________________
છે તો તેમની સ્થાપના કરવાની વાત જ કઈ રીતે સંભવે ? યદ્યપિ વીતરાગ પરમાત્મામાં રાગ ન હોવાથી અહંકારાદિ સ્વરૂપ સનિધાન તેઓશ્રીને ન હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ ચિત્રાદિની જેમ આરોપિત સનિધાન શક્ય છે. પરંતુ એવા દેવતામાં સર્વશપણું ન હોય તો વ્યાસગદશામાં (બીજા બીજા કામમાં વ્યગ્ર હોય ત્યારે) વ્યવહિત(અવરુધ) અનેક સ્થાનોમાં પ્રતિષ્ઠાઓની ક્લિાઓમાં અહંકાર અને મમકાર સ્વરૂપ સનિધાન ઉપપન્ન નહિ બને. ગમે તે રીતે વ્યાસંગ ટાળીને સમુદાયમાં તે તે રીતે સનિધાન કરવામાં આવે તોપણ સંસ્કારનો નાશ થયે છતે પ્રતિમામાં અપૂજ્યત્વનો પ્રસંગ આવશે. જોકે એવા પ્રસંગે પ્રતિમા પૂજ્ય મનાતી નથી. પરંતુ જ્યારે જ્ઞાન હોય ત્યારે પ્રતિમાજીની પૂજાથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે જ્ઞાનની પ્રયોજકતા અને જ્ઞાનનો નાશ થયે છતે સંસ્કાર હોય ત્યારે તેવા પ્રકારના ફળની પ્રત્યે સંસ્કારની પ્રયોજતા માનવી પડશે. આ રીતે અનનુગત(અનેરૂપે) સ્વરૂપે પ્રયોજક્તા માનવામાં ગૌરવ થાય છે. તેથી પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમાજીમાં અહંકાર-મમકારસ્વરૂપ દેવતાસનિધાન કરાય છે. ઈત્યાદિ માન્યતા બરાબર નથી.
પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ છે. ઈત્યાદિ સ્વરૂપ પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી સમાપત્તિના કારણે પૂજાદિનું જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળની અનુપત્તિ વ્યાસંગદશામાં જ્ઞાન(ઉપયોગ)ના અભાવે થશે જ. પરંતુ એ રીતે વિશેષ ફળની અનુપપત્તિ થાય તોપણ પ્રીતિ વગેરેને લઈને સામાન્ય ફળ તો મળે છે જ. બાકી તો પ્રતિમાજમાં પ્રતિષ્ઠિતત્વના યથાર્થજ્ઞાનને જ પૂજાના સામાન્ય ફળની પ્રત્યે જેઓ પ્રયોજક માને છે, તેમને તો આવા સ્થળે (વ્યાસંગના
S|DF\DિF\DBDિS|DF\TD 9
DEEDS|DF\SqDF\ BFD