Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ સંબન્ધી; અસ્પૃશ્યસ્પર્શાદિકના અનાદિકાલીન સંસર્ગાભાવ જેટલા હોય તેનાથી સહિત હોવી જોઈએ. ધ્વંસ, પ્રાગભાવ અને અત્યન્તાભાવ આ ત્રણ સંસર્ગાભાવ છે. પ્રાગભાવ (ઉત્પત્તિ પૂર્વેનો) અને અત્યન્તાભાવ અનાદિકાળના છે. પ્રતિષ્ઠાના ધ્વંસના કાલ દરમ્યાન અસ્પૃશ્યસ્પર્શાદિ થયેલા ન હોવા જોઈએ. અન્યથા પ્રતિષ્ઠાનો ધ્વસ પૂજ્યતાનો પ્રયોજક નહિ બને. ચિન્તામણિકારનું એ કથન ઉચિત નથી. કારણ કે પ્રતિષ્ઠા ક્યિા અથવા ઈચ્છા સ્વરૂપ હોય તો તેનો ધ્વસ પ્રતિમામાં નહિ રહે. (કારણ કે ધ્વસ સ્વપ્રતિયોગીના સમવાયી કારણમાં રહે છે.) સંયોગસ્વરૂપ પ્રતિષ્ઠા માનીએ તો તેનો ધ્વંસ પ્રતિષ્ઠા કરનાર અને પ્રતિમાજી બન્નેમાં હોવાથી પ્રતિમાજીની જેમ પ્રતિષ્ઠા કરનારમાં પણ પૂજ્યત્વ માનવાનો પ્રસંગ આવશે. પ્રતિમાજમાં રહેલા જ તાદૃશ સંયોગવિશેષને પ્રતિષ્ઠાસ્વરૂપ માનવાથી (અનુયોગિતાવિશેષથી સંયોગાશ્રયમાં પ્રતિષ્ઠા માનવાથી) પ્રતિષ્ઠા કરાવનારમાં પૂજ્યત્વ માનવાનો પ્રસંગ યદ્યપિ નહિ આવે પરન્તુ આ રીતે પ્રતિષ્ઠાના ધ્વસને પ્રતિમાજીની પૂજાથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે પ્રયોજક માનવામાં આવે તો પ્રતિષ્ઠાને તે ફળની પ્રત્યે પ્રતિબન્ધક માનવાના વ્યવહારનો પ્રસંગ આવશે. કારણ કે કારણભૂત અભાવના પ્રતિયોગીને(જેનો અભાવ હોય તેને) પ્રતિબન્ધક કહેવાય છે. કારણભૂત અભાવ અહીં પ્રતિષ્ઠાનો ધ્વંસ છે. તેનો પ્રતિયોગી પ્રતિષ્ઠા છે. તેને પૂજાફળની પ્રત્યે પ્રતિબન્ધક માનવાનો પ્રસંગ આવશે એ સ્પષ્ટ છે. યદ્યપિ અહીં પ્રતિષ્ઠાધ્વસ દ્વારા પ્રતિષ્ઠાને પ્રતિમાજીની પૂજાદિથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે પ્રયોજક માનવાથી પ્રતિષ્ઠાધ્વંસને DED]D]DEDDDD; DDDDDDDD

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64