--------------------------------------------------------------------------
________________
પોતાના કુટુંબાદિ માટે પાપ કરનારા અને ધર્મમાં સામાન્ય આરંભને જોઈને પૂજા વગેરે નહિ કરનારાને જોઈને લોકને એમ થાય છે કે જૈન ધર્મમાં પૂજાદિનું પણ વિધાન નથી લાગતું. જૈન શાસન આવું કેવું !-આ રીતે લોકમાં જૈન શાસનની લઘુતા થાય છે અને તે અબોધિનું બીજ છે. આ રીતે એવા ગૃહસ્થને અજ્ઞાન અને અબોધિ (મિથ્યાત્વ)ના બીજ સ્વરૂપ બે દોષોની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાનના કારણે પ્રાપ્ત થતા દોષનો વિચાર કરીએ તો અજ્ઞાનની ભયંકરતા સમજાયા વિના નહિ રહે. પ-૩ના
જો આ રીતે ધર્મ માટે પણ આરંભની પ્રવૃત્તિ (હિંસાદિ આરંભ) કરવાનું માનીએ તો “ધર્માર્થ વચ્ચે વિત્તેહા...' અને શુદ્ધાર્થથામં...' ઈત્યાદિ વચનોનો વિરોધ આવશે. ધર્મ કરવા માટે વિત્ત(ધન)ની ઈચ્છા જે કરે છે તેના માટે તો તેની ઈચ્છા ન કરવી : એ શ્રેષ્ઠ છે. કારણ કે કાદવમાં ખરડાવું અને પછી તેનું પ્રક્ષાલન કરવું એના કરતાં પહેલેથી જ કાદવને સ્પર્શ ન કરવો-એ સારું છે.-આ પ્રમાણે શ્રી અષ્ટક પ્રકરણમાં ચોથા અષ્ટકના છઠ્ઠા લોકમાં જણાવ્યું છે. તેનો અને તેના ત્રીજા અષ્ટકમાં બીજા શ્લોકમાં જે જણાવ્યું છે કે ચાયથી શુદ્ધ રીતે જેટલાં મળી શકે એટલાં તાજાં અને પવિત્રપાત્રમાં રહેલાં થોડાં કે ઘણાં વિશિષ્ટ પુષ્પો વડે પૂજા કરવી? : આ વચનનો વિરોધ આવે છે. કારણ કે એ લોકો આરંભનો નિષેધ કરે છે. આ શંકા કરીને તેનું સમાધાન જણાવાય છે
यच्च धर्मार्थमित्यादि तदपेक्ष्य दशान्तरम् । सङ्काशादेः किल श्रेयस्युपेत्यापि प्रवृत्तितः ॥५-३१॥ “સક્કાશાદિ શ્રાવકની આરંભને પ્રાપ્ત કરીને પણ ધર્મકાર્યમાં
DDDDDDDD, gિl/OBC/ST/
SC/ST/ST
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ થયેલી હોવાથી ઘમર્થ યી...ઈત્યાદિ શ્લોકમાં ઉપર મુજબ જે જણાવ્યું છે તે અવસ્થાવિશેષને આશ્રયીને છે, તેથી વિરોધ નથી.” આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો કહેવાનો ભાવ એ છે કે, “ધર્માર્થ યસ્થ વિહા...' આ શ્લોકમાં જે ઉપર જણાવ્યા મુજબ જણાવાયું છે તે સર્વવિરતિ તેમ જ સ્વભાવથી જે આરંભના ભયવાળા વગેરેની દશાવિશેષને આશ્રયીને છે. કારણ કે તે શ્લોકનો પાઠ સર્વવિરતિના અધિકારમાં આવેલો છે. ગૃહસ્થોની પૂજાદિ માટેની એ વાત નથી. તેમ જ બધા પૈથાપં.' આ શ્લોકમાં જણાવેલી વાતનું તાત્પર્ય એ છે કે પૂજાના અવસરે ઉપસ્થિત થયેલ માળી પાસેથી વિકસ્વર ઉત્તમજાતિનાં થોડાં કે ઘણાં જે પુષ્પો ઉપલભ્ય હોય તેટલાં ઉચિત મૂલ્યનું પ્રદાન કરીને લઈ લેવાં. પરંતુ ત્યાં ભાવતાલ કરીને પોતાની વ્યાપાર કરવાની કલા ન કરવી-આ અર્થને જણાવવા માટેની એ વાત છે. પૂજા માટે સ્વયં પુષ્પો ચૂંટવાં નહિ અને જે વેચાતાં મળે તે લઈ લેવાં. આ રીતે આરંભનો નિષેધ કરવાનું ત્યાં તાત્પર્ય નથી. શાસનની પ્રભાવના થાય એ હેતુથી પુષ્પો ખરીદતી વખતે વ્યાપારકલા ન કરવાનું જણાવવાનો જ ત્યાં આશય છે. અન્યથા શ્રી પંચાશકમાં જે જણાવ્યું છે કે, “શ્રી જિનપ્રવચનમાં સંભળાય છે કે દુર્ગતા નારી; સિંદુવાર પુષ્પોને ગ્રહણ કરી (જંગલમાં મળતાં એ પુષ્પોને ચૂંટીને) એ પુષ્પોથી જગદ્ગુરુની પૂજા કરવાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.' તેનો વિરોધ આવશે. સુધા... ઈત્યાદિ શ્લોકથી એમ જ જણાવવાનું હોય કે તૈયાર ચૂંટેલાં પુષ્પો જ માળી પાસેથી લઈ લેવાં પરંતુ પુષ્પોને ચૂંટીને આરંભ ન કરવો તો ...' ઈત્યાદિ ગાથામાં જણાવેલી તે વાતમાં
GET DGET DEFENDED
BE
Page #62
--------------------------------------------------------------------------
________________
વિરોધ આવશે-એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે ધર્મ માટે પોતાની અવસ્થાને ઉચિત આરંભ કરવામાં ઉપર જણાવેલાં તે તે વચનોનો વિરોધ આવતો નથી.
