Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ अथ भक्तिद्वात्रिंशिका प्रारभ्यते । શ્રી જિનેશ્વરદેવનું મહત્ત્વ, આ પૂર્વેની બત્રીશીમાં વર્ણવ્યું. પરમાત્માના મહત્ત્વનું એ રીતે જ્ઞાન થયા પછી તેઓશ્રીની પ્રત્યે ભક્તિ રાખવાનું આવશ્યક છે. તેથી હવે ભક્તિનું નિરૂપણ કરાય છે श्रमणानामियं पूर्णा सूत्रोक्ताचारपालनात् । द्रव्यस्तवाद् गृहस्थानां देशतस्तद्विधिस्त्वयम् ॥५-१॥ “આગમાદિ સૂત્રમાં જણાવેલા આચારોનું પાલન કરતા હોવાથી શ્રમણભગવન્તોને આ પરમાત્મભક્તિ પૂર્ણ હોય છે. પરતુદ્રવ્યસ્તવના કારણે ગૃહસ્થોને તે ભક્તિ દેશથી(અંશત:) હોય છે. તેનો વિધિ સામાન્યથી આ પ્રમાણે (હવે પછી વર્ણવવામાં આવે છે તે પ્રમાણે) છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનમહત્ત્વ બત્રીશીમાં પરમાત્માનું મહત્ત્વ જણાવ્યું છે. એના જ્ઞાનથી બધાય કરતાં મહાન એવા પરમાત્માને વિશે ભક્તિ આવશ્યક છે. તેથી આ બત્રીશીમાં હવે પરમાત્મા પ્રત્યેની ભક્તિનું સ્વરૂપ દર્શાવાય છે. પરમાત્માના પરમતારક વચનની આરાધનાને “ભક્તિ' કહેવાય છે. પરમતારક આગમાદિ સૂત્રોના પારમાર્થિક અધ્યયનથી શ્રી તીર્થંકર પરમાત્માનાં પરમતારક વચનોનું જ્ઞાન થાય છે. એ મુજબનું સર્વથા પાલન કરવાનું પૂજ્ય શ્રમણભગવન્તો માટે જ શક્ય છે. સર્વસાવઘયોગથી વિરામ પામ્યા વિના શ્રી વીતરાગપરમાત્માના વચનાનુસાર આચારનું પાલન શક્ય જ નથી. પૂ. શ્રમણભગવન્તો સર્વસાવઘયોગથી વિરામ પામેલા છે. વિવિધ વિવિધ પાપથી વિરામ પામેલા એ પૂ. શ્રમણભગવન્તોને આગમાદિ સૂત્રમાં જણાવેલા આચારોનું પાલન શક્ય બને છે. તેથી GENERGEgggS GD|DBEDDEDGE dddddded

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 64