________________
વાધિરૂઢ હોવાથી આવી પૂજા(દ્રવ્યપૂજા)થી તેઓશ્રીને કોઈ પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી.”- આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે.
એનો આશય એ છે કે-“ઉપર જણાવ્યા મુજબ પૂજા કરવા માટે સ્નાનાદિ કરવામાં દોષ ન હોય અને વિશિષ્ટ લાભ હોય તો પૂ. સાધુભગવંતોને પણ પૂજા કરવાનો અધિકાર માનવો જોઈએ. પૂ. સાધુભગવંતોને સ્નાનાદિનો નિષેધ હોવાથી તેમને પૂજાનો અધિકાર મનાતો નથી”- આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે શરીરની વિભૂષાદિ માટે સ્નાનાદિનો નિષેધ હોવા છતાં પૂજા માટે સ્નાનાદિ કરવાનો તેમને નિષેધ કરવાનું શક્ય નથી. અન્યથા ગૃહસ્થોને પણ તેવો નિષેધ કરવાનો પ્રસંગ આવશે.
‘પોતાના કુટુંબાદિ માટે ગૃહસ્થો આરંભ કરતા હોવાથી પૂજાનો અધિકાર ગૃહસ્થોને મનાય છે. પરંતુ પૂ. સાધુમહાત્માને તેવો અધિકાર અપાતો નથી.'-આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે પોતાના કુટુંબાદિ માટે આરંભાદિ સ્વરૂપ એક પાપ કરે છે તેથી તેણે પૂજા માટે સ્નાનાદિ કરવા સ્વરૂપ બીજું પણ પાપ આચરવું જોઈએ : એવો નિયમ નથી. પૂજા કરવાથી સમ્યગ્દર્શનાદિગુણોનો લાભ તો ગૃહસ્થ અને પૂજ્ય સાધુભગવંતો ઉભય માટે સમાન છે. તેથી પૂજય સાધુમહાત્માને પણ પૂજાનો અધિકાર માનવો જોઈએ”-આ પ્રમાણે શઠ્ઠાકારનું કથન છે.
તેનું નિરાકરણ કરતાં ન વૈવં... ઈત્યાદિ ગ્રંથથી જણાવ્યું છે કે પૂ. સાધુભગવંતો સર્વ રીતે ભાવસ્તવને પામેલા છે. તેથી તેમને આવી દ્રવ્યપૂજાથી કોઈ જ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. દ્રવ્યસ્તવનું
DED]D]D]DF\ D]BC NEEDS|DF\EFEEDED]D