________________
વિરોધ આવશે-એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે ધર્મ માટે પોતાની અવસ્થાને ઉચિત આરંભ કરવામાં ઉપર જણાવેલાં તે તે વચનોનો વિરોધ આવતો નથી.
સંકાશ શ્રાવકાદિની ધર્મકાર્યને વિશે વિષયવિશેષના પક્ષપાતવાળી અને પાપક્ષયને કરનારી વ્યાપારાદિ ક્રિયાને સ્વીકારીને કરેલી પ્રવૃત્તિથી પણ ઉપર જણાવેલી વાત માનવી જોઈએ. આશય એ છે કે સંકાશ શ્રાવકે પ્રમાદથી દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું. તેથી ક્લિષ્ટ એવા અંતરાયકર્માદિ કર્મનો તેણે બંધ કર્યો. દુ:ખે કરીને જેનો અંત આવે એવા દુરન્ત સંસારમાં એ કર્મના યોગે તે ભટક્યો. અનન્તકાળે તેણે મનુષ્યભવ પ્રાપ્ત કર્યો. એ વખતે તે દુર્ગત (દુ:સ્થ-દરિદ્રાદ્રિ) માણસોમાં શ્રેષ્ઠ (અત્યન્ત દુર્ગત) હતો. શ્રી પારગત-શ્રી સર્વજ્ઞ પરમાત્મા પાસેથી તેણે પોતાના પૂર્વભવને જાણ્યો. પરમાત્માના ઉપદેશથી; દુર્ગતિના કારણભૂત એવા કર્મની નિર્જરા માટે તેણે એવો અભિગ્રહ ધારણ કર્યો કે ‘જેટલું હું દ્રવ્ય કમાઈશ તેમાંથી ભોજન અને વસ્ત્ર માટે રાખીને જે વધે તે સઘળું ય દ્રવ્ય શ્રી જિનાલયાદિમાં વાપરીશ.’ ત્યાર બાદ કાલાન્તરે તે, અભિગ્રહનું પાલન કરીને મોક્ષમાં ગયો. આ દૃષ્ટાંતથી સમજાશે કે વેપાર વગેરેની ક્રિયા કરીને પણ ધર્મ કર્યાની વાત છે.
‘સંકાશશ્રાવકને એ પ્રમાણે કરવું ઉચિત હતું. કારણ કે તેના કર્મનો ક્ષય તે પ્રમાણે કરવાથી જ થઈ શકે એમ હતું. તેથી બીજાએ એ પ્રમાણે નહિ કરવું જોઈએ.’-આ પ્રમાણે કહેવાનું યોગ્ય નથી. કારણ કે સર્વથા અશુભ(આરંભાદિ) ક્રિયાથી વિશિષ્ટ કર્મનિર્જરા થાય નહિ. સામાન્ય રીતે આરંભાદિ ક્રિયા અશુભ જ હોય તો તેવી ક્રિયાથી
ETECTEDEEEEEEE
૫૯
DEEP DETE
19/GOO