Book Title: Bhakti Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 8
________________ લોકોના ખેદનું નિમિત્ત ના બને એનું ધ્યાન રાખવું જોઈએ અને ભવિષ્યમાં એ ભૂમિ કલ્યાણોની પરંપરાને સર્જનારી બનવી જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રીય નીતિ મુજબ શુધ પૃથ્વી ઉપર નિર્માણ કરાયેલું શ્રી જિનમંદિર સ્થિર અને પવિત્ર બને છે. તેની પાસે રહેનારા પાડોશી તેમ જ તે જગ્યાના માલિક વગેરે સમ્બન્ધિત જનોને કોઈ પણ જાતનો ખેદ ન રહે એ રીતે જગ્યા મેળવવી જોઈએ. અન્યથા શ્રીજિનમંદિરની સુરક્ષામાં અનેક મુશ્કેલીઓનો સંભવ રહેશે. તેમ જ ભવિષ્યમાં કલ્યાણની પરંપરાનું કારણ બની શકે એવી લક્ષણવતી ભૂમિ લેવી. અન્યથા ઉત્તરોત્તર સાનુબન્ધ કલ્યાણનો અવરોધ પ્રાપ્ત થશે. એકાન્ત કલ્યાણને કરનારું કાર્ય પણ જેમ-તેમ તો ન જ કરાય ને ? આથી સમજી શકાય છે કે કલ્યાણના અર્થી જનોએ શાસ્ત્રનીતિને અનુસરી શુદ્ધ વગેરે ભૂમિમાં જ શ્રી જિનમંદિરનું નિર્માપન કરવું જોઈએ. અન્યથા તે વિવક્ષિત ફળને પ્રાપ્ત કરાવનારું નહિ બને...પ-૩ પાડોશી વગેરેને ખેદ ન થાય એવી જગ્યામાં શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવાનું પ્રયોજન જણાવાય છે अप्रीति नैव कस्यापि कार्या धर्मोद्यतेन वै। इत्थं शुभानुबन्धः स्यादत्रोदाहरणं प्रभुः ॥५-४॥ ધર્મ કરવામાં પ્રયત્નશીલ આત્માએ કોઈને પણ અપ્રીતિ થાય એવું ન કરવું. આમ કરવાથી શુભ અનુબન્ધની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં ભગવાન ઉદાહરણ છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ધર્મ કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માએ બીજાને કોઈ પણ જાતની પીડા ન થાય એ માટે પ્રયત્નશીલ EDITES ENDLEEEEEEEEEEEEEEEEEE / / / / // / / /S.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64