Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ કરવાનું ગુરુભગવન્ત કહેતા હોય અને એ કરતી વખતે શુભશકુનો થતાં હોય ત્યારે આ રીતે ત્રણ પ્રત્યયથી કરાતું કાર્ય સિદ્ધ થતું હોય છે. આવી જ રીતે શ્રી જિનમંદિરના નિર્માણ પ્રસંગે ઈટ, પાષાણ અને કાઇ વગેરે ગ્રહણ કરતી વખતે વિવિધ પ્રત્યયને અનુસરવાનું આવશ્યક છે, જેથી વિના વિને કાર્યની સિદ્ધિ અવશ્ય થશે. પ-દી શ્રી જિનાલયના નિર્માણ પ્રસંગે નોકરીની સાથે કઈ રીતે વર્તવું તે જણાવાય છે - भृतका अपि सन्तोष्याः स्वयं प्रकृतिसाधवः । धर्मो भावेन न व्याजाद् धर्ममित्रेषु तेषु तु ॥५-७॥ “સ્વભાવથી સરળ એવા નોકરોને પણ સન્તોષવા. કારણ કે ધર્મ, ભાવથી થાય છે. તેથી ધર્મમાં સહાયક એવા તેમના વિશે છળપ્રપંચ કરવાથી ધર્મ ન થાય'-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્ય માટે સ્વભાવથી જ પોતે સરળપરિણામી હોય એવા નોકરો વગેરે કાર્યકરોને રાખવા અને તેમને પણ યોગ્ય વેતન (પગાર) વગેરે આપીને સન્તોષ આપવો જોઈએ. તમે પણ શ્રી જિનાલયના નિર્માણમાં સહાયક છો... ઈત્યાદિ રીતે વચનોથી તેમને પ્રસન્ન કરવા. એ નોકર કે મજૂર છે, એમ વિચારવાના બદલે શ્રી જિનાલયના નિર્માણકાર્ય સ્વરૂપ ધર્મમાં કારણ હોવાથી ખરી રીતે તેમને ધર્મમિત્ર માનવા જોઈએ. આવા ધર્મમિત્રોને વિશે કોઈ પણ જાતનું પેટ વગેરે કરવું નહિ. ગમે તે રીતે પૈસા ઓછા આપીને તેમની પાસેથી કામ વધારે લેવું તેમને સમયસર પગાર આપવો નહિ અને આવશ્યક હોવા છતાં રજા ન આપવી...વગેરે દ્વારા તેમને ઠગવા નહિ. કારણ કે એવા વિશુદ્ધ ભાવથી જ ધર્મની

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64