________________
પોતાના કુટુંબાદિ માટે પાપ કરનારા અને ધર્મમાં સામાન્ય આરંભને જોઈને પૂજા વગેરે નહિ કરનારાને જોઈને લોકને એમ થાય છે કે જૈન ધર્મમાં પૂજાદિનું પણ વિધાન નથી લાગતું. જૈન શાસન આવું કેવું !-આ રીતે લોકમાં જૈન શાસનની લઘુતા થાય છે અને તે અબોધિનું બીજ છે. આ રીતે એવા ગૃહસ્થને અજ્ઞાન અને અબોધિ (મિથ્યાત્વ)ના બીજ સ્વરૂપ બે દોષોની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાનના કારણે પ્રાપ્ત થતા દોષનો વિચાર કરીએ તો અજ્ઞાનની ભયંકરતા સમજાયા વિના નહિ રહે. પ-૩ના
જો આ રીતે ધર્મ માટે પણ આરંભની પ્રવૃત્તિ (હિંસાદિ આરંભ) કરવાનું માનીએ તો “ધર્માર્થ વચ્ચે વિત્તેહા...' અને શુદ્ધાર્થથામં...' ઈત્યાદિ વચનોનો વિરોધ આવશે. ધર્મ કરવા માટે વિત્ત(ધન)ની ઈચ્છા જે કરે છે તેના માટે તો તેની ઈચ્છા ન કરવી : એ શ્રેષ્ઠ છે. કારણ કે કાદવમાં ખરડાવું અને પછી તેનું પ્રક્ષાલન કરવું એના કરતાં પહેલેથી જ કાદવને સ્પર્શ ન કરવો-એ સારું છે.-આ પ્રમાણે શ્રી અષ્ટક પ્રકરણમાં ચોથા અષ્ટકના છઠ્ઠા લોકમાં જણાવ્યું છે. તેનો અને તેના ત્રીજા અષ્ટકમાં બીજા શ્લોકમાં જે જણાવ્યું છે કે ચાયથી શુદ્ધ રીતે જેટલાં મળી શકે એટલાં તાજાં અને પવિત્રપાત્રમાં રહેલાં થોડાં કે ઘણાં વિશિષ્ટ પુષ્પો વડે પૂજા કરવી? : આ વચનનો વિરોધ આવે છે. કારણ કે એ લોકો આરંભનો નિષેધ કરે છે. આ શંકા કરીને તેનું સમાધાન જણાવાય છે
यच्च धर्मार्थमित्यादि तदपेक्ष्य दशान्तरम् । सङ्काशादेः किल श्रेयस्युपेत्यापि प्रवृत्तितः ॥५-३१॥ “સક્કાશાદિ શ્રાવકની આરંભને પ્રાપ્ત કરીને પણ ધર્મકાર્યમાં
DDDDDDDD, gિl/OBC/ST/
SC/ST/ST