Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ વિના તેનું પરિપાલન અને સંવર્ધન કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ વાર વિષમસ્થિતિમાં શ્રી જિનાલયની સારસંભાળ સારી રીતે કરી શકાય. આ રીતે શ્રી જિનમંદિરોનું નિર્માણકાર્ય કરાય તો શ્રી જિનાલયોના જીર્ણોદ્ધારાદિનાં કાર્યો વ્યવસ્થિત થાય. આ વિષયમાં વર્તમાન કાર્યપદ્ધતિનો નવેસરથી વિચાર કરવાની આવશ્યક્તા છે. શ્રી જિનાલયનું નિર્માણ, તેનો જીર્ણોદ્ધાર, તેની સારસંભાળ અને તેનો વહીવટ તેમ જ આ બધામાં પૂ. સાધુભગવંતોનો પુરુષાર્થ.. વગેરે બાબતો ફરીથી વિચારણા માંગે છે. આ શ્લોકમાં જણાવ્યા મુજબ આપત્કાલમાં જેનો ઉપયોગ કરવાનો છે એવાં દ્રવ્યોથી નૂતન મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે-એ કેટલા અંશે ઉચિત છે, તે વિચારવું જોઈએ. શ્રી વીતરાગપરમાત્માનું મંદિર પૂર્ણ થયે છતે તુરત જ શ્રી જિનબિંબ ભરાવીને શ્રી જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવું જોઈએ. કારણ કે શ્રી જિનબિંબથી અધિષ્ઠિત થયેલું એ મંદિર વૃદ્ધિવાળું બને છે. 114-9011 શ્રી વીતરાગપરમાત્માના પરમતારક બિંબના નિર્માણને આશ્રયીને વિધિ જણાવાય છે विभवोचितमूल्येन कर्तुः पूजापुरस्सरम् । देयं तदनस्यैव यथा चित्तं न नश्यति ॥५- ११॥ “પોતાની સંપત્તિને અનુરૂપ મૂલ્ય આપવા વડે; (શ્રી જિનબિંબના કર્તા શિલ્પીની)ભોજનપાનપુષ્પાદિથી પૂજા કરવા પૂર્વક; જે રીતે બંન્નેના ચિત્તનો નાશ ન થાય તે રીતે જુગારાદિ વ્યસનથી રહિત એવા શિલ્પીને શ્રી જિનબિંબ ઘડાવવા (ભરાવવા) આપવું.’’ EDC/DL ૧૫ DEEEEEE 0676767676]

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64