________________
લઈને પ્રતિષ્ઠામાં ઉપર જણાવ્યા મુજબ પ્રતિબન્ધત્વના વ્યવહારનો પ્રસંગ નિવારી શકાય છે. પરન્તુ ભૂતકાલીન અર્થમાં વિહિત છે પ્રત્યયસ્થળે પણ પ્રક્ષિત ત્રીદા: ઈત્યાદિ સ્થળે ધ્વસ દ્વારા ફળ મનાતું નથી. આશય એ છે કે સંસ્કૃત (સંસ્કાર કરાયેલા) બ્રિહિ(અનાજવિશેષ)ને અનુષ્ઠાન પ્રસંગે વાવવા જોઈએ. આ પ્રમાણે જણાવતી વખતે ત્યાં પ્રોક્ષિતવ્રીહિને જ ફળની પ્રત્યે પ્રયોજક મનાય છે. પરંતુ પ્રોક્ષણ- (સંસ્કરણ)ધ્વસને પ્રયોજક માનવામાં આવતો નથી. તો અહીં પ્રતિષ્ઠાધ્વસને ફળની પ્રત્યે દ્વાર(અવાન્તર વ્યાપાર)રૂપે પ્રયોજક માનવાનું કઈ રીતે ઉચિત મનાય ? કારણ કે જે કારણના નાશ પછી લાંબા કાળે જે ફળની પ્રાપ્તિ થાય છે (અર્થાદ જે ફળની પ્રાપ્તિ થતાં પૂર્વે જ લાંબા કાળે તેના કારણનો નાશ થયો છે) તે ફળની પ્રત્યે તે કારણનું દ્વાર કલ્પાય છે અને તે ભાવસ્વરૂપ જ મનાય છે. દાનાદિ ધર્મની આરાધનાથી ઘણા લાંબા કાળે સ્વર્ગાદિની પ્રાપ્તિ થતી હોય છે. તે વખતે દાનાદિ નાશ પામેલા હોવાથી દાનાદિથી ઉત્પન્ન અપૂર્વ (પુણ્યાદિ) દ્વારા દાનાદિને સ્વર્ગાદિની પ્રત્યે કારણ મનાય છે. અન્યથા અહીં પણ દાનાદિના ધ્વસને સ્વર્ગાદિની પ્રત્યે કારણ માની શકાય છે. પરંતુ અપૂર્વના ઉચ્છેદની આપત્તિના કારણે એમ કરાતું નથી. અન્યથા અપૂર્વના ઉચ્છેદનો પ્રસંગ આવશે-એ સ્પષ્ટ છે.
યદ્યપિ ક્વચિત્ યાગાદિવ્વસમાં સ્વર્ગાદિની પ્રયોજકતા મનાય છે; પરન્તુ પ્રતિષ્ઠાધ્વસમાં કારસ્વરૂપે પ્રયોજકતા માનવાનું જ શક્ય નથી. કારણ કે પ્રતિષ્ઠાવંસના અભાવમાં પૂજ્યત્વ તેમના મતે પ્રસિદ્ધ હોવાથી પ્રતિષ્ઠાધ્વસમાં પ્રતિમાજીની પૂજાદિથી પ્રાપ્ત થનાર ફળની પ્રત્યે પ્રયોજતા માનવાનું શક્ય નથી; તે જણાવાય છે
| DEES|DDINEEDED]B SEBITD|DF\ D]D]DED Udd/g/d/g/DOB/S૩SHQBEGÒS7d6dS