________________
તે પણ સાવધથી નિવૃત્ત હોવાથી ભાવસ્તારૂઢ છે અને સાધુ જેવો છે. આથી જ પૃથ્વીકાયાદિની હિંસાદિથી ભય પામનાર; યતનાવત અને સાવના સંક્ષેપમાં રુચિને ધરનાર એવા સાધુકિયાના અનુરાગી શ્રાવકને ધર્મ માટે સાવધઆરંભપ્રવૃત્તિ યુક્ત મનાતી નથી. પ-૨લા
પોતાના કુટુંબાદિ માટે આરંભ કરતો હોવા છતાં શ્રી જિનપૂજા કરતી વખતે આરંભથી ભય લાગે તો તે પૂજા ન કરે તો શું વાંધો ?આ શંકાના સમાધાન માટે જણાવાય છે
अन्यत्रारम्भवान् यस्तु तस्यात्रारम्भशङ्किनः । अबोधिरेव परमा विवेकौदार्यनाशतः ॥५-३०॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. તેનો આશય પણ સમજી શકાય છે કે કુટુંબાદિને માટે જે આરંભાદિ કરે છે, તેને શ્રીજિનપૂજાદિ માટે પુષ્પાદિ લાવવાં વગેરેમાં આરંભની શંકા પડે છે અર્થાત્ તેવા આરંભનો ડર લાગે છે. આવા જીવોને વિવેક અને ઔદાર્યનો નાશ થવાથી પ્રકૃe રીતે બોધિ-સમ્યગ્દર્શનની હાનિ થાય છે. કાર્ય અને અકાર્યના જ્ઞાનને વિવેક કહેવાય છે અને વિપુલ-ઉદાર આશયને ઔદાર્ય કહેવાય છે. કુટુંબાદિ માટેના આરંભને અકાર્ય હોવા છતાં તેને કાર્ય માને છે અને બોધિબીજાદિને પ્રાપ્ત કરાવનાર પૂજાદિ કાર્ય હોવા છતાં, સામાન્ય આરંભને જોઈને તેને અકાર્ય માને છે. તેથી વિવેક નષ્ટ થયેલો સ્પષ્ટ જણાય છે તેમ જ ભવિષ્યમાં સ્વ-પરને બોધિ વગેરેને પ્રાપ્ત કરવાનો ઉદાર આશય નષ્ટ થયેલો સ્પષ્ટ જણાય છે. આ વાતને જણાવતાં શ્રી પંચાશકમાં ફરમાવ્યું છે કે-“અન્યત્ર (કુટુંબાદિ માટે) આરંભ કરનાર ધર્મસંબંધી આરંભ ન કરે તો તે તેનું અજ્ઞાન છે. તેનાથી લોકમાં પ્રવચનની લઘુતા થાય છે અને તે અબોધિનું કારણ બને છે.'
D]D]DDDDDDDDDEDDRENDED Gbg/d/g/bblog/S 3 G
]S]NoEdSMS