________________
નૈયત્ય અને ઉપર જણાવેલો ભક્તિભાવ વગેરેથી કરાતી પૂજા વિવક્ષિત ફળને આપનારી છે. શાસ્ત્રવિહિત પણ અનુષ્ઠાન વિધિના પાલનાદિ વિના તારક બનતું નથી. અનુષ્ઠાન કરવા છતાં તેનું વિવક્ષિત ફળ ન મળે તો તે અનુષ્ઠાન સુધારવું જ જોઈએ. – એટલો ખ્યાલ અનુષ્ઠાનના કરનારાને હોવો જોઈએ. પ-૨૧
હવે પૂજાના પ્રકાર જણાવાય છે - सा च पञ्चोपचारा स्यात् काचिदष्टोपचारिका । अपि सर्वोपचारा च निजसम्पद्विशेषतः ॥५-२२॥
“તે પૂજા ત્રણ પ્રકારની છે. પોપચારા, અપચારા અને પોતાની સમ્પત્તિવિશેષને આશ્રયીને સર્વોપચારા' - આ પ્રમાણે બાવીશમી ગાથાનો અર્થ સુગમ છે. કહેવાનો ભાવ એ છે કે બે જાનુ (ઢીંચણ), બે હાથ અને મસ્તક – એ મળીને પાંચ અલ્ગોથી વિનયઉપચાર કરવા વડે ‘પભ્યોપચારા” પૂજા થાય છે તેમ જ આગમમાં પ્રસિદ્ધ એવાં પાંચ વિનયના સ્થાનના આસેવનથી પણ પચ્ચોપચારા’ પૂજા થાય છે. સચિત્ત પુષ્પમાલાદિનો ત્યાગ કરવો; અચિત્ત હાર વગેરેનો ત્યાગ ન કરવો; ખેસ ધારણ કરવો; પ્રતિમાજીનાં દર્શન થતાની સાથે અંજલિ કરવી અને મનની એકાગ્રતા કરવી – આ પાંચ પ્રકારના વિનયના ઉપચારથી પૂજાને પખ્યોપચારા પૂજા કહેવાય છે. | ‘અeોપચારા પૂજા આઠ અંગના ઉપચારથી કરાય છે. મસ્તક, છાતી, પેટ, પીઠ, બે હાથ અને બે સાથળ-આ આઠ અંગોથી જે દંડવત્ પ્રણામ કરાય છે, તેને અeોપચારા પૂજા કહેવાય છે અને ત્રીજી પૂજામાં ઈન્દ્રાદિદેવોની જેમ પોતાની સમ્પત્તિને અનુરૂપ સર્વ બલ (ચતુરગ્રસેના સર્વવાહનાદિ); સર્વપરિવાર, સર્વસમ્પત્તિ, સર્વ
DEENDEDDEDDED