________________
મુજબ જણાવું છું. અન્યવિવેચનકર્તાનાં વિવેચનોથી પણ તે સમજવાનો પ્રયત્ન જિજ્ઞાસુઓએ કરવો જોઈએ.
-
પર: પ્રાહ... ઈત્યાદિ – અહીં કેટલાક લોકો કહે છે કે વિશેષ પ્રકારના ન્યાયથી પ્રાપ્ત દ્રવ્યાદિ દ્વારા શ્રી જિનબિંબનું નિર્માણકાર્ય ભાવની શુદ્ધિપૂર્વક થયેલું હોવાથી તેની સ્થાપના વખતે વિઘ્નશાન્તિ માટે બલિ વગેરે અપાય છે-તે ઉચિત નથી. કારણ કે ભાવની શુદ્ધિથી જ વિઘ્નની શાન્તિ થઈ જાય છે. કેટલાક લોકોનું એ કથન યુક્ત નથી. ભાવની વાસ્તવિક અભ્યન્તર સ્થાપનામાં ભાવની પ્રધાનતા હોવાથી સ્વભાવથી જ પારમાર્થિક ભાવ વડે વિઘ્નોની શાન્તિ થઈ જાય છે. અહીં તો બાઠ્યબિંબસ્થાપના વખતે બિલ વગેરેના ઉપચારથી જ ક્ષેત્રાધિષ્ઠાયક દેવાદિને ઉદ્દેશીને શાન્તિ વગેરે માટે ઉપર જણાવ્યા મુજબ મન્વન્યાસાદિ કરાય છે. તેથી શાસનની ઉન્નતિ થવાના કારણે વિશેષ અભ્યુદયની સિદ્ધિ (પુણ્યાનુબન્ધી પુણ્યવિશેષની સિદ્ધિ) થાય છે. અન્યથા અભ્યન્તર પ્રતિષ્ઠાની સિદ્ધિ થઈ ગયા પછી બાહ્યપ્રતિષ્ઠા જ અસિદ્ધ બનશે. કારણ કે શાસનની ઉન્નતિ વગેરેના ઉદ્દેશથી તે કરાય છે. કર્મનિર્જરાદિ ફળ તો અભ્યન્તર પ્રતિષ્ઠાથી પ્રાપ્ત જ છે.
માત્ર ભાવથી જ કાર્ય(ફળ) સિદ્ધ થતું હોય તો; પ્રતિમાજીમાં પદ્માસન અને પર્યંકાસન વગેરે મુદ્રા દ્વારા સિદ્ધાવસ્થાની સ્થાપના કરાય છે, પરન્તુ તેમ કરવાથી સિદ્ધાવસ્થામાં જળનો અભિષેક વગેરે ન હોવાથી પ્રતિમાજીનો પણ જલાભિષેક વગેરે નહિ કરવાનો પ્રસંગ આવશે (અર્થા જલાભિષેકાદિ વ્યવહાર ઉચિત નહિ મનાય) - આ પ્રમાણે બીજા લોકો જે કહે છે-તે બરાબર નથી. કારણ કે પોતાના
BED
DE
४०
p
UdJ99DUGGG/G