Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ અલંકાર અને સર્વ આદર વડે પરમાત્માની પૂજા-ભક્તિ કરાય છે, તેને ‘સર્વોપચારા’ પૂજા કહેવાય છે. સત્ત્વવòળ... ઈત્યાદિ આગમમાં વર્ણવેલી ઈન્દ્રાદિની જેમ શ્રી દશાર્ણભદ્રાદિએ કરેલી જે પૂજા છે, તેને ‘સર્વોપચારા’ પૂજા કહેવાય છે. ।।૫-૨૨ ઉપર જણાવેલી પણ પૂજા કેવા પૈસાથી અને કેવા આત્માએ કરવી જોઈએ તે જણાવાય છે - इयं न्यायोत्थवित्तेन कार्या भक्तिमता सता । विशुद्धोज्ज्वलवस्त्रेण शुचिना संवृतात्मना ॥५- २३॥ ‘ન્યાયથી પ્રાપ્ત અને પરિશુદ્ધ એવા વિત્ત(ધનાદિ દ્રવ્ય)થી વિશુદ્ધ અને ઉજ્જવળ એવા વસ્ત્રને ધારણ કરી દ્રવ્ય અને ભાવથી પવિત્ર, એવા ભક્તિમાને ઈન્દ્રિયાદિની અશુભ ચેષ્ટાઓનો નિરોધ કરીને આ પૂજા કરવી જોઈએ.’-આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે-પૂર્વશ્લોકમાં વર્ણવેલી પૂજા ન્યાયથી પ્રાપ્ત થયેલા દ્રવ્યથી જ કરવી જોઈએ. અન્યાયથી પ્રાપ્ત એવા વિત્તથી પૂજા કરવાનું ઉચિત નથી. સામગ્રી ગમે તેટલી શ્રેષ્ઠ હોય પરન્તુ તે અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યથી મેળવેલી ન હોવી જોઈએ. ન્યાયથી પ્રાપ્ત વિત્તમાં બીજા કોઈનું વિત્ત આવી ગયું હોય તો ‘તેટલા પ્રમાણમાં તેનું પુણ્ય તેને પ્રાપ્ત થાઓ' આવી ભાવનાથી તેમ જ ન્યાયથી પ્રાપ્ત પણ ધન છોડવાજેવું છે, રાખવા જેવું નથી. આજે નહિ તો કાલે ગમે ત્યારે જે અવશ્ય નાશ પામવાનું છે તો તેનો સદુપયોગ કરી લેવો-એ જ હિતાવહ છે...ઈત્યાદિ ભાવથી ન્યાયોપાત્તવિત્તને પરિશુદ્ધ બનાવીને તે દ્રવ્યથી પૂજા કરવી. પૂજા કરતી વખતે વિશુદ્ધ વસ્ત્રયુગલ લાલ, પીળા વગેરે DEEEEEE UuUDDDDDDD ૪૪ DEEEEEEE

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64