________________
સર્વ અપાયોનું કારણ હોવાથી તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી ષોડશકપ્રકરણમાં (૭-૭) એના અનુસંધાનમાં જણાવ્યું છે કે- "શિલ્પીને વિશે કરાયેલી અપ્રીતિ પણ પરમાર્થથી ભગવાન શ્રી જિનેશ્વરદેવને વિશે જાણવી. આ અપ્રીતિ સર્વ અપાયનું નિમિત્ત છે. તેથી પાપસ્વરૂપ આ અપ્રીતિ કરવી નહિ.” તેથી શિલ્પીને વિશે થતી અપ્રીતિ સર્વથા પરિહાર(ત્યાગ) કરવા યોગ્ય છે. શિલ્પી પ્રત્યે અપ્રીતિ તો કરવી જ નહિ'-એ પ્રમાણે જણાવી ઉત્તરાર્ધથી તેને પ્રીતિ થાય એ પ્રમાણે કરવાનું જણાવ્યું છે.
એનો આશય એ છે કે પ્રતિમાજીનું નિર્માણકાર્ય કરતી વખતે શિલ્પીને જે જે વિશિષ્ટ મનોરથો થાય છે તે મનોરથો વિના વિલંબે પૂર્ણ કરવા જોઈએ. સામાન્યથી પ્રતિમાજીનો નિર્માતા શિલ્પી બાલ, કુમાર અને યુવાન હોય છે. તેને પોતાની અવસ્થાનુસાર રમકડાથી રમવાની, મિત્રોની સાથે હરવા-ફરવાની અને ભોજનવિશેષ... વગેરેની ઈચ્છા થાય - એ બનવાજોગ છે. એ ઈચ્છાઓને તુરત જ પૂરી કરી દેવાનું ખાસ ધ્યાન રાખવું. એ વખતે બાલાદિ અવસ્થા શિલ્પીની છેએમ માન્યા વિના પરમાત્માની જ એ ત્રણ અવસ્થા સમજીને પરમાત્માની જ ઈચ્છાને આપણે પૂર્ણ કરી રહ્યા છીએ-એમ સમજવું. એ અવસ્થાત્રયનું પ્રતિમાજમાં ઉભાવન કરી મનમાં ઉત્પન્ન થયેલા એ શિલ્પીના મનોરથો; રમકડાં વગેરે આપવા વડે વિલંબ વિના પૂર્ણ કરવા જોઈએ. અન્યથા શિલ્પીની તે તે ઈચ્છાઓ પૂર્ણ નહિ થવાના કારણે તેને અપ્રસન્નતા પ્રાપ્ત થશે. જેથી પરિણામે પ્રતિમાજી ભરાવવાનું કાર્ય બગડશે. તેથી શિલ્પીના મનોરથો શિલ્પીના નથી પરંતુ શ્રી જિનેશ્વરદેવની અવસ્થાયને (બાલ-કુમાર-યુવાના
DEEDS|D]D]D]BY ONESIDDDDDDD
પ/d/ 0B/S૧૯dddddB/S