________________
અનુષ્ઠાન કરવાનું ફરમાવ્યું નથી કે જેમાં પરને પીડા પહોંચાડવી પડે. કામ નાનું થાય, બહુ આકર્ષક ન થાય તો પણ ચાલે પરન્તુ બીજાને ખેદ થાય એવું તો તે ન જ હોવું જોઈએ. આમ કરવાથી શુભ અનુબન્ધ પ્રાપ્ત થાય છે અને તેથી ઉત્તરોત્તર કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. પ-૪
જે ભૂમિ ઉપર શ્રી જિનમંદિર બંધાવવાનું છે, તેની પાસે રહેનારા લોકોની પીડાનો પરિહાર કરવાનું જણાવીને તેમનું સન્માન કરવાનું પણ જણાવાય છે
आसन्नोऽपि जनस्तत्र मान्यो दानादिना यतः । इत्थं शुभाशयस्फात्या बोधिवृद्धिः शरीरिणाम् ॥५-५॥
કહેવાનો આશય એ છે કે, જે જગ્યામાં શ્રી જિનાલય બંધાવવાનું છે, તે જગ્યા ગ્રહણ કરતી વખતે પરપીડાનો પરિહાર કરવાથી જેમ ધર્મસિદ્ધિ થાય છે અર્થાત્ પરપીડાનો પરિહાર ધર્મસિદ્ધિનું અંગ બને છે; તેમ બીજું પણ ધર્મસિદ્ધિનું અંગ બને છે; તે આ શ્લોકથી જણાવાય છે. “શ્રી જિનાલયની આસપાસ રહેનાર લોકોનું દાન આપવા દ્વારા અને સત્કારાદિ કરવા દ્વારા બહુમાન કરવું. જેથી એ પ્રમાણે તે લોકોને શુભભાવની વૃદ્ધિ થવાથી સમ્યગ્દર્શનની વૃદ્ધિ થાય છે.'-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનાલયની આસપાસ રહેતા લોકો પોતાના સંબન્ધી ન હોય તો પણ તેમને ઉચિત દાનાદિ આપવા દ્વારા અનુકૂળ બનાવવા જોઈએ. કારણ કે આવી રીતે ભગવાન શ્રી જિનેશ્વરદેવની ભકિતના કારણે કરેલા ઔદાર્યથી એ લોકોને શુભ ભાવની પ્રાપ્તિ થતી હોય છે. “જૈનોનો ધર્મ કેવો છે કે આપણા
DિDDDDDDDDDED]D]D]D]DE DOB/S/
S SqS/SC/SOM/EdSMS