Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ વસ્થાત્રયને) આશ્રયીને પ્રતિમાજીમાં ઉભાવન કરાયેલી અવસ્થાત્રયના જ એ મનોરથો છે એમ માનીને તે પૂર્ણ કરવા જોઈએ. આ રીતે કરવાથી જ ભગવાન પ્રત્યેની ભક્તિનો પ્રર્ષ સંગત થાય છે. એ પ્રમાણે શ્રી ષોડશકપ્રકરણમાં કહ્યું પણ છે કે-“અધિક ગુણવાળા એવા પરમાત્મા સંબધી શિલ્પીને પોતાને થયેલા જે મનોરથો છે; તેનાથી યુતિ એટલે કે તેને પૂરા કરવા દ્વારા ચોક્કસપણે ન્યાયથી પ્રાપ્ત થયેલા ધનથી નિર્મળ અન્તઃકરણે શ્રી જિનબિંબ કરાવવું જોઈએ. (૭-૮) અહીં શ્રી જિનબિંબ કરાવવાના પ્રસંગે બાલાદિ અવસ્થાત્રણને અનુસરનારા મનોરથો વિદ્વાનોએ કહ્યા છે. શિલ્પીના ચિત્તમાં ઉદ્ભવેલા એ બાલાદિ અવસ્થાનુરૂપ મનોરથો હોય તેથી તે ઈચ્છાઓની પૂર્તિ માટે રમકડાં વગેરે આપવાં જોઈએ.” (૭-૯) આ રીતે ઉપયોગપૂર્વક શિલ્પીની તે તે ઈચ્છાઓને પૂર્ણ કરવાથી ચોક્કસ જ કાર્યની સિદ્િધ થાય છે. ચાલુ વ્યવહારમાં પણ જેમની પાસેથી કામ લેવાનું છે તે કાર્યકરોની તે તે જરૂરિયાત અંગે ખૂબ જ ઉપયોગપૂર્વક ધ્યાન આપીએ અને તેઓને તે અંગે કહેવાની જરૂર જ ન પડે તો તે કાર્યકરો આપણું કામ સર્વર અને સરસ કરી આપે છે- એ આપણે નજરે જોઈએ છીએ. તેથી પ્રતિમાજી ભરાવતી વખતે એ રીતે ધ્યાન રાખી શિલ્પીને ખુશ રાખવો જોઈએ-એ પરમાર્થ છે. પ-૧૩. શ્રી જિનબિંબ કરાવતી વખતે જે વિશેષ વિધિ કરવાનો છે તે જણાવાય છે स्ववित्तस्थेऽन्यवित्ते तत्पुण्याशंसा विधीयते । मन्त्रन्यासोऽर्हतो नाम्ना स्वाहान्तः प्रणवादिकः ॥५-१४॥ DDDDDDDDD GUICIDGE GEOGS DHD]D]DDEDGUD gggggSONGS

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64