Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ઉપપત્તિ થાય છે. અન્યથા ધર્મ સફ્ળત નહીં બને. ઉદારતાનો આશય ન હોય તો ઉપર જણાવ્યા મુજબ નોકર વગેરે કર્મકરોની પ્રત્યે ધર્મમિત્રનો ભાવ નહિ આવે. પ-ગા શ્રી જિનાલયના નિર્માણના વિષયમાં ભૂમિ વગેરે બાહ્ય શુદ્ધિને આશ્રયીને વિધિ જણાવીને હવે આન્તરિક ભાવના વિષયમાં વિધિ જણાવાય છે स्वाशयश्च विधेयोऽत्रानिदानो जिनरागतः । अन्यारम्भपरित्यागाज्जलादियतनावता ॥५-८॥ અન્ય (ગૃહાદિસમ્બન્ધી) આરંભના પરિત્યાગથી જલાદિની યતનાવન્તે શ્રી જિનાલયના નિર્માણકાર્યના વિષયમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવ પ્રત્યેની ભક્તિથી નિયાણાથી રહિત એવો શુભ આશય કરવો જોઈએ. (અર્થાદુ એવા શુભ આશયથી શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું જોઈએ.)-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં શુભ આશય કેળવવો જોઈએ. શ્રી તીર્થંકરપરમાત્માની ભક્તિના આશયથી જ એ કાર્ય કરવું જોઈએ. પોતાની કીર્તિ કે ખ્યાતિ વધે... વગેરે કોઈ પણ જાતના આ લોક સંબન્ધી કે પરલોકસમ્બન્ધી ફળની અપેક્ષાથી રહિત બની માત્ર તરવાના આશયથી શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું જોઈએ. તેમ જ ગૃહાદિસમ્બન્ધી અન્ય આરંભોનો ત્યાગ કરીને જલાદિસંબન્ધી યતનાપૂર્વક શ્રી જિનમંદિર બંધાવવું જોઈએ. શક્ય પ્રયત્ને જલાદિ જીવોની પીડાનો પરિહાર કરવા સ્વરૂપ યતના છે. શ્રી જિનાલયનું અહીં નિર્માણ કરાય છે તેથી કૃતિનો વિષય મંદિર છે અને તેના વિષય શ્રી વીતરાગપરમાત્મા છે. આ રીતે D /UC ILL ૧૧ dd/ DE THE Dant

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64