________________
છે...’ ઈત્યાદિ વ્યવહાર કઈ રીતે સંગત થશે અને તે પ્રતિમા પૂજાદિ ફળની પ્રત્યે પ્રયોજકકઈ રીતે બનશે ? કારણ કે અહીં પ્રતિષ્ઠા, આત્મામાં આત્મસ્વભાવની જ થઈ છે. પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ નથી - આવી શંકાનું સમાધાન કરવા માટે ‘ઉપચારાત્ દિ: પુન:' આવો પાઠ અઢારમા શ્લોકમાં છે. એનો આશય એ છે કે બહાર પ્રતિમાજીમાં પણ ઉપચારથી આ પ્રતિષ્ઠા કરાય છે. શ્રી ષોડશક પ્રકરણમાં આઠમા ષોડશકની ચોથી ગાથાની વૃત્તિમાં જણાવ્યું છે કે - બાહય શ્રી જિનબિંબની જે પ્રતિષ્ઠા છે તે બહાર, પોતાના ભાવના ઉપચાર દ્વારા બીજાઓ માટે પૂજ્યતાનું સ્થાન બને છે. “પ્રતિષ્ઠા કરાવનારે જે મુખ્યદેવતાને ઉદ્દેશ્ય બનાવીને પોતાના આત્મામાં પોતાના ભાવની પ્રતિષ્ઠા કરી હતી તે જ આ મુખ્યદેવતા-શ્રી વીતરાગપરમાત્મા છે.' આવો ઉપચાર બહાર પ્રતિમામાં ભક્તિથી યુક્ત એવા વિદ્વાન પુરુષો કરતા હોય છે અને તેથી તે પ્રતિમાજીની પૂજાદિથી તેઓ ફળને પ્રાપ્ત કરે છે. આ રીતે બાહ્ય પ્રતિષ્ઠા ફળની પ્રત્યે પ્રયોજિકા બને છે.
આ રીતે પ્રતિષ્ઠા કરાવનારના ભાવના વિષયભૂત પરમાત્માના અભેદનું (તે જ આ વીતરાગપરમાત્મા છે) પરમાત્માની પ્રતિમામાં જે અવગાહન થાય છે, તેવા પ્રકારના અધ્યવસાયવિશેષથી જ પ્રતિમાજીના પ્રતિષ્ઠિતત્વના જ્ઞાન દ્વારા પૂજાદિનું ફળ પ્રાપ્ત થાય છે. પરન્તુ તે અધ્યવસાયનો નાશ થયે છતે પ્રતિમાજીના પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન ન થવાથી પ્રતિમાજીમાં અપ્રતિષ્ઠિતત્વ માનવાનો પ્રસંગ આવશે અને તેથી તેની પૂજાદિથી ફળના અભાવનો પ્રસઙ્ગ આવશે... આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે તેવા અધ્યવસાયનો નાશ થવા
WEDNESD DDDDDDUDDE
૩૦
DDDDDDDD