Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ ઉચિત નથી.'-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ, કારણ કે આ સદારંભમાં દ્રવ્ય અને ભાવમાં એક બીજાનો સારી રીતે અનુવેધ હોવા છતાં શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં દ્રવ્યનું (ધનાદિ દ્રવ્યનું) પ્રાધાન્ય હોવાથી તે કાર્યને દ્રવ્યસ્તવ તરીકે ઉપપન કર્યું છે, તેથી તેમાં કોઈ દોષ નથી. ઉપર જણાવ્યા મુજબ વિધિ અને શુદ્ધિ પૂર્વક કરાયેલું આ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય દ્રવ્યસ્તવ સ્વરૂપ હોવા છતાં શ્રી તીર્થકર પરમાત્માની પરમતારક આજ્ઞાની આરાધના સ્વરૂપ ભાવથી ગર્ભિત હોવાથી ભાવપૂજાસ્વરૂપ પણ છે. પ-લા શ્રી જિનાલયના નિર્માણ પછી જે કરવાનું છે તે જણાવાય છે जिनगेहं विधायैवं शुद्धमव्ययनीवि च । द्राक् तत्र कारयेद् बिम्बं साधिष्ठानं हि वृद्धिमत् ॥५-१०॥ “આ રીતે શુદ્ધ શ્રી જિનમંદિર અને અક્ષયનીવિને કરીને જેમ બને તેમ શીધ્ર શ્રી જિનબિંબ કરાવવું. કારણ કે શ્રી જિનબિંબના અધિષ્ઠાનવાળું શ્રી જિનાલય વૃદ્ધિને પામે છે.” આ પ્રમાણે દશમાં શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવેલા વિધિવિધાનથી શ્રી જિનાલયનું નિર્માણ કરીને પૂ. સાધુભગવન્તોને સોંપી ના દેવું. ‘આ તમને સોંપ્યું. જીર્ણ-શીર્ણ થાય તો તમે જ તેની સારસંભાળ રાખશો...' વગેરે કહીને શ્રી જિનાલયના સારસંભાળની જવાબદારી પૂ. સાધુભગવન્તો ઉપર નાખવી નહિ પરન્તુ અક્ષયનીવિનું નિર્માણ કરી ભવિષ્યમાં શ્રી જિનાલયની સુરક્ષા સરળતાથી થાય તેમ કરવું. શ્રી જિનાલયના જીર્ણોદ્ધારાદિ માટે સ્થાપન કરેલી મૂડી(મૂલધન)ને અક્ષયનીવિ કહેવાય છે. શક્ય પ્રયત્ને તેનો ઉપયોગ કર્યા GDDDDDDD;D' D]D]\ D\UFDGDDED G/g/d/g/gy/SOON 18YESQSQSQSQSQSQS

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64