Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ આશ્રયીને અતિચારથી રહિત એવી એ પૂજા અનુક્રમે વિનના શમને આપનારી, અભ્યયને આપનારી અને મોક્ષને આપનારી બને છે. - આ પ્રમાણે ઉપર જણાવેલા પચીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પૂજા કરતી વખતે મન, વચન અને કાયાનો પરિશુદ્ધ ઉપયોગ હોવો જોઈએ. પૂજા માટે જે રીતે મનની એકાગ્રતા કેળવવાની છે સૂત્ર, સ્તુતિ વગેરે જે રીતે બોલવાનાં છે અને કાયાને જે રીતે વંદનાદિમાં પ્રવર્તાવવાની છે, તે રીતે ચોક્કસપણે ઉપયોગ રાખી તે તે જે પૂજા કરાય છે, તેને અનુક્રમે મનોયોગસારા, વચનયોગસારા અને કાયયોગસારા પૂજા કહેવાય છે. પૂજામાં મનવચન-કાયાની શુદ્ધિનું ખૂબ જ મહત્ત્વ છે. યોગશુદ્ધિ અને યોગપ્રણિધાન વગેરે સ્વરૂપે એનું વર્ણન અનેક ગ્રન્થોમાં કર્યું છે. પૂજા કરનારાએ એનો ખ્યાલ રાખી મન-વચન-કાયાના યોગોને સારભૂત - પ્રધાન બનાવવા જોઈએ. મનમાં તરવાનો ભાવ હોય, જ્ઞાનની પ્રત્યે અગાધ પ્રેમ હોય અને વિધિ પ્રત્યે ઉત્કટ રાગ હોય તો ઉપર જણાવ્યા મુજબની યોગના સારવાળી પૂજા ખૂબ જ સરળતાપૂર્વક કરી શકાશે. શુદ્ધિથી યુક્ત એવા ચિત્તને આશ્રયીને કાયાદિ દોષોના પરિહારના કારણે અતિચારરહિત પૂજા થાય છે. એવી અતિચારરહિત પૂજા અનુક્રમે વિપ્નશાન્તિને કરનારી, અભ્યદયને આપનારી અને નિર્વાણપદને સાધી આપનારી બને છે. અહીં લોકમાં “શુધિવિત: ના સ્થાને વિત્તશુધિત:' આવો પાઠ મનાય તો તેનો આશય એ સમજવો કે મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક પ્રાપ્ત કરેલા તેવા પ્રકારના શુદ્ધ વિત્ત-દ્રવ્યથી જે પૂજા થાય છે તે અતિચારથી રહિત પૂજા શ્રેષ્ઠ છે. DEE DEFD,E,DEESED]D]D]D]DDEDGDિ

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64