________________
પરમતારક શ્રી જિનમંદિર બંધાવનારાએ પોતાના પૂ. પિતાશ્રી તેમ જ પૂ. પિતામહ વગેરે ગુર(વડીલ) જનોની અનુમતિપૂર્વક જ કાર્ય કરવું જોઈએ. “મારા પૈસા છે. હું કમાઉં છું. મારી ઈચ્છા અને શક્તિ મુજબ હું ગમે ત્યાં પૈસા વાપરું એમાં ગુરુજનોની અનુમતિ શા માટે લેવી ?”. ઈત્યાદિનો વિચાર ક્યાં વિના આવું સુંદર લોકોત્તર કાર્ય પણ ગુરુજનોની અનુમતિપૂર્વક જ કરવું જોઈએ. અન્યથા સ્વચ્છન્દપણે કરેલું કાર્ય લોકોત્તર ફળને આપનારું નહિ બને. શ્રી વીતરાગપરમાત્માનું શાસન આજ્ઞાપ્રધાન છે. સ્વચ્છંદપણે કરાતા અનુષ્ઠાનમાં એનો જ ઉચ્છેદ થાય તો તે અનુષ્ઠાન ધર્મસ્વરૂપે કઈ રીતે પરિણમશે ? ગૃહસ્થપણાના સ્વચ્છન્દતાના સંસ્કાર આગળ જતા સર્વવિરતિની આરાધનામાં અવરોધ કરનારા બને છે. તેથી મુમુક્ષુ જનોએ ગૃહસ્થપણાથી જે સ્વચ્છન્દતાનો ત્યાગ કરવા માટે પૂ.ગુરુજનોની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરવાનો આગ્રહ સેવવો જોઈએ. પ-રા
શ્રી જિનાલયસંબધી વિધિમાં શ્રી જિનાલય માટે જે ભૂમિ લેવી જોઈએ તે જણાવાય છે
तत्र शुद्धां महीमादौ गृह्णीयाच्छास्त्रनीतितः । परोपतापरहितां भविष्यद्भद्रसन्ततिम् ॥५-३॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે શ્રી જિનાલયના નિર્માણ માટે સૌથી પ્રથમ એવી ભૂમિ લેવી જોઈએ કે જે વાસ્તુશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રમાં જણાવ્યા મુજબની હોય. વાસ્તુવિદ્યા વગેરે શાસ્ત્રોમાં જેનો નિષેધ કરાયો હોય તે જગ્યામાં શ્રી જિનાલય બન્ધાવવાનું ઉચિત નથી. આ રીતે શાસ્ત્રનીતિથી ગ્રહણ કરાયેલી ભૂમિ પણ; આજુબાજુમાં રહેતા એવા
GDDDDDDDED SUBSC/SSC/EdS
Bgc/
/
g/bg/b/
g/