________________
હોય તો સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનારા પરમાત્માની પ્રત્યે અહોભાવ ના આવવાનું કોઈ જ કારણ નથી.
છેલ્લી મનોયોગસારા (નિર્વાણપ્રસાધની) પૂજામાં જે દ્રવ્યો ઉપલબ્ધ નથી અને જે દ્રવ્યો મંગાવી પણ શકાતાં નથી-એવાં ઉત્તમોત્તમ પારિજાતનાં પુષ્પ વગેરે દ્રવ્યો મનથી પ્રાપ્ત કરાય છે. તેવા દ્રવ્યથી મનથી પૂજા કરાય છે. આ લોકમાં જે ઉત્તમોત્તમ દ્રવ્ય છે તેનાથી તો ત્રીજી પૂજા કરનારા દરરોજ પૂજા કરતા હોય છે. પરંતુ ત્રણ લોકમાં જે સુંદર છે એવાં નંદનવનાદિ સ્થાનોમાં પ્રાપ્ત થનારા પારિજાતનાં પુષ્પ વગેરે દ્રવ્યોને છેલ્લી પૂજામાં મનથી પ્રાપ્ત કરાય છે. જે મળ્યું છે એને સારામાં સારું માનીને ઉપયોગમાં લેવાનું કાર્ય દરરોજ કરીને પરમતૃમિનો અનુભવ આપણે કરતા જ હોઈએ છીએ. ઈન્દ્રાદિદેવો પરમાત્માની પૂજા માટે જેવાં દ્રવ્યો વાપરે છે; એવાં દ્રવ્યોના અભાવે મનથી જ એ દ્રવ્યની કલ્પના કરીને ઉપલભ્ય ઉત્તમોત્તમ દ્રવ્યોથી છેલ્લી નિર્વાણપ્રસાધની પૂજા કરાય છે. નવમાં ષોડશકની બારમી ગાથાના પૂર્વાર્ધમાં જણાવ્યું છે કે ત્રણ લોકમાં જે સુંદર છે તેવાં પુષ્પાદિને તેઓ મનથી પ્રાપ્ત કરે છે.... ઈત્યાદિ બરાબર સમજી લેવું. (પ-રકા
પૂજા કરવા માટે સ્નાન વગેરે કરવું પડતું હોવાથી છકાય જીવોના વધનો પ્રસંગ આવે છે તેથી તે પૂજા યુક્ત નથી. આ પ્રમાણેની શક્કાનું નિરાકરણ કરાય છે -
न च स्नानादिना कायवधादत्रास्ति दुष्टता । दोषादधिकभावस्य तत्रानुभविकत्वतः ॥५-२७॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે, અહીં પૂજા કરવામાં સ્નાનાદિના કારણે