Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ ઈષ્ટફળની પ્રાપ્તિ પૂર્વે, જ્ઞાયક શ્રીસિદ્ધભગવન્તોના દ્રવ્યશરીરને ઈન્દ્રાદિદેવતાઓએ પણ જલાભિષેકદિ કાર્ય કર્યું છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકર પરમાત્માના નિર્વાણ વખતે પૂ. ગણધરભગવન્તાદિ મહાત્માઓ પણ શ્રી સિદ્ધપદને તેમ જ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. કાળધર્મ પામતાં પૂર્વેના તેમના શરીરને જ્ઞાયસિદ્ધ દ્રવ્યશરીર કહેવાય છે. તે સિધદ્રવ્યાવસ્થામાં તેઓશ્રી જલાભિષેકાદિથી રહિત હતા તોપણ દેવતાઓએ તે શરીરને જલાભિષેકાદિ કર્યા છે. વિવેક્સમ્પન્ન દેવતાઓ પણ જો તે કાર્ય કરે છે; તો સર્વસાવઘયોગમાં પ્રવર્તનારા ગૃહસ્થો તે ન કરે તો તેમના માટે તે અનિષ્ટની આપત્તિનું કારણ બનશે. આ રીતે બીજાની શક્કાનો પરિહાર થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે શંકાકાર સ્થાપનાનો નિષેધ કરતા નથી. માત્ર જલાભિષેકાદિનો નિષેધ કરે છે. તેથી ઉપર જણાવ્યા મુજબ તેમની શક્કાનો પરિહાર કર્યો છે. હવે તHસ્થાપનાન્ડે... ઈત્યાદિ ગ્રન્થથી એ જણાવાય છે કે સ્થાપનાને ક્યાં પછી જલાભિષેકાદિ પણ તારે માનવા પડશે. તવામિમત અહીંના તવ નો અન્વયે ટ્વેિની સાથે કરવો. આથી ગ્રન્થાશય સમજી શકાશે કે સ્થાપનામાં સિદ્ધાવસ્થાપૂર્વેની જન્મ, દીક્ષા અને અનશનાદિ અવસ્થાવિશેષની કલ્પનાએ થતી ભાવવૃદ્ધિના કારણે જલાભિષેકાદિ કરાય છે. અન્યથા શંકાકાર એ ન માને તો સ્થાપના અશ્લીલ (નગ્નતાદિ સૂચક) માનવી પડશે. આથી સ્પષ્ટ છે કે શક્કાના કારણે જે વ્યભિચાર (વ્યર્થ7) જણાતો હતો તે નહિ જણાય. આ રીતે : પ્રાદ...વ્યભિચારિત્વમ્ આ ગ્રન્થનો યથાશ્રુતાર્થ મને જે જણાયો તે જણાવ્યો છે. ત્રિશત્ ત્રિશિલ મી. ૨ (પ્રકાશક દિવ્યદર્શન G]|DF\SqDDF\EDGE ]D]D]D

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64