________________
શ્રી જિનબિંબના નામમાં અને ફળમાં જે વિશેષ (ફરક) છે; તે જણાવાય છે
लोकोत्तरमिदं ज्ञेयमित्थं यद्बिम्बकारणम् । मोक्षदं लौकिकं चान्यत् कुर्यादभ्युदयं फलम् ॥५-१६।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે આ પ્રમાણે આગમમાં કહેલ વિધિના સ્મરણથી યુક્ત પ્રવૃત્તિથી શુદ્ધ એવા આશયથી જે બિંબ ભરાવવામાં આવે છે તે લોકોત્તર કોટિનું અને મોક્ષને આપનારું જાણવું. આનાથી વિપરીત અશુદ્ધ પ્રવૃત્તિથી અશુદ્ધ એવા આશયથી જે બીજું બિંબ ભરાવાય છે તે લૌકિક કોટિનું અને અભ્યદય ખ્યાતિ વગેરે) ફળને કરવાવાળું જાણવું.
યદ્યપિ લોકોત્તર કોટિનું જે બિબ ભરાવાય છે તેનું ફળ મોક્ષ અને અભ્યદય પણ છે, પરંતુ લોકોત્તર સ્થળે તે અભ્યય ફળ આનુષગિક છે અને લૌકિક સ્થળે અભ્યદય ફળ મુખ્ય છે, ત્યાં મોક્ષસ્વરૂપ ફળ તો મળતું જ નથી. આટલો ફરક તે બેમાં છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે –
“આવી રીતે શુદ્ધ આશયથી જે જિનબિંબ કરાવાય છે, તેને શાસ્ત્રના જાણકારો લોકોત્તર અર્થ આગમાનુસારી તરીકે જણાવે છે. આશયવિશેષથી કરાવાતા શ્રી જિનબિંબને છોડીને અન્ય રીતે જે શ્રી જિનબિંબ કરાવાય છે. તે લૌકિક છે અને એનાથી અભ્યદયની પ્રાપ્તિ થાય છે.” (૭-૧૪)
“પરમપ્રકૃe (છેલ્લું) ફળને આશ્રયીને લોકોત્તર અનુષ્ઠાન નિર્વાણ-મોક્ષસાધક છે અર્થાદ લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. આનુષંગિક રીતે લોકોત્તર અનુષ્ઠાનનું પરમ (શ્રેષ્ઠ) અભ્યદય પણ
DDDDDDDDED
GDEDD]D]D]D]D]D,
DOSONGSGGg/ST/SLR