________________
નથી.”આ પ્રમાણે આગણીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે દરેક પૂજા કરનારને પ્રતિષ્ઠા જોયેલી ન હોવાથી પ્રતિમાજીમાં ઉપર જણાવ્યા મુજબ પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન હોતું નથી. પરન્તુ પોતાની પૂર્વેના પૂજાદિને કરનારાને જોઈને પ્રતિષ્ઠિતત્વનું તેઓ અનુસધાન કરી લે છે. આ પ્રતિષ્ઠિતત્વના પ્રતિસન્ધાનથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં અવિસંવાદિવસનો પ્રત્યે આદર જાગે છે અને ભગવાન પ્રત્યે બહુમાન જન્મે છે. શ્રી વીતરાગપરમાત્માની મૂર્તિ જોઈને તેઓશ્રીનાં પરમતારક અવિસંવાદિ વચનોનું અનુસ્મરણ થાય : એ બનવાજોગ છે. કારણ કે એક સમ્બન્ધીનું જ્ઞાન બીજા સમ્બન્ધીનું સ્મરણ કરાવે છે. આ પ્રતિમાજીમાં જેઓશ્રી પ્રતિષ્ઠિત છે તે શ્રી વીતરાગપરમાત્માની વીતરાગતાદિના જ્ઞાનથી તેઓશ્રીની યથાર્થવાદિતાનું
સ્મરણ થાય છે તેમ જ હૃદયમાં ભગવાન પ્રત્યે બહુમાન જન્મે છે. વચન પ્રત્યેનો આદર અને ભગવાન પ્રત્યેનું બહુમાન : આ બેથી પ્રાપ્ત થયેલી સમાપત્તિ(વચનોની સાથે એકાત્મતા)ના કારણે પ્રતિમાજીની પૂજા કરનારાઓને પણ વિપુલ પ્રમાણમાં નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. રાગરહિત આત્માઓનું કાયાથી કે મનથી સનિધાન શક્ય નથી. પ્રતિમાજીની પાસે આવવા સ્વરૂપ કાયિક સન્નિધાન છે અને ત્યાં મોક્ષમાં રહીને આ હું છું અથવા આ મારી પ્રતિમા છે. આવા પ્રકારના અહંકાર કે મમકાર સ્વરૂપ વિચારને માનસિક સનિધાન કહેવાય છે. કોઈ પણ પ્રકારના મંત્રના સંસ્કારથી શ્રી વીતરાગ પરમાત્માઓનું એવું સનિધાન શક્ય નથી. શ્રી ષોડશકપ્રકરણમાં એ અંગે ફરમાવ્યું છે કે “પારમાર્થિક રીતે મુક્તિ વગેરે સ્થાનમાં પ્રતિષ્ઠિત થયેલ દેવતાની પ્રતિમાજીને વિશે તે દેવતાનું
GSQSQSQSQSQSQSQSS