________________
કારણે થનારા જ્ઞાનાભાવના સ્થળે) પ્રતિમાજીની પૂજા વગેરેના ફળની અનુપપત્તિ થવાની જ છે અર્થાત્ તે દોષ તેમને રહેવાનો જ છે. તેથી તેમની પણ માન્યતા ઉચિત નથી.
જે નવ્યર્નયાયિકો એ પ્રમાણે માને છે કે-પ્રતિષ્ઠાવિધિથી આત્મામાં જે અદૃષ્ટ ઉત્પન્ન થાય છે તે અદૃષ્ટ; સ્વાશ્રયાત્મસંયોગાશ્રય (સ્વ = અટ, તેનો આશ્રય આત્મા, તેનો સંયોગ પ્રતિમામાં છે.) એવી પ્રતિમામાં પૂજ્યત્વનું પ્રયોજક બને છે. આવી માન્યતાને ધરનારા એ નવ્યર્નયાયિકોને તદ્ગતિવિશિષ્ટ સમ્બન્ધનું જ્ઞાન ન હોય તો ‘અતિપ્રસંગ નો પ્રસંગ આવશે. આશય એ છે કે નૈયાયિકો આત્માને વિભુ માનતા હોવાથી સઘળાય મૂર્તિ(પાદિયુક્ત દ્રવ્ય) દ્રવ્યોની સાથે તેનો સંયોગ માને છે. તેથી પ્રતિષ્ઠા કરનારે જે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે તે પ્રતિમાની સાથે પ્રતિષ્ઠા કરનારનો જે સંયોગ છે એવો જ સંયોગ બીજી (અપ્રતિષ્ઠિત) પ્રતિમામાં પણ હોવાથી તે પ્રતિમામાં પણ પૂજ્યત્વનો પ્રસંગ આવશે. આ અતિપ્રસગનું નિવારણ કરવા પ્રતિમાવિશેષનું ગ્રહણ કરીએ તો તેનો અનુગમ(જ્ઞાન) શક્ય નહિ બને. તેથી નવ્યતૈયાયિકોનું કથન અનુચિત છે.
ચિન્તામણિકાર આ વિષયમાં જે નીચે મુજબ જણાવે છે તે પણ તેનો વિચાર ન કરીએ ત્યાં સુધી જ રમણીય લાગે છે. તેમનું કહેવું એ છે કે – 'પ્રતિષ્ઠિત પૂગલે આ વિધિવાક્ય પ્રતિષ્ઠામાં પૂજ્યતાનું કારણત્વ જણાવતું નથી; પરન્તુ પ્રત્યય ભૂતકાલીન અર્થને જણાવવા માટે વિહિત હોવાથી અતીતપ્રતિષ્ઠમાં પૂજ્યત્વ જણાવે છે અર્થા એ વાક્યથી પ્રતિષ્ઠાનો ધ્વસ પૂજ્ય–પ્રયોજક છે'- આવો અર્થ સૂચિત થાય છે. તે પ્રતિષ્ઠાધ્વંસ, પ્રતિષ્ઠાકાલ
DEDIT DES DEENDEDED SUNUDOS/SC/ST/SC/ST
SEEDED BEEN BE DED gggSGSETTINGS