________________
છતાં તે અધ્યવસાયથી ઉત્પન્ન થયેલ ઉપચરિત (ઉપચારયુક્ત) સ્વભાવવિશેષનો નાશ થતો નથી અર્થ એ ઉપચરિત સ્વભાવવિશેષને લઈને પ્રતિમાજીમાં અપ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર નહિ થાય અને તેથી પૂજાદિના ફળની અનુપપત્તિ પણ નહિ થાય. આશય એ છે કે ઉપચરિત સ્વભાવ બે પ્રકારનો છે. સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ અને ઔપાધિક ઉપચરિત સ્વભાવ. પ્રતિમાજીમાં સર્વજ્ઞ અને સર્વદર્શીપણાનો જે ઉપચાર કરાય છે તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે. સ્વભાવભૂત સ્વતત્ત્વનો જે ઉપચાર કરાય છે તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે અને તેનાથી ભિન્ન ઉપાધિવિશેષને લઈને વિભાવભૂતતત્ત્વનો જે ઉપચાર કરાય છે તે પાધિક ઉપચરિતસ્વભાવ છે. આ બીજો ઉપચરિત સ્વભાવ અનેક પ્રકારનો છે. અહીં પ્રતિમાજીમાં સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ હોવાથી તેનો નાશ નહિ થાય. તેથી પ્રતિમાજીના અપ્રતિષ્ઠિતત્વાદિનો પ્રસંગ નહિ આવે. ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. I૫-૧૮
અહીં નિજભાવની જ પ્રતિષ્ઠા હોવાથી મુખ્યદેવતાનું સનિધાન નથી ? તેથી પ્રતિમાજીની પૂજાદિથી ફળ કઈ રીતે મળશે ? આવી શંકાનું સમાધાન કરાય છે
प्रतिष्ठितत्वज्ञानोत्थसमापत्त्या परेष्वपि ।। फलं स्याद् वीतरागाणां सन्निधानं त्वसम्भवि ॥५-१९॥
“આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે... ઈત્યાદિ જ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલી સમાપત્તિથી; પ્રતિમાજીની પૂજાદિને કરનારાઓને પણ ફળ પ્રાપ્ત થતું હોય છે. શ્રી વીતરાગપરમાત્માનું સનિધાન તો સંભવતું
EDIUQDTATEGDDED