Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ “પોતાના ધનમાં ગમે તે રીતે બીજાનું ધન હોતે છતે તે વ્યક્તિને તેના પ્રમાણમાં પુણ્ય પ્રાપ્ત થાઓ-આવી ઈચ્છા સ્વરૂપ આશંસા, પ્રતિમાજી ભરાવતી વખતે કરાય છે. શ્રી અરિહન્ત પરમાત્માના નામ સાથે ૩ છે શરૂઆતમાં જેના અને સ્વાહા છે અન્તમાં જેના એવો મન્વન્યાસ કરાય છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રતિમાજી ભરાવવા માટે ન્યાયોપાત્ત સ્વદ્રવ્યનો ઉપયોગ કરવાનો છે. કોઈ કારણે એ ધનમાં જો પરધન આવી ગયું હોય તો આ પ્રતિમાજીના નિર્માણકાર્યથી તે ધનના સ્વામી (બીજા)ને પણ પુણ્ય પ્રાપ્ત થાઓ : આવી ઈચ્છા રાખવી જોઈએ. આ રીતે પોતાના ધનમાં પ્રવેશેલા(આવી ગયેલા) બીજાના ધનથી પુણ્ય કરવાની ઈચ્છાનો અભાવ હોવાથી, ન્યાયથી ઉપાલું ધન ભાવશુદ્ધ બને છે. શ્રી ષોડશકપ્રકરણમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે-“અહીં પ્રતિમાજીના નિર્માણમાં જે સ્વરૂપે જેટલા પ્રમાણમાં જેનું વિત્ત(ધન) મારા વિત્તમાં જાણે-અજાણે આવી ગયું છે, તે પુરુષને તેટલા પ્રમાણમાં, પ્રતિમાજીના નિર્માણથી ઉત્પન્ન થયેલું પુણ્ય પ્રાપ્ત થાઓ!-આ પ્રમાણે શુભાશય કરવાથી પ્રતિમાજીના નિર્માણ માટેનું ન્યાયપ્રાપ્ત વિત્ત ભાવશુદ્ધ બને છે. (૭-૧૦)” આવા ભાવશુદ્ધ સ્વદ્રવ્યથી પ્રતિમાજીનું નિર્માણકાર્ય કરાવવું. તેમ જ અધિકૃત (કોઈ એક) શ્રી તીર્થંકરપરમાત્માનું નામ જેના મધ્યભાગમાં છે અને ૩ તથા સ્વાહા અનુક્રમે જેના પ્રારંભે અને પ્રાન્ત છે એવો ( 2ષમા સ્વાદ...ઈત્યાદિ) મન્નન્યાસ કરવો જોઈએ. કારણ કે મનન કરવા માત્રથી રક્ષા કરતો હોવાથી તે જ DEEDED]DDED A SPEEDIEND|D]DS|D

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64