________________
સાનુબન્ધ (ઉત્તરોત્તર વૃદ્ધિમત) કરવો જોઈએ. જે ઉત્સાહથી કાર્યનો આરંભ કર્યો હતો તેની અપેક્ષાએ કાર્યની સમાપ્તિ સુધી એ ઉત્સાહ વધતો રહેવો જોઈએ. કામ શરૂ કર્યું છે તો હવે પતાવો'...ઈત્યાદિ રીતે ઉત્સાહભર્શ થવો ના જોઈએ. અન્યથા બિંબનિર્માણાદિ કાર્યમાં ભલીવાર નહિ રહે. આથી સમજી શકાશે કે કાર્યની સિદ્ધિમાં ઉચિત ઉત્સાહ (ચિન્તના સન્તોષાત્મક પરિણામ)નું પ્રાધાન્ય છે. ઔદાર્ય અને ધૈર્ય વગેરે ગુણો ન હોય તો ચિત્તનો ઉત્સાહ જાળવવાનું ખૂબ જ કઠિન છે. લોકોત્તર અનુષ્ઠાનો તાત્ત્વિક રીતે ઉત્સાહને લઈને પરમનિર્જરાનાં કારણ બને છે. પ-૧૨ા
ચિત્તનો વિનાશ નહિ કરવાનું જણાવવા પાછળ જે આશય છે, તેને સ્પષ્ટ કરાય છે
तत्कर्तरि च याऽप्रीतिस्तत्त्वत: सा जिने स्मृता । पूर्या दौहृदभेदास्तज्जिनावस्थात्रयाश्रयाः ॥५-१३॥
“શ્રી જિનબિંબના કર્તા(નિર્માતા) શિલ્પીને વિશે જે અપ્રીતિ છે; તે વાસ્તવિક રીતે શ્રી જિનેશ્વરદેવસિમ્બન્ધી જ જાણવી અથ એવી અપ્રીતિના પરિવાર માટે પ્રયત્ન કરવો જોઈએ. તેમ જ શિલ્પીને તેની ત્રણ અવસ્થાને લઈને ઉત્પન્ન થયેલા મનોરથો ખરેખર તો શ્રી જિનની જ અવસ્થાત્રયને લઈને તે મનોરથો છે-એમ માનીને પૂર્ણ કરવા જોઈએ.” આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે-શ્રી વીતરાગપરમાત્માના પરમતારક બિબને કરનાર શિલ્પીને વિશે કોઈ પણ કારણસર અપ્રીતિ થાય તો તે દેખીતી રીતે શિલ્પીના કારણે થયેલી દેખાતી હોવા છતાં ખરી રીતે તો તે પરમાત્માને ઉદ્દેશીને જ થયેલી માનવી જોઈએ. એ અપ્રીતિ
g]DF\DEDS|D]D]D
E
?