________________
અને મારું છે...... આવા પ્રકારની બુદ્ધિને વીતરાગત્વાદિગુણાવાહિની બુદ્ધિ કહેવાય છે, જે પરમાત્માની સાથે પોતાના આત્માના અભેદનું અવગાહન કરે છે. હું જ પરમાત્મા છું' - આવા પ્રકારનો, પરમાત્માને ઉદ્દેશ્ય બનાવીને જે ભાવ પ્રગટે છે તે ભાવની પોતાના આત્મામાં જે સ્થાપના છે, તેને ઉપચારથી રહિત એવી મુખ્ય-તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાય છે. કારણ કે પ્રતિષ્ઠા શબ્દનો અર્થ અહીં બાધિત નથી. (અર્થાત્ સંગત છે.) આગમને અનુસરી સ્વભાવની જ સ્થાપનાને પ્રતિષ્ઠા કહેવાય છે. હું તે જ વીતરાગ છું આવા અભેદભાવસ્વરૂપ સ્વભાવની જ અહીં પોતાના આત્મામાં સ્થાપના છે. તેથી આ મુખ્ય પ્રતિષ્ઠા છે.
આ વાતને જણાવતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે “મુખ્ય દેવતાને ઉદ્દેશીને પોતાના ભાવનું જ આગમના અનુસારે સારી રીતે પોતાના આત્મામાં જ જે સ્થાપન કરાય છે તે અહીં પ્રતિષ્ઠા છે.” આથી સમજી શકાશે કે પોતાના તેવા પ્રકારના ભાવના વિષય સ્વરૂપ મુખ્ય દેવતાની પોતાના આત્મામાં જ આગમમાં જણાવેલી રીતે જે સ્થાપના છે; તેને પ્રતિષ્ઠા કહેવાય છે. એ સિવાય બીજી કોઈ જ પ્રતિષ્ઠા નથી. આ વિષયમાં અધિક જાણવાની ઈચ્છા હોય તો આઠમા ષોડશમાં જોવું.
ઉપર જણાવ્યા મુજબ સ્વભાવની સ્થાપનાને જ અહીં મુખ્ય પ્રતિષ્ઠા કહેવાય છે. એનું એ પણ એક કારણ છે કે એવી પ્રતિષ્ઠાથી સ્થાપ્ય એવા શ્રી વીતરાગપરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માના શુદ્ધ સ્વરૂપ જેવું જ શુદ્ધ સ્વરૂપ જ્યારે આપણું આવિર્ભત થાય છે ત્યારે આપણને સમરસાપત્તિ પ્રાપ્ત થાય
D]D]]D]D]D]S|D
D]D]DDDDDED. GEOGROUGCSC/SC/ST