Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ ફળ છે.” (૭-૧૫) આથી સમજી શકાશે કે લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે અને આનુષંગિક રીતે અભ્યદય ફળ છે. ગ્રન્થકાર પરમર્ષિએ આનુષગ્નિક ફળનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે મુખ્ય ફળ સ્વરૂપ ઉદ્દેશ્યની સિદ્ધિ પ્રસંગે જેની ઉત્પત્તિ ટાળી શકાતી નથી, તેને આનુષગિક કહેવાય છે. લોકોત્તર તે તે અનુષ્ઠાનોનો મુખ્ય ઉદ્દેશ્ય મોક્ષ છે. પરંતુ તે તે અનુષ્ઠાનો તે ઉદ્દેશ્યથી કરતી વખતે કાલાદિના પરિપાક સ્વરૂપ કારણસામગ્રીના અભાવે જ્યારે મોક્ષની સિદ્ધિ ન થાય ત્યારે જે પુણ્યબન્ધ થાય છે અને તેના વિપાક(ફળ)સ્વરૂપે જે અભ્યદય પ્રાપ્ત થાય છે; તેના અવર્જનને અનુષજ્ઞ કહેવાય છે. લોકોત્તર અનુષ્ઠાનસ્થળે મોક્ષનો ઉદ્દેશ હોવાથી શ્રેષ્ઠ કોટિનો અભ્યય અનુષગથી પ્રાપ્ત થાય છે. લૌકિક અનુષ્ઠાનો સ્થળે તો મોક્ષનો તેવો ઉદ્દેશ ન હોવાથી અભ્યદય મુખ્ય રીતે પ્રાપ્ત થાય છે અને મોક્ષનો ઉદેશ જ ન હોવાથી તેને પ્રાપ્ત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ૧પ-૧૬ શ્રી જિનબિંબ ભરાવવાના વિધિનું વર્ણન કરીને હવે તેની પ્રતિષ્ઠાસંબન્ધી વિધિનું વર્ણન કરાય છે इत्थं निष्पन्नबिम्बस्य प्रतिष्ठाप्तैस्त्रिधोदिता । दिनेभ्योऽर्वाग् दशभ्यस्तु व्यक्तिक्षेत्रमहाह्वयाः ॥५-१७॥ પૂર્વે જણાવેલા વિધિથી તૈયાર કરાવેલ શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા દશ દિવસની અંદર કરાવવાનું જણાવાયું છે. આપ્તપુરુષોએ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા વર્ણવી છે. એક વ્યક્તિનામની, બે ક્ષેત્રનામની અને ત્રણ મહીનામની અદ્ર વ્યક્તિ પ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને D]D]D]DD]DE N IEND|DF D]S|DF\SqD

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64