સંકાશ શ્રાવકાદિની ધર્મકાર્યને વિશે વિષયવિશેષના પક્ષપાતવાળી અને પાપક્ષયને કરનારી વ્યાપારાદિ ક્રિયાને સ્વીકારીને કરેલી પ્રવૃત્તિથી પણ ઉપર જણાવેલી વાત માનવી જોઈએ. આશય એ છે કે સંકાશ શ્રાવકે પ્રમાદથી દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું. તેથી ક્લિષ્ટ એવા અંતરાયકર્માદિ કર્મનો તેણે બંધ કર્યો. દુ:ખે કરીને જેનો અંત આવે એવા દુરન્ત સંસારમાં એ કર્મના યોગે તે ભટક્યો. અનન્તકાળે તેણે મનુષ્યભવ પ્રાપ્ત કર્યો. એ વખતે તે દુર્ગત (દુ:સ્થ-દરિદ્રાદ્રિ) માણસોમાં શ્રેષ્ઠ (અત્યન્ત દુર્ગત) હતો. શ્રી પારગત-શ્રી સર્વજ્ઞ પરમાત્મા પાસેથી તેણે પોતાના પૂર્વભવને જાણ્યો. પરમાત્માના ઉપદેશથી; દુર્ગતિના કારણભૂત એવા કર્મની નિર્જરા માટે તેણે એવો અભિગ્રહ ધારણ કર્યો કે ‘જેટલું હું દ્રવ્ય કમાઈશ તેમાંથી ભોજન અને વસ્ત્ર માટે રાખીને જે વધે તે સઘળું ય દ્રવ્ય શ્રી જિનાલયાદિમાં વાપરીશ.’ ત્યાર બાદ કાલાન્તરે તે, અભિગ્રહનું પાલન કરીને મોક્ષમાં ગયો. આ દૃષ્ટાંતથી સમજાશે કે વેપાર વગેરેની ક્રિયા કરીને પણ ધર્મ કર્યાની વાત છે.
‘સંકાશશ્રાવકને એ પ્રમાણે કરવું ઉચિત હતું. કારણ કે તેના કર્મનો ક્ષય તે પ્રમાણે કરવાથી જ થઈ શકે એમ હતું. તેથી બીજાએ એ પ્રમાણે નહિ કરવું જોઈએ.’-આ પ્રમાણે કહેવાનું યોગ્ય નથી. કારણ કે સર્વથા અશુભ(આરંભાદિ) ક્રિયાથી વિશિષ્ટ કર્મનિર્જરા થાય નહિ. સામાન્ય રીતે આરંભાદિ ક્રિયા અશુભ જ હોય તો તેવી ક્રિયાથી
ETECTEDEEEEEEE
૫૯
DEEP DETE
19/GOO
Page #63
--------------------------------------------------------------------------
________________
સંકાશ શ્રાવકને પણ કર્મનિર્જરા કઈ રીતે થાય ? આથી સ્પષ્ટ છે કે ધર્મ માટે કરાતો આરંભ અવસ્થાવિશેષને આશ્રયીને ઉચિત છે. 114-3911
પૂજાથી પૂજ્ય પરમાત્માને કોઈ ઉપકાર નથી તો પરમાત્મા પરમાનંદને કઈ રીતે આપે : આવી શકા કરવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે
पूजया परमानन्दमुपकारं विना कथम् । ददाति पूज्य इति चेच्चिन्तामण्यादयो यथा ॥५- ३२।। પૂજાથી કૃતકૃત્ય એવા પરમાત્માને કોઈ ઉપકાર તો થતો નથી તો તેઓ પરમાનંદ શી રીતે આપે છે ? આવી જો શફકા હોય તો તેનું સમાધાન એ છે કે ચિંતામણિ, કલ્પવૃક્ષ વગેરેને કોઈ ઉપકાર ન હોવા છતાં સ્વભાવથી જ તે જે રીતે ફળ આપે છે તે રીતે પરમાત્મા પણ
6
ફળને આપે છે...ઈત્યાદિ સ્પષ્ટ છે. II૫-૩૨॥
॥ ૫ કૃતિ ભત્તિ - દ્વાત્રિંશિષ્ઠા ।।
-
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
Ten
EEEEEE
uUD////
םם
Page #64
--------------------------------------------------------------------------
_