________________
ફળ ભાવસ્તવ છે. તેને તો પૂ. સાધુભગવંતોએ પ્રાપ્ત કરી લીધું છે. તેથી તેઓશ્રીને દ્રવ્યપૂજાનું કોઈ જ પ્રયોજન નથી. જે શરૂઆતની ભૂમિકામાં ગુણને કરનારું હોય છે ત્યાર પછીની ઉત્તરભૂમિકામાં પણ ગુણને કરનારું હોય : એવું નથી હોતું. રોગને દૂર કરતી વખતે જે ઔષધ ગુણને કરનારું હોય તે ઔષધ નીરોગી અવસ્થામાં પણ ગુણને કરનારું હોય એવું કઈ રીતે બને ? રોગની ચિકિત્સાની જેમ ધર્મ પણ તે તે અધિકારીઓ માટે શાસ્ત્રમાં નિયત કરેલો છે. અષ્ટક પ્રકરણમાં આ વિષયમાં જણાવ્યું છે કે “શાસ્ત્રમાં અધિકારીની અપેક્ષાએ ધર્મસાધનની વ્યવસ્થા જણાવી છે. ગુણ કે દોષના વિષયમાં એ વ્યવસ્થા રોગચિકિત્સાની જેમ જાણવી.' પ-૨૦
ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતો સર્વથા આરંભથી નિવૃત્ત હોવાથી તેઓશ્રીને તો પૂજાનો (દ્રવ્યપૂજાનો) અધિકાર નથી. જ. પરંતુ કેટલાક ગૃહસ્થોને પણ તે નથી, તે જણાવવાપૂર્વક અધિકારીની અપેક્ષાએ ધર્મસાધનની વ્યવસ્થાનું સમર્થન કરાય છે
प्रकृत्यारम्भभीरुर्वा यो वा सामायिकादिमान् । गृही तस्याऽपि नाबार्थेऽधिकारित्वमतः स्मृतम् ॥५-२९॥
ભાવસ્તવાધિરૂઢ એવા પૂ. સાધુભગવંતોને દ્રવ્યપૂજાનો અધિકાર ન હોવાથી જે સ્વભાવથી જ હિંસાદિ આરંભના ભયવાળો છે અથવા જે ગૃહસ્થ સામાયિકાદિમાં રહેલો છે તેને પણ શ્રી જિનપૂજાના વિષયમાં અધિકારી તરીકે માનવામાં આવતો નથી.'આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આ વાતના અનુસંધાનમાં શ્રી અષ્ટક પ્રકરણની ટીકા કરનારા ફરમાવે છે કે તેથી જ સામાયિકમાં રહેલો શ્રાવક પણ પૂજાનો અનધિકારી છે. કારણ કે
DિE IN BIEBEDDED:\ષ્ટિ
NED, DEDDINDEDDED