________________
વર્ણવાળું પહેરવું-આ પ્રમાણે શ્રી ષોડશકપ્રકરણમાં જણાવતાં ફરમાવ્યું છે કે ‘સિતગુમવસ્ત્રળ’- પવિત્ર ઉજ્જવળ વસ્ત્રને ધારણ કરવા વડે પૂજા કરવી. પૂજા કરતાં પૂર્વે દેશથી અથવા સર્વથા સ્નાન કરવાનું આવશ્યક છે. હાથ, પગ અને મુખના પ્રક્ષાલનને દેશસ્નાન કહેવાય છે. અને પગથી મસ્તક સુધીના પ્રક્ષાલનને સર્વસ્નાન કહેવાય છે આ બે પ્રકારનું દ્રવ્યસ્નાન છે. આગમમાં પ્રસિદ્ધ એવા કર્મમલના પ્રક્ષાલનના અધ્યવસાયવિશેષને ભાવનાન કહેવાય છે. આવાં બંન્ને પ્રકારનાં (દ્રવ્ય-ભાવ) સ્નાનથી પવિત્ર બનીને પૂજા કરવાની છે. પૂજા કરતી વખતે અગ(હસ્તાદિ), ઉપાડ્ગ(આંગળી વગેરે) અને ઈન્દ્રિયોની અશુભચેષ્ટાઓનો નિરોધ કરવા વડે સંવૃત (સંયત) બનેલા આત્માએ પૂજા કરવી જોઈએ. શરીર કે ઈન્દ્રિયો દ્વારા કર્મબન્ધ જે રીતે ન થાય તે રીતે પૂજા કરવી. શરીરાદિને સંયમિત બનાવ્યા વિના આત્માને સંવરભાવની પ્રાપ્તિ થતી નથી. કાયાનો સંયમ, મનની એકાગ્રતા માટે ખૂબ જ આવશ્યક છે. અપ્રશસ્ત વિષય-ખાનપાનાદિમાં એ અનુભવ સિદ્ધ છે. ।।૫-૨૩૫
પ્રતિષ્ઠા પછી પૂજાનું નિરૂપણ શરૂ કર્યું છે. તેમાં પુષ્પાદિપૂજાનું નિરૂપણ કર્યું. હવે સ્તોત્રપૂજાનું નિરૂપણ કરાય છે - पिण्डक्रियागुणोदारैरेषा स्तोत्रैश्च सङ्गता । पापगर्हापरैः सम्यक्प्रणिधानपुरःसरैः ॥५- २४|| “શરીર, ક્રિયા અને ગુણોના વર્ણનથી ગંભીર, પોતાના પાપની ગર્હ કરવામાં તત્પર અને સારી રીતે કરાતા પ્રણિધાનપૂર્વકનાં સ્તોત્રોથી આ પૂજા સફ્ળત છે.’’ આ પ્રમાણે ચોવીસમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યોથી જેમ પૂજા કરાય
DEPE
-
dddddddd LO
EDEEP