Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ છે. આવી સમરસાપત્તિમાં ઉપર જણાવેલી પ્રતિષ્ઠા કારણ બને છે. તેથી તે મુખ્ય ઉપચાર વિનાની (તાત્ત્વિક) પ્રતિષ્ઠા મનાય છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન સ્વરૂપ અગ્નિની (દાહાનુકૂલ) ક્રિયા વડે જેનો કર્મમલ બળી ગયો છે એવા આત્માને શ્રી વીતરાગપરમાત્માના શુદ્ધ આત્મતત્ત્વ સ્વરૂપ સુવર્ણભાવ (સિદ્ધકાંચનતા)ની પ્રાપ્તિ થાય છે, જેને સમરસાપત્તિ કહેવાય છે. આત્માનું આ રીતે પરમાત્મભાવમાં પ્રતિસ્થાપન થવાથી પરમપ્રતિષ્ઠા સ્વરૂપ સમરસાપત્તિ છે અને તેનો હેતુ ઉપર જણાવ્યા મુજબની સ્વમાં સ્વભાવની સ્થાપના સ્વરૂપ મુખ્ય પ્રતિષ્ઠા છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે – ‘જેથી પોતાના આત્મામાં પરમાત્માનું સ્થાપન કરવું-એ પરમ સમરસાપત્તિનું કારણ છે; બાહ્ય બિંબની સાથે પણ એ રીતે ઉપચારથી પરમાત્માનું સ્થાપન કરવું-એ પરમ સમરસાપત્તિનું કારણ બને છે. તેથી આ રીતે પોતાના આત્મામાં જ કરાતી નિજભાવની પ્રતિષ્ઠા મુખ્ય-તાત્ત્વિક જાણવી.’’ (૮-૫) “તે ભાવસ્વરૂપ રસેન્દ્રથી પુણ્યાનુબન્ધી પુણ્યસંપત્તિ (મહોદય)નો લાભ થવાથી કાલાન્તરે જીવસ્વરૂપ તાંબુ; પ્રકૃષ્ટ અને અપ્રતિત એવા સિદ્ધભાવ સ્વરૂપ સુવર્ણપણાને પ્રાપ્ત કરે છે.” (૮-૮) “વચન એટલે આગમ (શાસ્ત્ર); એ વચનસ્વરૂપ અગ્નિના પ્રયોગથી કર્મસ્વરૂપ ઈન્ધનનો દાહ થવાથી જે કારણે આ સિદ્ધકાંચનતા થાય છે; તેથી અહીં ભાવિધિમાં શાસ્ત્ર મુજબ કરાયેલી પ્રતિષ્ઠા પણ સફળ છે.'' (૮-૯) ઉપર જણાવ્યા મુજબ સ્વમાં સ્વભાવની જ પ્રતિષ્ઠા ગણાતી હોય તો તે પ્રતિષ્ઠા કરાવનારમાં જ હોવાથી ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત DOB UuUDDDOD ૨૯ BEDDE UGU

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64