Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ‘સારી ઈંટ વગેરે અને મજબૂત સારવાળું લાકડું, બળદ વગેરેને પીડા ન થાય તે રીતે ઉચિત મૂલ્ય વડે શકુનાદિપૂર્વક લેવું.’’આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણ માટે ઈંટ અને પાષાણ વગેરે સુંદર ગુણથી યુક્ત લેવા. લાકડું પણ સુંદર દેવતાદિથી અધિષ્ઠિત એવા ઉપવન કે વનાદિથી લાવેલું, સીધું અને ખદિરાદિ લાકડાની જેમ સારભૂત લેવું. એ ઈંટ, પાષાણ કે લાકડા વગેરે લાવતી વખતે, તેને વહન કરનારા બળદ વગેરે ઉપર અધિક ભાર નાખવાથી અથવા તો વધારે પડતા ફેરા કરાવવાથી બળદ વગેરેને પીડા ન પહોંચે તેનો ખ્યાલ રાખવો. ઈંટ, પાષાણ વગેરે લેતી વખતે તેને બનાવનારા પાસેથી તે અંગે જે ઉચિત મૂલ્ય હોય તે આપીને તે સામગ્રી લેવી. ‘“ દેરાસર માટે જોઈએ છે. સારામાં સારી સામગ્રી આપશો અને વ્યાજબી ભાવ લેશો.’’... વગેરે કહીને તે તે સામગ્રી લેવી નહિ. આ પ્રમાણે સામગ્રીનું ગ્રહણ પણ; સુંદર પાણીથી ભરેલા કળશ વગેરે શુભ શકુનો પૂર્વકનું હોય તો તે કલ્યાણનું કારણ બને છે. સુશકુનો ચિત્તના ઉત્સાહને અનુસરતા હોય છે અર્થાત્ ચિત્તના ઉત્સાહને સૂચવનારાં એ સુશકુનો હોય છે. ચિત્તનો ઉત્સાહ અભ્યન્તર શકુન છે અને પૂર્ણકળશાદિ બાહ્ય શુભશકુનો છે, જે અભ્યન્તર શકુનને જણાવે છે. આ વિષયમાં ચૌદમી બત્રીશીમાં વર્ણવેલા ત્રિવિધ પ્રત્યયોનું પણ અનુસન્ધાન કરી લેવું જોઈએ. આશય એ છે કે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિઙ્ગપ્રત્યય-આ ત્રણ પ્રત્યય છે. કરવા ધારેલાં અનુષ્ઠાનો ફલપ્રદ થશે કે નહિ આવી શક્કાને દૂર કરવાનું કાર્ય પ્રત્યય કરે છે. આત્માને કરવાની ઈચ્છા હોય, આપણા એ ઈષ્ટને DUDE DECE

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64