________________
જિનમંદિરના નિર્માણમાં આરંભ તો થાય છે અને તેથી પાપબંધ પણ થાય છે તો તે વિવક્ષિત ફળનું કારણ કઈ રીતે થાય-આ શંકાનું સમાધાન કરતાં જણાવાય છે
इत्थं चैषोऽधिकत्यागात् सदारम्भः फलान्वितः । प्रत्यहं भाववृद्ध्याप्तै र्भावयज्ञः प्रकीर्तितः ॥ ५ - ९ ॥
“આ પ્રમાણે યતના હોવાથી નિષ્ફળ એવા આરંભની નિવૃત્તિના કારણે આ શ્રી જિનાલયના નિર્માણનો આરંભ કલ્યાણનું કારણ બને છે. દરરોજ ભાવની વૃદ્ધિ થતી હોવાથી તે કાર્યને ભાવયજ્ઞ તરીકે વર્ણવ્યું છે.’’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે-પૂર્વે જણાવ્યા મુજબની વિધિ અનુસારે શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરતી વખતે નિષ્ફળ (બિનજરૂરી) અન્ય આરંભનો ત્યાગ કરવાથી; જયણાથી યુક્ત જે આરંભ થાય છે; તે કલ્યાણકર ફળનું કારણ બને છે.
શ્રી જિનાલયના નિર્માણકાર્યના કાળમાં દરરોજ ‘કેટલું કામ થયું, કેટલું કામ બાકી છે; એ બાકીનું કામ કેવી રીતે વિલંબ વિના પૂર્ણ કરવું.....’ ઈત્યાદિ શ્રી જિનમંદિરસંબન્ધી વિચારણામાં મગ્ન હોવાથી ભાવની વૃદ્ધિ થાય છે. આવા શુભ આશયના અનુબન્ધના કારણે આ સદારંભને (શ્રી જિનમંદિરના નિર્માણકાર્યને) આપ્ત-સાધુજનોએ ભાવયજ્ઞ અર્થાદ્ ભાવપૂજા સ્વરૂપ વર્ણવ્યો છે. ષોડશકપ્રકરણના છઠ્ઠા ષોડશકની ચૌદમી ગાથામાં વિ ભાવવજ્ઞઃ આ પદોથી ઉપર જણાવ્યા મુજબ સદારંભને ભાવપૂજા-ભાવયજ્ઞ સ્વરૂપ વર્ણવ્યો છે.
‘આ રીતે શ્રી જિનાલયના નિર્માણકાર્યને ભાવપૂજાસ્વરૂપ ભાવયજ્ઞરૂપે વર્ણવવામાં આવે તો તેને દ્રવ્યસ્તવ તરીકે વર્ણવવાનું
BODETE GL/997976ZG
૧૩
NEEEEEE DDDDDDDDD