________________
પરમમન્ત્ર છે. આ વાત શ્રી ષોડશપ્રકરણમાં નીચે મુજબ જણાવી છે. શ્રી જિનબિંબમાં મન્વન્યાસ કરવો. ૐ નમઃ પૂર્વક શ્રી વીતરાગ પરમાત્માનું જે નામ છે તે પરમમન્ત્ર જાણવો. કારણ કે તેથી નિયમે કરી મનન (જ્ઞાન) અને ત્રાણ (રક્ષા) થાય છે. (૭-૧૧) આથી સ્પષ્ટ છે કે ૐ નમ: ૠષમાય...ઈત્યાદિ પણ મન્વન્યાસ કરી શકાય છે. શ્રી ષોડશપ્રકરણનો પાઠ મન્વન્યાસમાત્રના સંવાદ માટે અહીં જણાવ્યો છે. ।।૫-૧૪||
શ્રી જિનબિંબ સુવર્ણ, રત્ન કે પાષાણાદિનું બનાવીએ તો તેમ જ મોટું કે નાનું વગેરે રીતે બનાવીએ તો વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે કે સામાન્યથી પરિણામની વિશેષતાએ ફળવિશેષની પ્રાપ્તિ થાય છેઆ શંકાના સમાધાન માટે જણાવાય છે
हेमादिना विशेषस्तु न बिंबे किन्तु भावतः । चेष्टा स शुभो भक्त्या तन्त्रोक्तस्मृतिमूलया ॥५- १५॥ ‘‘સુવર્ણ વગેરેના કારણે શ્રી જિનબિંબમાં કોઈ વિશેષ નથી; પરન્તુ ભાવ-પરિણામના કારણે વિશેષ છે. આગમોક્તવચનના સ્મરણપૂર્વકની ભક્તિથી કરાતી પ્રવૃત્તિના કારણે એ ભાવ શુભ થાય છે.’’આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સામાન્ય રીતે સુવર્ણ, રત્ન વગેરેનાં પ્રતિમાજી બનાવવામાં આવે કે પછી પાષાણાદિનાં પ્રતિમાજી બનાવવામાં આવે તેમ જ નાનાં કે મોટાં પ્રતિમાજી બનાવવામાં આવે તેથી કોઈ વિશેષ ફળની પ્રાપ્તિ થતી નથી. એવા પ્રકારની કોઈ વિશેષતા પ્રતિમાજીમાં નથી કે જેથી ફળવિશેષની પ્રાપ્તિ થાય. પરન્તુ ભાવવિશેષથી આત્માને વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.
DEEEEEEEE
DUDH
૨૨
DEEEEEE ED UUU/ U]