________________
ચિત્ત બન્યા વિના નહિ રહે. સક્લિષ્ટ કાર્યો સ્વ-પરના હિતને કરનારાં નહીં થાય : એ યાદ રાખવું જોઈએ. પ-૧૧
ઉપર જણાવ્યા મુજબ બિંબ ભરાવનાર અને શિલ્પી: એ બંનેના ચિત્તનો નાશ ન થાય એ માટે નિર્વ્યસનીને જ તે કાર્ય કરવા માટે આપવું જોઈએ. તેથી બંનેના સંબન્ધમાં કોઈ પણ જાતની વિકલતા પ્રાપ્ત થતી નથી. થોડો પણ ચિત્તનો ભેદ ફળની હાનિને કરે છે. તેથી બંનેના સમ્બન્ધમાં કોઈ પણ પ્રકારની વિકલતા ન જ આવવી જોઈએ. આથી સમજી શકાશે કે શ્રી જિનબિંબના નિર્માણકાર્યમાં ભાવનું જ પ્રાધાન્ય છે. એ ભાવનું પ્રાધાન્ય જણાવાય છે
यावन्तश्चित्तसन्तोषास्तदा बिम्बसमुद्भवाः । तत्कारणानि तावन्तीत्युत्साह उचितो महान् ॥५-१२॥
“શ્રી જિનબિંબ કરાવતી વખતે; બિબના કારણે ઉત્પન્ન થયેલા જેટલા ચિત્તના સન્તુષ્ટ પરિણામો છે તે બધા જ બિંબના નિર્માણકાર્યનાં કારણ છે. તેથી ઉચિત ઉત્સાહ મહાન છે.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે ઉપર જણાવ્યા મુજબ વિધિપૂર્વક શ્રી જિનબિંબ ભરાવવાથી બંનેના ચિત્તનો નાશ થતો નથી. જેમ જેમ બિબ ભરાવવાનું કાર્ય આગળ આગળ ચાલવા માંડે છે તેમ તેમ બિંબ ભરાવનારને ચિત્તમાં સન્તોષ (પ્રીતિ-વિશેષ) ઉત્પન્ન થાય છે. એ બધા જ ચિત્તપરિણામો બિંબની નિર્મિતિમાં કારણ બને છે. કારણ કે તાત્ત્વિક રીતે તે પરિણામોથી જ બિંબ ભરાવવાના કાર્યની સમાપ્તિ થાય છે. બિંબ કરાવવા સ્વરૂપ સાધ્ય-ફળની પ્રાપ્તિ, એ ચિત્તના સન્તોષોથી થાય છે. ભાવને અનુરૂપ ફળ પ્રાપ્ત થતું હોવાથી અહીં પ્રીતિવિશેષ
GgUC/SgDC///NCS
guddugg|| Gu