________________
ટ્રસ્ટ) આ પુસ્તકના પે.નં. ૧૪૭-૧૪૮-૧૪૯-૧૫૦ માં એ વિષયમાં જે જણાવ્યું છે તેનો પણ વિચાર કરવો. પ-૨૦
ઉપર જણાવ્યા મુજબ પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થયા પછી જે કરવાનું છે તે જણાવાય છે
पूजा प्रतिष्ठितस्येत्थं बिम्बस्य क्रियतेऽर्हतः । भक्त्या विलेपनस्नानपुष्पधूपादिभिः शुभैः ॥५-२१॥
“આ પ્રમાણે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલા શ્રી અરિહન્તપરમાત્માના પરમતારકબિંબની શુભ એવાં વિલેપન, સ્નાન, પુષ્પ અને ધૂપ વગેરે દ્રવ્યોથી ભક્તિપૂર્વક પૂજા કરાય છે.” - એકવીસમાં શ્લોકનો એ અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. પ્રતિમાની પૂજા કરતી વખતે સુગન્ધી એવા જળથી સ્નાત્ર કરવું. સુગન્ધી ચન્દન, કંકૂ વગેરેથી વિલેપન કરવું. સુગન્ધી અને ઉત્તમ જાતિનાં પુષ્પો ચઢાવવાં; સુગન્ધી ધૂપ અને બીજાં એ જાતિનાં સુગન્ધી દ્રવ્યોના ઉપયોગથી પૂજા કરતી વખતે વાતાવરણ સુવાસિત કરવું. સ્વ-પરના મનને હરી લે - એ રીતે પોતાની સમ્પત્તિને અનુસારે ઉદારતાપૂર્વક વિકાળ પૂજન કરવું. શાસ્ત્રમાં જણાવેલ છે તે કાળે અથવા પોતાની આજીવિકાને હાનિ ન પહોંચે તે કાળે પૂજન કરવું.
તેમ જ “જેઓએ પોતાની ઉપર ઉપકાર ક્ય નથી; એવા પણ પરજનોના હિતમાં તત્પર, મોક્ષને આપનારા તથા દેવેન્દ્રોથી પૂજાયેલા ભગવાન હિતના અર્થીઓ માટે પૂજ્ય છે.”..આવી ભક્તિભાવનાથી શ્રી અરિહન્તપરમાત્માની પૂજા કરવી જોઈએ. આવી પૂજાને પૂજા કહેવાય. વર્તમાનમાં આવું ઓછું જોવા મળે. શાસ્ત્રોક્ત વિધિનું પાલન, ઉદારતાપૂર્વક શુદ્ધ દ્રવ્યોનો ઉપયોગ; કાલાદિનું
DિEEEEEEEEEEEEEEEEEEEEEEEDED