________________
અધિષ્ઠાન વગેરે સંભવિત ન હોવાથી આ મુખ્ય પ્રતિષ્ઠા શક્ય નથી.” (૮-૬) “પૂજા વગેરે દ્વારા પ્રતિષ્ઠિત કરાતા દેવતાને કોઈ મુખ્ય ઉપકાર અહીં નથી, તેથી આ અતત્ત્વની કલ્પના બાલક્રીડા જેવી છે.” (૮-૭) આથી ઉપર જણાવ્યા મુજબના પ્રતિષ્ઠાના સ્વરૂપને માનવાથી નીચે જણાવ્યા મુજબની અન્યમતવાળાની માન્યતાઓનું નિરાકરણ થાય છે.
કેટલાક લોકોની એવી માન્યતા છે કે-“પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમાદિમાં દેવતાનું અહંકાર અને મમકાર સ્વરૂપ સનિધાન કરાય છે. પ્રતિમા જડ છે અને પોતે ચેતન છે. આવું વિશેષનું દર્શન હોવા છતાં દેવતા સનિધાન કરે એ શક્ય નથી'-આ પ્રમાણે નહિ કહેવું કારણ કે પોતાનું સાદૃશ્ય(સરખાપણું) જોવાથી ચિત્ર વગેરેમાં જેમ આપણને “આ હું છું અથવા આ મારું ચિત્ર છે' એમ આરોપિત જ્ઞાન થાય છે, તેમ પ્રતિમાદિમાં અહત્ત્વ અને મમત્વ બાધિત હોવા છતાં દેવતાને આરોપિત જ્ઞાન સંભવી શકે છે. આવું પણ જ્ઞાન જ્યારે નાશ પામશે ત્યારે તે પ્રતિમાજીની પૂજા કરવાથી ફળ મળશે નહિ'આવી શંકા ના કરવી. કારણ કે જ્ઞાનનો નાશ થયા પછી પણ તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કાર તો રહે છે. અસ્પૃશ્ય ચાંડાલાદિના સ્પર્શ વગેરેથી સંસ્કારનો નાશ થાય છે અને તેથી તેવી પ્રતિમાની પૂજાદિથી ફળ પ્રાપ્ત થતું નથી.” આવી જે માન્યતા છે તે બરાબર નથી.
કારણ કે જ્યાં વીતરાગદેવની સ્થાપના કરાય છે ત્યાં અહંકાર કે મમકાર સ્વરૂપ સનિધાન શક્ય નથી. કારણ કે રાગ વગરના તેઓશ્રીને અહંકારાદિ સંભવિત નથી. યદ્યપિ આ રીતે સરાગી દેવની તેવી સ્થાપના શક્ય છે; પરન્તુ સરાગીને દેવ માનવાનું જ મિથ્યાસ્વરૂપ
DDDDDDDD GUd/g/g/SSCST/SC/ST
HDHUT DDDDDD