Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ બનવું જોઈએ. બીજાને પીડા ન થાય એ માટે કરાતો પ્રયત્નાતિશય ધર્મકર્તાને ધર્મની સિધિનું મુખ્ય અંગ બને છે. આ વિષયમાં ભગવાન શ્રી મહાવીર દૃષ્ટાન્ત સ્વરૂપ છે. ભગવાન શ્રી મહાવીરપરમાત્મા એકવાર વર્ષાઋતુમાં ચાતુર્માસ માટે તાપસના આશ્રમમાં રહ્યા હતા. એ આશ્રમના સ્વામીએ એક ઘાસની કુટિર, ભગવાનને રહેવા માટે આપી હતી. બહાર ઘાસ ન મળવાથી ગાયો એ કુટિરનું ઘાસ, રોકટોક વિના ખાતી હતી. તે વખતે આશ્રમના સ્વામી કુલપતિએ ભગવાનને પોતાની કુટિરની રક્ષા કરવા જણાવ્યું. આ પ્રમાણે પોતાના રહેવાથી તાપસને અપ્રીતિ થાય છે-એમ જાણીને તાપસની અપ્રીતિના પરિહાર માટે વર્ષાઋતુમાં પણ ભગવાન અન્યત્ર વિહાર કરી ગયા. આવી જ રીતે ધર્મની આરાધનામાં તત્પર બનેલા બીજા આત્માઓએ પણ પરની પીડાના પરિવાર માટે શક્તિ અનુસાર પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શ્રી જિનાલયના નિર્માણકાર્ય જેવા મહત્વના કાર્યમાં ખૂબ જ ઉપયોગ રાખી પ્રયત્નપૂર્વક બીજાને પીડા ન થાય એ રીતે વર્તવું જોઈએ. “ધર્મનું કામ છે; એકાત્તે સારું છે, લોકો અજ્ઞાની છે, આપણે તેમને પીડા પહોંચાડવા માટે કરતા નથી, છતાંય એમને પીડા પહોંચતી હોય તો આપણે શું કરીએ ? એમ કાંઈ ધર્મનું કામ કરવાનું છોડી દેવાય ?”.. ઈત્યાદિ વિચારણા કરી પરપીડાપરિહાર કરવાની ઉપેક્ષા નહિ સેવવી જોઈએ. પૂરતા પ્રમાણમાં ઉદારતા કેળવી લેવાય તો પરની પીડાનો પરિહાર કરવાનું શક્ય છે. ઓછા પૈસે ભવ્યાતિભવ્ય કામ કરવાની વૃત્તિ ઉપર થોડો કાબૂ મૂકી દેવાથી તે તે અનુષ્ઠાનોમાં પરપીડાનું વર્જન કરવાનું શક્ય બને છે. શ્રી વીતરાગપરમાત્માએ એવું તો કોઈપણ GENDINESEDGENEFEN SEIDS|DF\SI|BIRDS GS Buddho dS3bM/SONUBMENUde

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64