________________
છે તેમ ઉત્તમ સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. એક હજાર આઠ લક્ષણોથી અને અભુતપાદિથી યુક્ત શરીરને પિંડ કહેવાય છે. દુઃખે કરીને જેનું નિવારણ કરી શકાય એવા પરીસહ અને ઉપસર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરવા વગેરે સ્વરૂપ આચારને ક્રિયા કહેવાય છે. શ્રદ્ધા, જ્ઞાન, વિરતિ વગેરે પરિણામ સ્વરૂપ ગુણો છે. પિંડ, ક્રિયા અને ગુણોના વર્ણનથી ગંભીર એવાં સ્તોત્રો દ્વારા પરમાત્માની સ્તોત્રપૂજા કરવી જોઈએ. તેમ જ રાગ, દ્વેષ અને મોહ પૂર્વક પોતે કરેલાં પાપોની ભગવન્તાદિની સાક્ષીએ કરાતી નિન્દાને પાપગ કહેવાય છે. એ ગઈ વખતે હું કેવો પાપી છું અને પરમાત્મા કેવા પાપરહિત છે'... ઈત્યાદિ પ્રકારના ભાવથી વાસિત હોવાથી પાપગહથી યુક્ત એવાં સ્તોત્રો પ્રકૃષ્ટ હોય છે. એવા સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. આ સ્તોત્રો પણ સારી રીતે સુંદર પ્રણિધાન(એકાગ્રતા)પૂર્વક બોલવાના હોવાથી આ પૂજા સમ્યફપ્રણિધાનપુર:સર સ્તોત્રોથી થતી હોય છે. એવી સ્તોત્રપૂજા સંગત છે અર્થાત્ ફળને આપનારી છે. શ્રી ષોડશકપ્રકરણમાં સ્તોત્રનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે૧ – પિંડ, ક્રિયા અને ગુણને જણાવનારાં. ૨ – અર્થગંભીર. ૩ - છન્દ અને અલંકારોની રચનાના કારણે વિવિધ વર્ણવાળાં. ૪ – આશયશુદ્ધિને કરનારાં. ૫ - સંવેગ પ્રાપ્ત કરાવનારાં. ૬- પરમ પવિત્ર ૭ - પોતાના પાપનું નિવેદન કરનારાં. ૮ - ઉપયોગ પ્રધાન.
DHDHDHIDDED D', Gududg//
id/g/d/g/gDgNGS