________________
જેવાનું પણ આવું ઔચિત્ય કરાય છે.”- આવા પ્રકારના શુભભાવની પ્રાપ્તિથી તેમને બોધિ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગેરે થાય છે.
શાસ્ત્રકારપરમર્ષિઓએ જણાવ્યા મુજબ દરેક અનુષ્ઠાનો કરવામાં આવે તો તે ખરેખર જ પરમતારક શ્રી જિનશાસનની પ્રભાવનાનું કારણ બન્યા વિના નહિ રહે. આવી પ્રભાવના કરવા માટે ખૂબ જ ઉદારતા કેળવવી પડતી હોય છે. સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ ફલનું કારણ ન બને તો તે ઉદારતાપૂર્વક કરાયું નથી-તેમ માનવું પડે. અત્યારે શ્રી જિનાલયોનું જે રીતે નિર્માણ થઈ રહ્યું છે તે અંગે થોડી વિચારણા કરવાનું ખૂબ જ આવશ્યક બન્યું છે. સ્વદ્રવ્યથી શ્રી જિનાલયો બંધાવવાની વાત ક્વચિત જ સંભળાય છે. તેથી ઉદારતાની વાત તો લગભગ વિસારે પડવા માંડી છે. દેવદ્રવ્યનો ઉપયોગ કરીને મોટાભાગનાં શ્રી જિનમંદિરો તૈયાર થાય છે. એમાં કેટલો અપવ્યય થાય છે તેનો વિચાર કરવાનું પણ લગભગ આવશ્યક જણાતું નથી. સુવિહિત પૂ. સાધુભગવન્તો પાસેથી ઉચિત વિધિનું જ્ઞાન મેળવી ખૂબ જ ઉદારતાપૂર્વક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય સ્વદ્રવ્યથી કરવું જોઈએ.
જ્યાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું પણ શક્ય લાગતું ન હોય ત્યાં સ્વદ્રવ્યથી શ્રી જિનાલયના નિર્માણની વાત કરવાનું થોડું વિચિત્ર જ લાગશે. પરંતુ એમાં વાંક શાસ્ત્રકાર પરમર્ષિઓનો નથી, આપણી અનુદારતાનો છે. આપ-પા
આ રીતે શ્રી જિનાલયના નિર્માણના કાર્ય માટે ભૂમિસંબન્ધી વિધિ જણાવીને હવે તેની સામગ્રીસંબન્ધી વિધિ જણાવાય છે
इष्टकादि दलं चारु दारु वा सारवन्नवम्- । गवाद्यपीडया ग्राह्यं मूल्यौचित्येन यत्नतः ॥५-६।।
| SG]|DF\EEEEEEEEE Gududd/g/SUBdB/ST
E EEEEDEDDED]D EgggggB/SUB