Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ આશય એ છે કે અહીં પ્રતિષ્ઠાના સ્વરૂપમાં પ્રશ્ન એ થાય છે કે આ પ્રતિષ્ઠા શું છે ? જે મોક્ષસ્વરૂપને પામ્યા છે એવા મુખ્યદેવવિશેષની પ્રતિષ્ઠા કરાય છે કે પછી સંસારમાં રહેલા દેવવિશેષની પ્રતિષ્ઠા કરાય છે ? આ બે વિકલ્પમાં પ્રથમ વિકલ્પ માની શકાય એવો નથી. કારણ કે જેઓશ્રી મોશે પહોંચ્યા છે; તેઓશ્રીને મન્નસંસ્કારથી અહીં લાવી શકાય એમ નથી. મન્નાદિના પ્રયોગથી તેઓ અહીં આવે તો તેઓ મુક્ત થયા છે એમ મનાશે નહિ. આવી જ રીતે બીજો વિકલ્પ પણ માની શકાય એમ નથી. કારણ કે સંસારમાં રહેલા દેવવિશેષનું સનિધાન; કોઈ વાર હોય તોપણ કાયમ માટે શક્ય નહીં બને. તેથી બીજા વિકલ્પમાં પણ અનુપપત્તિ છે જ. તેથી પ્રતિષ્ઠા કોને કહેવાય છે : આ પ્રશ્નના સમાધાન માટે હવે પ્રતિષ્ઠાનું સ્વરૂપ અઢારમા શ્લોકથી જણાવ્યું છે. મુખ્યદેવને (મોક્ષે ગયેલા શ્રી વીતરાગપરમાત્માને) ઉદ્દેશીને પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિની આત્મામાં(પોતામાં) જે સ્થાપના છે તે મુખ્ય પ્રતિષ્ઠા છે, કારણ કે તેથી શ્રી વીતરાગપરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. શ્રી જિનાલયમાં જે પ્રતિષ્ઠા કરાય છે તે ઔપચારિક છે.” આ પ્રમાણે અઢારમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે મુખ્ય (મુફત, અસંસારી) દેવને ઉદ્દેશીને(ઉદ્દેશ્ય બનાવીને) પ્રતિષ્ઠા કરાવનારમાં જ, શ્રી વીતરાગત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ અને સિદ્ધત્વ વગેરે ગુણોનું અવગાહન કરનારી પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિસ્વરૂપ ભાવની જે સ્થાપના છે તે મુખ્ય પ્રતિષ્ઠા છે. “શ્રી વીતરાગપરમાત્મામાં જે ગુણો છે; તેઓશ્રીનું જે શુદ્ધ સ્વરૂપ છે, એવા જ ગુણો અને એવું જ સ્વરૂપ મારા આત્મામાં GEEEEEEEEEEEEED. STDDDDDDDDDSDED

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64