________________
છે. આઠ દિવસ સુધી નિરન્તર પ્રતિમાજીની પૂજા અને વાચકોને દાન ભાવપૂર્વક આપવું જોઈએ.” આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ પ્રતિષ્ઠાવિધિમાં ક્ષેત્રશુદ્ધિ માટે અને પાણીની વર્ષા માટે વાયુકુમાર અને મેઘકુમાર દેવસમ્બન્ધી મન્વન્યાસાદિ કરવાનું શિષ્ટ જનોની પરંપરાથી આવેલું છે-તે યુક્તિયુક્ત છે. આઠ દિવસ સુધી દરરોજ પરમાત્માના પરમતારક બિંબની પૂજા (અંગરચનાદિ સ્વરૂપ વિશિષ્ટ પૂજા) અને વાચકોને પોતાની સમ્પત્તિને અનુસરી દાન આપવું જોઈએ. ભાવપૂર્વક અપાયેલ દાન વગેરે શાસનની પ્રભાવનાના પ્રબળ કારણ છે. શાસનની તેવા પ્રકારની પ્રભાવના માટે ઉપર જણાવ્યા મુજબ નિરન્તર આઠ દિવસ સુધી પૂજા અને દાન કરવાં જોઈએ. શક્તિસંપન્ન આત્માઓ પોતાની શક્તિ અનુસાર દાનાદિ કરે તો શાસનની પ્રભાવના ચોક્કસ જ થયા વિના નહિ રહે. શાસન ઉન્નતિના કારણ તરીકે નહિ જણાય ત્યાં સુધી તેની ઉન્નતિ કરવાનું શક્ય નથી. જેમ બને તેમ વધારે આત્માઓના હૃદયમાં શાસન પ્રત્યે બહુમાન પ્રગટે એ આશયવિશેષ શાસનોન્નતિનું પ્રબળ કારણ બને છે. શાસનોન્નતિના નામે પોતાનો પ્રભાવ પાડવાનો ભાવ આવી ન જાય-એનું સતત ધ્યાન રાખવું જોઈએ. જાતને ભૂલીને શાસન-ઉન્નતિ માટે પ્રયત્ન કરવાથી શાસનોન્નતિ પારમાર્થિક બને છે.
અહીં : પ્રાદ થી આરંભીને નૈવ શ વ્યમિઘારિત્વ અહીં સુધીનો ગ્રન્થ ( ) આ મુજબ કૌસમાં જણાવ્યો છે. પ્રાચીન હસ્તલિખિત પ્રતમાં એ પાઠ ઉપલબ્ધ નથી. અહીં જે ઉપલબ્ધ છે તેમાં અશુદ્ધિ પણ લાગે છે. એટલે તેનું વિવરણ કરવાનું થોડું અઘરું જ છે. છતાં સંભાવ્ય પાઠને આશ્રયીને તે ગ્રન્થનો આશય નીચે
DDDDDDDD;
CDDDDDDD OM//blog/hS૩૯d Noblogs/d/b/S