Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ તેઓશ્રીને જ આચારપાલન સ્વરૂપ ભક્તિ પૂર્ણપણે હોય છે. ગૃહસ્થોને સર્વસાવદ્યયોગથી વિરામ પામવાની ઈચ્છા હોય તોપણ સર્વ સાવધયોગથી વિરામ પામવાનું તેમના માટે કોઈ પણ રીતે શક્ય બનતું નથી. ગૃહસ્થસંબન્ધી વ્યવહારોના નિર્વાહ માટે તેમને આરંભાદિ ર્યા વિના ચાલે એમ નથી. તેથી તેઓ સર્વસાવદ્યયોગથી વિરામ પામવાની પ્રતિજ્ઞાને કરી શકતા નથી. આવા સંયોગોમાં ગૃહસ્થોને શ્રી વીતરાગપરમાત્માના વચનની આરાધના દેશથી જ શક્ય બનતી હોય છે. દ્રવ્યસ્તવને આશ્રયીને ગૃહસ્થોને પરમાત્માની ભક્તિ દેશથી હોય છે. સર્વસાવદ્ય (પાપયુક્ત) યોગથી ગૃહસ્થો વિરામ પામેલા ન હોવાથી તેમના માટે શ્રી તીર્થંકરપરમાત્માએ વિહિત કરેલાં પૂજાદિ (સાવધ) અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ સ્વરૂપ છે. તેને લઈને ગૃહસ્થોને અંશતઃ પરમાત્મભક્તિ(પરમતારક વચનનું પાલન) હોય છે. દ્રવ્યસ્તવનો સામાન્ય વિધિ આ પ્રમાણે છે અર્થા હવે પછીના શ્લોકોથી તે વિધિ વર્ણવાય છે. પ-૧ દ્રવ્યસ્તવ પરમતારક શ્રી જિનાલય વિના સંભવિત ન હોવાથી શ્રી જિનાલયસમ્બન્ધી વિધિ બીજાથી નવમા લોક સુધીના આઠ શ્લોકોથી વર્ણવાય છે न्यायार्जितधनो धीरः सदाचारः शुभाशय: । भवनं कारयेज्जैनं गृही गुर्वादिसंमतः ॥५-२॥ “ન્યાયથી પ્રાપ્ત કર્યું છે ધન જેણે એવા બુદ્ધિમાન સદાચારી શુભાશયવાળા ગૃહસ્થ પિતા વગેરેની સંમતિને મેળવીને શ્રી જિનભવન કરાવવું જોઈએ.” આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય STUDENTS DD PDFDDDDD;\DT GSCSC/CCC/C/ ST

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64